GSTV
Home » News » IND vs AUS: ઘાયલ રોહિત અને શિખર આગામી મેચ રમશે કે નહી? કોહલીએ આપી હેલ્થ અપડેટ

IND vs AUS: ઘાયલ રોહિત અને શિખર આગામી મેચ રમશે કે નહી? કોહલીએ આપી હેલ્થ અપડેટ

ભારતીય ક્રિકેટ ટીમ આ સમયે ખેલાડીઓની ઇજાના કારણે પરેશાન છે. ટીમનો વિકેટકીપર રિષભ પંત ઘાયલ થઇને બીજી મેચ રમી ન શક્યો તો હવે ઓપનર રોહિત શર્મા અને શિખર ધવન પણ રાજકોટમાં ઘાયલ થઇ ગયાં. ભારતીય ટીમના બંને ઓપનર ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી વન ડે સીરીઝની બીજી મેચમાં ઘાયલ થઇ ગયાં. ધવન બેટિંગ દરમિયાન અને રોહિત ફિલ્ડિંગ કરતી વખતે ઘાયલ થઇ ગયો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી વન ડે સીરીઝની બીજી મેચમાં ભારતીય ટીમના બંને ઓપનર્સ ઘાયલ થઇ ગયા. શિખર ધવનને બેટિંગ કરતાં 9.2 ઓવરમાં મિશેલ સ્ટાર્કનો ફાસ્ટ બોલ સીધો પાંસળા પર વાગ્યો. જે બાદ ધવન પીડાથી કણસતો નજરે આવ્યો. ઘાયલ થયાં બાદ તે મેદાન પર ફસડાઇ પડ્યો અને ફીઝીયોએ આવીને તેની સારવાર કરવી પડી. જો કે તે બાદ ધવને શાનદાર બેટિંગ કરતાં 96 રનની ધમાકેદાર ઇનિંગ રમી.

રોહિતને ફીલ્ડીંગ કરતી વખતે 42.2 ઓવરમાં બાઉન્ડ્રી પર બોલ પકડવા દરમિયાન ઇજા થઇ. રોહિત બોલ પકડવા જતાં સંતુલન ગુમાવી બેઠો અને પીઠના બળે પડી ગયો. તે બાદ તેને મેદાનમાંથી બહાર જવું પડ્યુ. રોહિતની ઇજા એટલી ગંભીર ન હતી કારણ કે તે બાઉન્ડ્રીની બહાર બેઠેલો જોવા મળ્યો હતો.

વિરાટ કોહલીએ આપી ઇજાની જાણકારી

મેચ પૂરી થયા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું કે બંનેની ઇજા એટલી ગંભીર નથી. વિરાટે કહ્યું કે, રોહિત આગામી મેચ માટે તૈયાર છે.

જણાવી દઇએ કે ધવનના 96 તેમજ રાહુલના 52 બોલમાં 80 તેમજ કોહલીના 78 બાદ જાડેજા-કુલદીપ અને શમીના અસરકારક બોલિંગ પર્ફોમન્સને સહારે ભારતે રાજકોટમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન ડેમાં 36 રનથી વિજય મેળવી લીધો હતો. ભારતે આ સાથે ત્રણ વન ડેની શ્રેણીમાં 1-1થી બરોબરી પ્રાપ્ત કરી હતી.

ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટીંગ કરતાં છ વિકેટે 340 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. જવાબમાં પ્રવાસી ઓસ્ટ્રેલિયન ટીમ 49.1 ઓવરમાં 304 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતનો 36 રનથી વિજય થયો હતો. હવે શ્રેણીની ત્રીજી અને આખરી વન ડે તારીખ 19મી જાન્યુઆરીએ બેંગાલુરૂમાં રમાશે.

Read Also

Related posts

વિશ્વની પ્રથમ યોગ યુનિવર્સીટીની અમેરિકામાં સ્થાપિત, એપ્રિલથી શરૂ થશે એડમિશન

pratik shah

ઓઈસ્ટર મશરૂમની ખેતી કરશો તો કેટલી આવક મળશે ? જાણો આ ખેડૂત પાસેથી

pratik shah

કોઈ ન હતું કરતું એ પ્રયોગ પહેલી વખત આ ખેડૂતે કર્યો અને સફળ થઈ ગયા, હવે વર્ષે મળે છે 15 લાખની આવક

Mayur
Do NOT follow this link or you will be banned from the site!