GSTV

ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટમાં રવીન્દ્ર જાડેજાનું રમવું નિશ્ચિત, આ ખેલાડીનું પત્તુ કપાશે

Last Updated on December 25, 2020 by pratik shah

ઓસ્ટ્રેલિયા સામેની મેલબોર્ન ખાતેની ટેસ્ટનો શનિવારથી પ્રારંભ થઈ રહ્યો છે. આ મેચ માટે ભારતે સમજી વિચારીની ટીમની પસંદગી કરવી પડશે કેમ કે આ વખતે ભૂલને કોઈ અવકાશ રહે નહીં. એડિલેડ ખાતેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં ભારતનો શરમજનક પરાજય થયો હતો. આમ થવાને કારણે ટીમનું મનોબળ એકદમ નીચે હશે. આ ઉપરાંત વિરાટ કોહલી બાકીની મેચોમાં રમવાનો નથી તેની પણ ટીમના પ્રદર્શન પર અસર પડી શકે તેમ છે.

ટેસ્ટ

આ સંજોગોમાં ભારત આ મેચ જીતીને સિરીઝ જીવંત રાખવા માટે મેલબોર્ન ટેસ્ટ માટેની ટીમમાં પરિવર્તન કરવાનું પસંદ કરશે. ભારતીય ટીમમાં રવીન્દ્ર જાડેજા સંપૂર્ણપણે ફિટ થઈ ગયો છે. બીસીસીઆઈએ તાજેતરમાં જ તેની નેટ પ્રેક્ટિસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જાડેજા ટ્રેનિંગ સેશન માટે સૌ પ્રથમ નેટ્સ પર પહોંચ્યો હતો અને તેણે ફિટનેસ ટેસ્ટમાં પણ ભાગ લીધો હતો. તેણે રનિંગની પ્રેક્ટિસ પણ કરી હતી.

જાડેજા ફિટ છે અને તે જે રીતે પ્રેક્ટિસ કરી રહ્યો છે તે જોતાં એમ નક્કી છે કે બીજી ટેસ્ટમાં તેનો સમાવેશ નિશ્ચિત છે. રવીન્દ્ર જાડેજા માટે મેલબોર્નનું મેદાન નસીબવંતુ રહ્યું છે. 2018-19માં ભારતે સિરીઝ જીતી ત્યારે મેલબોર્ન ટેસ્ટમાં તેનો 137 રનથી વિજય થયો હતો. જાડેજાએ બને દાવમાં મળીને પાંચ વિકેટ ઝડપી હતી તો જસપ્રિત બુમરાહે પ્રથમ દાવમાં છ અને બીજા દાવમાં ત્રણ સહિત મેચમાં નવ વિકેટ ઝડપી હતી.

હવે ભારતીય ટીમ રવીન્દ્ર જાડેજાને સામેલ કરશે તો સવાલ એ છે કે કયો ખેલાડી બહાર રહેશે. આ સંજોગોમાં હનુમા વિહારીનું પત્તુ કપાશે તે નક્કી લાગે છે. વિહારી એડિલેડ ટેસ્ટમાં સદંતર નિષ્ફળ રહ્યો હતો. તે બંને દાવમાં 16 અને આઠ રન કરી શક્યો હતો. કેપ્ટન વિરાટ કોહલીએ વિહારીને બોલિંગ જ આપી ન હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari

ફટાફટા ચેક કરો / WhatsApp પર આવી રીતે રિકવર કરી શકો છો ડિલીટ મેસેજ, ખૂબ જ આસાન છે પ્રોસેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!