GSTV

રાજકોટની મેચ જીતવા માટે બુકીઓમાં ભારત ફેવરિટ : ઓસ્ટ્રેલિયાના ભાવ 1.10 તો ભારતના…

ભારત – ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઈ રહેલી વન ડે સિરીઝમાં મુંબઈ ખાતે રમાયેલા પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાનો કારમો પરાજય થયા પછી પણ આવતીકાલે રાજકોટનાં ખંઢેરી ખાતે રમાનાર બીજા મેચમાં બુકીઓએ ભારતની ટીમને જ ફેવરીટ ગણી તે મુજબનાં ભાવો ખોલ્યા છે.

મુંબઈ ખાતે રમાયેલા પ્રથમ મેચમાં ભારતનો ભાવ ૬૭ પૈસા જયારે ઓસ્ટ્રેલીયાનો ભાવ ૧.૪૦ હતો.  બીજા મેચમાં હવે ભારતનો ભાવ વધીને ૮૮ પૈસા અને ઓસ્ટ્રેલીયાનો ભાવ ઘટીને ૧.૧૦ પૈસા બુકીઓએ ખોલ્યો છે.

બુકીઓનાં કહેવા પ્રમાણે, ભારતને હોમગ્રાઉન્ડ અને પ્રેક્ષકોનો એડવાન્ટેજ હોવાથી બીજા મેચમાં પણ તેને ફેવરીટ ગણી ભાવો ખોલવામાં આવ્યા છે. ત્રણ મેચની આ સિરીઝમાં ભારત માટે આવતીકાલનો મેચ જીતવો જરૂરી છે માટે ટીમ ઈન્ડિયા માટે આવતીકાલનો મેચ કરો યા મરો જેવો સાબીત થશે. 

 ભારતનો પ્રથમ દવ આવશે તો ૩૦૨ રન થશે અને ૩૦૪ રન નહીં થાય ઓસ્ટ્રેલીયાનો પ્રથમ દાવ આવશે તો ૨૯૦ રન થશે, ૨૯૨ રન નહીં થાય તેમ બુકીઓનું માનવું છે.

બંને ટીમની ટોપ બેટીંગ ઓર્ડર કેટલા રન કરશે તેની ઉપર ધૂમ સટ્ટો રમાશે. ભારતનાં રોહિત શર્માનાં ૪૩ રન થશે, ૪૫ રન નહીં થાય, શીખર ધવનનાં ૩૭ રન થશે, ૩૯  રન નહીં થાય, કે.એસ. રાહુલનાં ૩૫ રન થશે, ૩૭ રન નહીં થાય. જયારે ઓસ્ટ્રેલીયાનાં ફીન્ચનાં ૩૬ રન થશે, ૩૮ રન નહીં થાય, વોર્નરનાં ૩૬ રન થશે, ૩૮ રન નહીં થાય.

જયારે ઓસ્ટ્રેલીયાએ પ્રથમ વન-ડે વિના વિકેટે જીતી લીધો હોવાથી કાલનાં મેચમાં વન-ડાઉનમાં કયો પ્લેયર આવશે તેની માહિતી નહીં હોવાથી તે પ્લેયર કેટલા રન કરશે તેનાં ભાવ બુકીઓએ ખોલ્યા નથી.

પ્રથમ દાવ આવે તો ૧૦ ઓવરમાં ભારતનાં ૫૬ રન થશે, ૫૭ નહીં થાય, જયારે ઓસ્ટ્રેલીયાનાં ૧૦ ઓવરમાં ૫૪ રન થશે, ૫૫ નહીં થાય તેમ બુકીઓ માની રહ્યાં છે.

આ ઉપરાંત મેચમાં બંને ટીમોનાં મળી કેટલા ચોગ્ગા અને છગ્ગા ફટકારાશે તેની ઉપર પણ સટ્ટો રમાયો છે.

બુકીઓનાં માનવા પ્રમાણે, મેચમાં ૫૨ ચોગ્ગા લાગશે, ૫૪ ચોગ્ગા નહીં લાગે. જયારે ૧૬ છગ્ગા લાગશે ૧૮ છગ્ગા નહીં લાગે પ્લેયરોમાં સૌથી વધુ સટ્ટો રોહિત શર્મા પર રમાશે.

ભારતની પહેલી વિકેટની ભાગીદારી ૩૮ રનની થશે, ૪૦ રનની નહીં, જયારે ઓસ્ટ્રેલીયાની પહેલી વિકેટની ભાગીદારી પણ ૩૮ રનની થશે, ૪૦ રન નહીં કરી શકે તે મુજબના  બુકીઓએ ભાવો ખોલ્યા છે.

Read Also

Related posts

સસરા અવનીને બાજુમાં બેસાડી ના કરવાનું કરતાં, ફોટો ક્લિક કરવાના બહાને…

Bansari

રાજ્યના આ વિસ્તારમાં આગામી 5 દિવસ હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી

Nilesh Jethva

જો આ રીતે સમજદારીથી કરશો Credit Cardનો ઉપયોગ, તો થશે ઘણા બધા ફાયદાઓ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!