GSTV
Home » News » IND vs AUS Live: 230માં કર્યું ઓસ્ટ્રેલિયાને ઓલ આઉટ, યુજવેન્દ્રએ કરી કારકીર્દિની શ્રેષ્ઠ બોલિંગ

IND vs AUS Live: 230માં કર્યું ઓસ્ટ્રેલિયાને ઓલ આઉટ, યુજવેન્દ્રએ કરી કારકીર્દિની શ્રેષ્ઠ બોલિંગ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબર્નના ઐતિહાસિક એમસીજી ગ્રાઉન્ડમાં ત્રણ મેચની વન-ડે સીરીઝનો છેલ્લો અને નિર્ણાયક મેચ છે. બંને ટીમોએ એક એક મેચ જીત્યો છે અને હવે શ્રેણીમાં બરાબર સ્કોર પર છે. આવી પરિસ્થિતિમાં જ્યાં ઓસ્ટ્રેલિયા તેની શ્રેણીને બચાવવાનો પ્રયત્ન કરશે, વિરાટ કોહલીની વન-ડે શ્રેણી પણ મોંમાંથી કાંગારૂઓને છીનવી લઈને એક નવો રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરશે.

યુજવેન્દ્ર ચહલની કારકીર્દિની શ્રેષ્ઠ બોલિંગ (10 ઓવરમાં 42 રન આપીને 6 વિકેટ)અને ભારતે ઓસ્ટ્રેલિયા 230 રનમાં ઓલ આઉટ કરી નાખ્યું. લેગ-સ્પિનર ​​યુજવેન્દ્ર ચહલે છ વિકેટ લીધી. ભુવનેશ્વરકુમાર અને મોહમ્મદ શમીને પણ બે-બે સફળતાઓ મળી. ઓસ્ટ્રેલિયા માટે પીટર હેન્ડસકોમ્બે 58 રનનો સૌથી વધુ સ્કોર બનાવ્યો. તેણે આ માટે 63 બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. શોન માર્શે 39 અને ઉસ્માન ખ્વાજાએ 34 રન ફટકાર્યા હતા.

જો આગળનાં સમાચાર જોઈએ તો..

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે છેલ્લી વનડે મેલબોર્ન ખાતે રમાઈ. આ મેચ પોતાના નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. જ્યાં ઓસ્ટ્રેલિયા અને ભારતે એક એક મેચ જીતી છે. એટલે કે આજે બંન્ને ટીમો વચ્ચે રસાકસ્સીનો મુકાબલો રહેશે. વિરાટ કોહલી એન્ડ ટીમ આજે જીત માટે મેદાનમાં ઉતરશે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા પણ ટેસ્ટમાં મળેલી હારને જીતમાં તબ્દિલ કરવા માટે એડિચોટીનું જોર લગાવશે.

મેલબોર્ન ખાતે યોજાયેલી ત્રીજી અને અંતિમ વનડેમાં ભારતે ટોસ જીત્યો હતો અને પહેલી બેટીંગ લીધી હતી. ભારતે અગાઊની બંન્ને વનડેમાં ટોસ હાર્યો હતો અને પહેલી બોલિંગ કરવાનો વારો આવ્યો હતો જ્યારે આજે ભારતે ટોસ જીત્યા બાદ પણ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયાની પીચ પર બોલ સ્વીંગ વધારે થાય છે જેથી પહેલા બોલિંગ લઈ ઓસ્ટ્રેલિયાને ઓછા સ્કોરે અટકાવવા માટે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે.

ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયા પ્રથમ બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતરી હતી ત્યારે વરસાદના વિધ્નના કારણે મેચ અટકાવવી પડી હતી. બંન્ને ટીમો પવેલીયન પરત ફરી ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 0.2 ઓવરમાં કોઈ પણ નુકસાન વગર 1 રન હતો.ભારતીય ટીમની વાત કરવામાં આવે તો અત્યારે અંબાતિ રાયડૂ, કૂલદિપ યાદવ અને મોહમ્મદ સિરાઝની જગ્યાએ કેદાર જાધવ, યુજેન્દ્ર ચહલ અને વિજય શંકરને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે.

ગત મેચમાં કોઈ પણ વિકેટ લીધા વિના મોહમ્મદ સિરીઝે ઓસ્ટ્રેલિયા પર રન આપવાની કૃપા કરી હોવાથી તેનું પત્તુ કપાઈ ગયું છે. જો કે આ તેની ડેબ્યુ મેચ હતી જેમાં જ તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.વરસાદ પડવાના કારણે હવે બોલ વધારે સ્વીંગ થશે જેના પરિણામે કોઈ એક ટીમને નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. આ પહેલા 2003માં જ્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપની ફાઈનલમાં રમવા માટે મેદાનમાં ઉતરી હતી ત્યારે વરસાદના કારણે ભારતીય ટીમને ડકવર્થ લૂઈસના નિયમના આધારે હારનો સામનો કરવો પડ્યો હતો.

જો કે ત્યારે ભારતીય ટીમમાંથી એકમાત્ર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો હતો. બાકીની ટીમ ઓલઆઊટ થઈ ગઈ હતી. વરસાદના કારણે હંમેશા મહેમાન ટીમને ભોગવવાનો વારો આવ્યો છે તે ઓસ્ટ્રેલિયન પીચનો ઈતિહાસ દર્શાવે છે ત્યારે આજનો મેચ કેવો રહેશે તે વરસાદ અટક્યા બાદ જ ખ્યાલ આવશે.

READ ALSO

Related posts

ઋષભ પંતના ધબડકા બાદ ફેન્સને આવી ધોનીની યાદ, સોશિયલ મીડિયા પર છવાયો માહી

Bansari

ધુંઆધાર બોલીંગથી તરખાટ મચાવનાર દીપક ચહરે એક ઝાટકે તોડ્યા આ 5 રેકોર્ડ

Bansari

Video: ડ્રેસિંગ રૂમમાં યુજવેન્દ્ર ચહેલ પર થયો ‘હુમલો’, આ ખેલાડીએ મોઢા પર ફેંકીને મારી…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!