ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં રમાઇ રહેલી બીજી વન-ડેમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ગોલ્ડન ડકનો શિકાર બની ગયો. ચાલો જાણીએ કે દુનિયાના બેસ્ટ મેચ ફિનિશર ગણાતા ધોની કેટલીવાર ગોલ્ડન ડકનો શિકાર બન્યો છે.
આ સાથે જ મહેન્દ્ર સિંહ ધોની પોતાના વન-ડે કરિયરમાં પાંચમીવાર ગોલ્ડન ડકનો શિકાર બન્યો છે. તેમાંથી ઓસ્ટ્રેલિયાની ટીમે તેને બે વાર શૂન્ય પર આઉટ કર્યો છે.
પ્રથમ વન-ડેમાં શાનદાર પ્રદર્શન કરનાર ધોનીને બીજી વન-ડેમાં કાંગારૂ બોલર એડમ જંપાએ 33મી ઓવરના ત્રીજા બોલ પર ઉસ્માન ખ્વાજાના હાથે કેચ આઉટ કરાવ્યો.
અગાઉ ધોની વર્ષ 2004માં બાંગ્લાદેશ સામે ચટગાંવ અને વર્ષ 2005માં શ્રીલંકા સામે અમદાવાદમાં રમાયેલી મેચમાં ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો.
તે બાદ વર્ષ 2007માં શ્રીલંકા સામે પોર્ટ ઑફ સ્પેન અને વર્ષ 2010માં ઓસ્ટ્રેલિયા સામે વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચમાં તે ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો.
જણાવી દઇએ કે કાંગારૂઓ સામે પ્રથમ વનડેમાં એમએસ ધોની (59) અને કેદાર જાધવ (81) સાથે મળીને 141 રનની શાનદાર પાર્ટનરશીપ કરીને ટીમ ઇન્ડીયાને 6 વિકેટે જીત અપાવી હતી.
Read Also
- સેલિબ્રિટીની પ્રેગ્નેંસી એક મોટો બિઝનેસ : થાય છે કરોડો રૂપિયાનો વેપાર, 7 કરોડ રૂપિયા તો હોય છે ફી
- ભારતને ઝટકો/ સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ જમ્મુમાં થયું ક્રેશ : 2માંથી એક પાયલટનું મોત
- ભાજપમાં ફરી ભડકો / જગદીશ પંચાલે 6 ધારાસભ્યો અને બે સાંસદની ગેરહાજરીમાં બોલાવી બેઠક, ઘણા થયા નારાજ
- પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ આપ્યો પ્રજાજોગ સંદેશ, ખેડુતોના કલ્યાણ માટે પૂર્ણ પ્રતિબદ્ધ સરકાર
- નવું Driving Licence બનાવવું હવે બિલકુલ આસાન, બસ ઘરે બેઠા જ આ રીતે કરો ઓનલાઇન અરજી