GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

INDvAUS: ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીત્યો, ટીમ ઇન્ડિયા પહેલાં કરશે બોલીંગ

india vs australia

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન અરોન ફિન્ચે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. વિરાટ કોહલીએ આજે પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યા છે. ચહલ અને કેએલ રાહુલને બહાર રાખતા રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીને સ્થાન મળ્યું છે. બીજી તરફ, કંગારુ ટીમમાં પણ બે ફેરફાર કરવામાં આવ્યા છે. શોન માર્શ અને જેસન બેહરનડોર્ફના સ્થાને માર્કસ સ્ટોઇનિસ અને નાથન લાગનને સ્થાન મળ્યું છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે શ્રેણીનો પાંચમો અને આખરી તેમજ ખરાખરીનો વન ડે મુકાબલો દિલ્હીના મેદાન પર ખેલાઇ રહ્યો છે. શ્રેણીમાં બંને ટીમો ૨-૨થી બરોબરી પર છે અને હવે આખરી વન ડેની સાથે શ્રેણી જીતવા માટે કશ્મકશનો મુકાબલો ખેલાશે. જોકે ભારત માટે ઓસ્ટ્રેલિયા સામેનો ઘરઆંગણાનો પ્રભુત્વસભર રેકોર્ડ જાળવી રાખવો પણ અત્યંત મહત્વનો છે. 

ભારતને વર્લ્ડકપ અગાઉ એકમાત્ર વન ડે રમવાની છે અને ટીમ ઈન્ડિયાની સામે ઘણા સવાલ છે, જેના જવાબ હજુ શોધવાના બાકી છે. ખાસ કરીને મીડલ અને લો ઓર્ડરનું કંગાળ ફોર્મ ટીમને મુંઝવી રહ્યું છે. રોહિત શર્મા, ધવન અને કોહલીની સાથે સાથે મીડલ ઓર્ડરમાં ધોની – આ ચાર જ બેટસમેનો એવા છે કે, જેઓ પાસે ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢીને જીત સુધી પહોંચાડવાનો ભરોસો મુકી શકાય તેમ છે. જોકે આ સિવાયના બેટ્સમેનોએ તેમની પરિપક્વતા દર્શાવવી જરુરી છે. 

ફિન્ચની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમ ભારત સામેની વન ડે શ્રેણીમાં નોંધપાત્ર દેખાવ કરતાં શ્રેણીમાં ૦-૨થી પાછળ પડયા બાદ ૨-૨થી બરોબરી હાંસલ કરી લીધી હતી. ખ્વાજા અને હેન્ડસ્કોમ્બે સદી ફટકારી હતી. જ્યારે ફિન્ચ, ટર્નર અને મેક્સવેલ ઉપયોગી ઈનિંગ રમી ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયાને વિજયી દેખાવ જારી રાખવાનો ભરોસો છે. બોલિંગ લાઈનઅપમાં કમિન્સ તેમજ ઝામ્પાએ પ્રભાવ પાડયો છે. સ્ટોઈનીસને અંગૂઠામાં ઈજા થઈ હોવાથી તે રમી શકવાનો નથી

Read Also

Related posts

મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva

WHOની ચેતવણી : વેક્સીન કોઈ મેજિક ટેબ્લેટ નહીં હોય, જે કોરોના વાયરસને તાત્કાલીક જ ખતમ કરી દેશે

Nilesh Jethva

કંડલા પોર્ટમાં ઓઇલ કંપનીની ઘોર બેદરકારી, ઇમ્પિરિયસ ઓઇલ ટર્મિનલ ટેન્કમાંથી ઓઇલનો જથ્થો ઓવરફ્લો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!