કેપ્ટન કોહલીથી થઇ ગઇ મોટી ભૂલ, આ એક નિર્ણયના કારણે ગુમાવી પર્થ ટેસ્ટ

યજમાન ઓસ્ટ્રેલિયાના હાથે બીજી ટેસ્ટ મેચમાં 146 રને કારમા પરાજયનો સામનો કર્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું કે પિચને જોતા અને ટીમમાં ચાર બોલર્સના રહેતાં તેમણે રવિન્દ્ર જાડેજાની પસંદગી પર વિચાર ન કર્યો.


ઓસ્ટ્રેલિયાએ પોતાના બોલર્સે શાનદાર પ્રદર્શનના દમ પર અહી પર્થ સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે દુનિયાની નંબર-1 ટેસ્ટ ટીમ ભારતને 146 રને હરાવીને ચાર મેચની ટેસ્ટ સીરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે.

જ્યાં એક તરફ પિચને ફાસ્ટ બોલર્સને અનુકુળ માનવામાં આવી રહી હતી, તેવામાં યજમાન ટીમના ઑફ સ્પિનર નાથન લિયોને મેચમાં કુલ 8 વિકેટ પોતાના નામે કરી અને તેને મેન ઑફ ધ મેચનો પુરસ્કાર મળ્યો.

કોહલીએ મેચ બાદ કહ્યું કે, પિચને જોતા અમે પોતાના ચાર ફાસ્ટ બોલર્સના સારા પ્રદર્શનની આશા હતી તેથી જાડેજાની પસંદગી પર વિચાર જ ન કર્યો. જ્યારે અમે પહેલીવાર પિચ જોઇ ત્યારે અમને લાગ્યું કે ફાસ્ટ બોલર્સ પૂરતાં છે. પરંતુ લિયોને આ વિકેટ પર શ્રેષ્ઠ બોલીંગ કરી. જો અશ્વિન ફિટ હોત તો અમે તેના નામ પર વિચાર કરી શક્યા હોત. તેમણે કહ્યું કે, પ્રામાણિકતાથી કહું તો અમે ક્યારે સ્પિન વિકલ્પ વિશે વિચાર્યુ જ ન હતું.

ભારતીય કેપ્ટન હાર થઇ હોવા છતાં ટીમની સાથે સાથે પોતાના બોલર્સની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, અમે કેટલાંક હિસ્સામાં સારુ પ્રદર્શન કરી રહ્યાં હતાં અને આ વાતથી શીખ લઇને અમે મેલબર્નમાં આગામી મેચ માટે ઉતરીશું. અમારા બોલર્સે જે રીતે પ્રદર્શન કર્યુ તે ખરેખર પ્રશંસનીય છે. ખાસ કરીને બીજી ઇનિંગમાં અમારા બોલર્સનું પ્રદર્શન સારુ રહ્યું.

જણાવી દઇએ કે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પર્થ ટેસ્ટ 146 રને જીતી લીધી છે. ભારતીય ટીમ 287 રનના ટાર્ગેટનો પીછો કરતાં પાંચમા દિવસે લંચ પહેલાં જ 140 રને સમેટાઇ ગઇ હતી. આ જીત સાથે જ યજમાન ટીમ સીરીઝ 1-1થી સરભર કરી લીધી છે. ચાર ટેસ્ટ મેચની સીરીઝની ત્રીજી ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબર્નમાં રમાશે. ભારે એડિલેડ ટેસ્ટ 31 રને જીતી હતી.

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયા એ પ્રથમ ઇનિંગ્સમાં 326 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 283 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી.
આમ કાંગારૂ ટીમને પ્રથમ ઇનિંગ્સના આધાર પર 43 રનની લીડ મળી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ઇનિંગ્સમાં 243 રન પર સમટાઇ હતી. આમ ભારતને બીજી ટેસ્ટ જીતવા માટે 287 રનનો લક્ષ્ય મલ્યો હતો. લક્ષ્યનો પીછો કરી રહેલી ભારતીય ટીમ 56 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ થઇ ગઇ.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter