GSTV
Home » News » સિડનીમાં પંત-જાડેજાનો દબદબો, તૂટ્યો સૌથી મોટી પાર્ટનરશીપનો રેકોર્ડ

સિડનીમાં પંત-જાડેજાનો દબદબો, તૂટ્યો સૌથી મોટી પાર્ટનરશીપનો રેકોર્ડ

હાલના ઓસ્ટ્રેલિયા પ્રવાસની ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમે રનનો ખડકલો કરી દીધો. બીજા દિવસે ભારતે પોતાની પહેલી ઇનિંગ 622/7 રને ઘોષિત કરી દીધી. એક બાજુ જ્યાં ચેતેશ્વર પુજારાએ 193 રનની ઇનિંગ રમીને ભારતને મજબૂત સ્થિતીમાં મુક્યું ત્યાં વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે પોતાની ધમાકેદાર બેટિંગથી મોટો સ્કોર ઉભો કર્યો.

ઋષભ પંત 189 બોલમાં 159 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. આ દરમિયાન તેણે 15 ચોગ્ગા ફટકાર્યા અને સાથે એક સિક્સર પણ.

શુક્રવારે ભારતે બેવડી સદી તરફ આગળ વધી રહેલા પુજારાની વિકેટ 418 રનના સ્કોર પર ગુમાવી. તે બાદ 21 વર્ષના ઋષભ પંતે મોરચો સંભાળતા રવિન્દ્ર જાડેજા સાથે જબરદસ્ત પાર્ટનરશીપ કરી. બંનેએ સાતમી વિકેટ માટે 204 રન જોડ્યા, જે ઓસ્ટ્રેલિયા માટે રેકોર્ડ પાર્ટનરશીપ છે.

ઓસ્ટ્રેલિયા સામે સાતમી વિકેટ માટે સૌથી મોટી પાર્ટનરશીપની વાત કરીએ તો પંત અને જાડેજાએ ચેતેશ્વર પુજારા અને ઋદ્દિમાન સાહાને પાછળ છોડ્યાં છે. આ જોડીએ માર્ચ 2017માં રાંચી ટેસ્ટ દરમિયાન 199 રન જોડ્યા હતા. સિડની ટેસ્ટમાં સાતમી વિકેટ માટે 204 રનની ભાગીદારી દરમિયાન પંતે 110 બોલમાં 115 રન અને જાડેજાએ 114 બોલમાં 81 રન બનાવ્યાં.

સાતમી વિકેટ માટે ભારતની મોટી ભાગીદારી

  • રોહિત શર્મા – આર. અશ્વિન, 280 રન, વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ, કોલકાતા, 2013
  • વી.વી.એસ. લક્ષ્મણ – એમ.એસ. ધોની, 259 * દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ, કોલકાતા, 2010
  • રવિ શાસ્ત્રી-સૈયદ કિરમાની, 235 રન, ઈંગ્લેન્ડ વિરુદ્ધ, મુંબઈ, 1984
  • વીવીએસ લક્ષ્મણ – એમએસ ધોની, 224 * રન, વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ, કોલકાતા, 2011
  • વીવીએસ લક્ષ્મણ-અજય રાત્રા, 217 રન, વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ, સેન્ટ જોન્સ, 2002
  • રિષભ પંત- રવીન્દ્ર જાડેજા, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ, સિડની, 2019, 204 રન
  • ચેતેશ્વર પૂજારા-રિદ્ધિમાન સાહા, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ, સિડની, 2017, 199 રન
  • ટોપ -7 ભાગીદારીની ખાસ વાત એ છે કે આમાંથી 6 ભાગીદારીમાં વિકેટકીપર બેટ્સમેનનો સમાવેશ થાય છે.

Read Also

Related posts

ભારત અને મ્યાનમારની સેનાનું જોઈન્ટ ઓપરેશન, આતંકી કેમ્પોને કર્યા નષ્ટ

Path Shah

વૈશ્વિક મંદી વચ્ચે બનાસ ડેરીનું ટર્ન ઓવર બમણું, પશુપાલકોને મળી આ ગીફ્ટ

Nilesh Jethva

ભાજપ 300 પ્લસ સીટ જીતતા આ વ્યક્તિ અમરેલીથી દિલ્હી સાયકલ પર સફર કરી પીએમ મોદીને મળશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!