GSTV

બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડીયાની 51 રને હાર, સ્ટીવ સ્મિથની શાનદાર સદીની મદદથી કાંગારૂ ટીમે સિરિઝ પર કર્યો કબજો

ઓસ્ટ્રેલિયાએ રવિવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી બીજી વન-ડેમાં ભારતને 51 રનથી પરાજય આપ્યો છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચોની વન-ડે સીરિઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે અને ભારતીય ટીમ વન-ડે સીરિઝ પણ હારી ગઈ છે. સ્ટીવ સ્મિથને તેની શાનદાર બેટિંગ માટે પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડથી નવાજવામાં આવ્યો. ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટિંગ પસંદ કરી નિર્ધારિત 50 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 389 રન બનાવ્યા.

390 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 338 રન જ બનાવી શકી. ભારત માટે કપ્તાન વિરાટ કોહલીએ 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 87 બોલમાં 89 રન બનાવ્યા. આ સિવાય લોકેશ રાહુલે 4 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 73 રન બનાવ્યા પરંતુ તેઓ ભારતને જીતાડી શક્યા નહી. ઓસ્ટ્રેલિયા તરફથી પેંટ કમિંસે 3, એડમ જમ્પા અને જોશ હેજલવુડે 2-2 વિકેટ ઝડપી. જ્યારે હેનરિક્સ અને મેક્સવેલે 1-1 વિકેટ ઝડપી.

વોર્નરે 77 બોલમાં 83 રન બનાવ્યા તો ફિંચે 60 રન બનાવ્યા. સ્ટિવ સ્મિથે સીરિઝમાં સતત બીજી સદી ફટકારીતા 64 બોલમાં 14 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 104 રન બનાવ્યા. આ સિવાય મોર્નસ લાબુશૈને 61 બોલમાં 70 રન, ગ્લેન મેક્સવેલે 29 બોલમાં અણનમ 63 રન બનાવ્યા. ભારત તરફથી મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી.

READ ALSO

Related posts

વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત

Ali Asgar Devjani

પ્રથમ દિવસે ના પૂર્ણ થયો વેક્સિન લગાવવાનો ટાર્ગેટ, 1.91 લાખ લોકોને જ લગાવવામાં આવ્યા ડોઝ

Ali Asgar Devjani

ઈતિહાસના પાને નોંધાઈ જશે આજનો દિવસ/ રસીકરણનો પ્રથમ દિવસ સફળ રહ્યો, આજે આટલા લોકોને અપાઈ કોરોનાની રસી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!