GSTV

….બસ એક જીત અને ઑસ્ટ્રેલિયામાં કોહલી રચશે ‘વિરાટ’ ઇતિહાસ

Last Updated on January 18, 2019 by Mayur

ભારતીય ક્રિકેટ ટીમ શુક્રવારે ત્રીજી અને અંતિમ વન ડેમાં ઓસ્ટ્રેલિયા સામે મદાનમાં ઉતરશે. ટીમ ઇન્ડિયાનો ઇરાદો સીરીઝ બાદ સીમીત ઓવરોમાં પણ ઐતિહાસિક જીત હાંસેલ કરવાનો હશે. ત્રણ મેચની સીરીઝ હાલ 1-1થી બરાબર છે. ઓસ્ટ્રેલિયાએ સીડનીમાં 34 રન તથા એડિલેડમાં ભારતે બીજી મેચ 6 વિકેટે જીતી.

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ક્યારેક દ્વિપક્ષીય વન ડે સીરીઝમાં જીત મેળવી નથી. આ ફેર્મેટમાં તેણે ઓસ્ટ્રેલિયામાં 1985માં વર્લ્ડ ચેમ્પિયન અને 2008માં સીબી સીરીઝ જીતી હતી. ભારતને 2016માં અહીં ઓસ્ટ્રેલિયાએ વન ડે સીરીઝમાં 4-1થી હરાવ્યું હતું.

મેલબર્નમાં ભારત જો ત્રીજી વન ડે જીતે તો 2018-19ના પ્રવાસ પર કોઇપણ સીરીઝ ગુમાવ્યા વિના ટીમ પરત ફરશે. ટી-20 સીરીઝ 1-1-થી સરભર થઇ જ્યારે ટેસ્ટ સીરીઝમાં ભારતે 2-1થી ઐતિહાસિક વિજય મેળવ્યો.

ભારતની એકમાત્ર ચિંતા પાંચમો બલીંગનો વિકલ્પ બશે. સીરીઝમાં અત્યારસુધી ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી પ્રભાવી રહ્યાં છે જ્યારે સ્પિનર કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ મીડલ ઓવરોનો મોર્ચો સંભાળ્યો છે. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ખલીલ અહેમદ અને મોહમ્મદ સિરાજને તક મળે તેવી શક્યતા છે.

પાંચમા બોલર તરીકે વિજય શંકર અને લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ પણ વિકલ્પ હોઇ શકે છે. જો ભારત બે ફાસ્ટ બોલર અને ત્રણ સ્પિનર સાથે ઉતરે તો ચહલ વિકલ્પ હોઇ શકે છે.

ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, વિજય શંકર, ખલીલ અહમદ, મોહમ્મદ શામી અને મોહમ્મદ સિરાજ માંથી.

Read Also

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

Antique coins / 1 રૂપિયાના સિક્કા માટે મળશે 20 લાખ… શું તમારી પાસે આ 3 પ્રકારના સિક્કા છે?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!