GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

વર્લ્ડકપ 2019: ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભારતની 36 રનથી જીત

વર્લ્ડ કપ-2019ની પોતાની બીજી મેચમાં ભારતની 36થી જીત થઇ છે. ભારતીય બેટ્સમેનોની આક્રમક બેટિંગ બાદ ભારતીય બોલરોએ તકખાટ મચાવતા કાંગારૂની પુરી ટીમ 316 રનમાં ધ્વંસ થઇ ગઇ. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહ 3-3 વિકેટ અને ચહલે 2 વિકેટ ઝડપી છે. ઓસ્ટ્રેલિયા તરફથી વોર્નર 56, ફિંચ 36, ખ્વાજા 42, મેક્સવેલ 28, સ્મીથ 69 રન અને એલેક્સે અણનમ 55 રન કર્યા. શિખર ધવનને 109 બોલમાં 117 રન કરવા માટે મેન ઓફ ધ મેચ જાહેર કરાયા.

વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 11 મેચ થઇ, જેમાં 8 મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી છે અને 3 મેચ ટીમ ઇન્ડિયા જીતી છે. આ અગાઉ કોઇ પણ ટીમે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 350 કે તેનાથી વધારે રન નથી બનાવ્યા.
લંડનના ધ ઓવલમાં રમાય રહેલી ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચેની મેચમાં ભારત ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારત તરફથી ઓપનિંગમાં ઉતરેલા શિખર ધવન અને રોહિત શર્માએ ભારતને શાનદાર શરૂઆત અપાવી. રોહીત શર્માએ 21મી ઓવરમાં 61 બોલમાં 1 છગ્ગો અને 3 ચોગ્ગાની મદદથી પોતાની અર્ધસદી પૂર્ણ કરી. રોહીત શર્મા 70 બોલમાં 57 રન કરી આઉટ થયો. જ્યારે શિખર ધવને 95 બોલમાં પોતાની 17મી સદી લગાવી બંન્ને ખેલાડીઓએ ભારતને મજબૂત શરૂઆત અપાવી.

ભારતીય ટીમે બેટિંગ પસંદ કરી 50 ઓવરમાં 5 વિકેટના નુંકસાન પર 353 રન બનાવ્યા, જેમાં ધોનીએ 14 બોલમાં 27, રોહિત શર્માએ 70 બોલમાં 57, ધવને 109 બોલમાં 117, હાર્દિક પંડ્યાએ 27 બોલમાં 48 અને કોહલીએ 77 બોલમાં 82 ર કર્યા. જ્યારે કે.એલ.રાહુલે અણનમ 11 રન કર્યાં. ભારતીય બેટ્સમેનોની ધમાકેદાર બેટિંગે ઓસ્ટ્રેલિયાના બોલરોને ઘુંટણિયાભર કરી દીધા.

ભારતીય બેટ્સમેનોએ આક્રમક બેટિંગ દ્વારા ભારતે 352 રનનો સ્કોર ખડકી દીધો છે. ઓસ્ટ્રેલિયાએ જીત માટે 353 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓસ્ટ્રેલિયા માટે સ્ટોઇસે છેલ્લી ઓવરમાં 2 વિકેટ ઝડપી, તેમની સિવાય કમિંસ, સ્ટાર્ક, કુલ્ટર નાઇલે એક-એક વિકેટ ઝડપી.

READ ALSO

Related posts

અરે વાહ! હવે WhatsAppથી થઈ શકશે ગેસ સિલીન્ડર બુક, અહીં જાણો ડિટેલ

Mansi Patel

દિલ્હીમાં કોરોનાના તમામ રેકોર્ડ તૂટ્યા: 24 કલાકમાં 792 કેસ, મોતનો આંકડો 300ને પાર

Bansari

લોકડાઉન: દેશનાં ધનાઢ્ય મંદિરોની આવકમાં ધરખમ ઘટાડો, દાન પેટીને નડ્યું કોરોનાનું ગ્રહણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!