GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

INDvAUS: કાંગારૂઓનો જંગી સ્કોર, ટીમ ઇન્ડિયા સામે 314 રનનો વિશાળ ટાર્ગેટ

ind aus score

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વનડે રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ટૉસ હારીને બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી કાંગારુની ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 313 રન બનાવી ટીમ ઈન્ડિયાને 314 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

]ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાઝા 104 રન અને એરોન ફિન્ચ 93 રન બનાવ્યા હતા. જ્યારે ગ્લેન મેક્સવેલે 47 રન બનાવ્યા હતા.

જ્યારે ટીમ ઈન્ડિયા તરફથી કુલદીપ યાદવે ત્રણ અને મોહમ્મદ શમીએ એક વિકેટ ઝડપી છે. કુલદીપે એરોન ફિન્ચ, શોન માર્શ અને પીટર હેન્ડસકોમ્બને વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ 30 ઓવરના અંત સુધી વિના વિકેટે 186 રન કર્યા હતા.

ભારતે ઑસ્ટ્રેલિયા સામે ત્રીજી વન ડેમાં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી. જો કે ઑસ્ટ્રેલિયાનાં કેપ્ટન ફિંચ અને ઑપનર ઉસ્માન ખ્વાજાએ ભારતનાં આ નિર્ણયને અત્યાર પુરતો ખોટો સાબિત કર્યો હતો. ઑસ્ટ્રેલિયન ઑપનર્સે ધમાકેદાર બેટિંગ કરતા પહેલી વિકેટ માટે 193 રનની ભાગેદારી નોંધાવી હતી.

કુલદીપ યાદવે ફિંચને 93 રને આઉટ કરી ભારતે પહેલી સફળતા અપાવી. ત્યારબાદ ઑસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજાએ પોતાની સદી પૂર્ણ કરી. જો કે સદી પૂર્ણ કર્યા બાદ તરત જ 104 રનનાં સ્કોર પર શમીએ તેને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી. 

જાડેજા-ધોનીએ મેક્સવેલને 47 રને રન આઉટ કરીને ભારતને ત્રીજી સફળતા અપાવી. ત્યારબાદ પીટર હેન્ડ્સકોમ્બને 0 રને પેવેલિયન મોકલીને કુલદીપ યાદવે ઑસ્ટ્રેલિયાને પાંચમો ઝાટકો આપ્યો છે. સ્ટોઇનિસ 31 અને એલેક્સ કૈરી 21 અણનમ રહ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે 3 અને મોહમ્મદ શમીએ 1 વિકેટ ઝડપી.  

જણાવી દઇએ કે ઑસ્ટ્રેલિયા સામે પહેલી બે વન ડેમાં જીત મેળવ્યા બાદ આજે ભારતીય ક્રિકેટ ટીમ મહેન્દ્રસિંહ ધોનીનાં હૉમગ્રાઉન્ડ જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ત્રીજી મેચ જીતવાનાં ઇરાદે ઉતરશે. અહીં ભારતની કોશિશ સીરીઝ પોતાના નામે કરવાની રહેશે. 5 મેચોની સીરીઝમાં ભારત 2-0થી આગળ છે.

Read Also

Related posts

અમદાવાદના આ વ્યક્તિએ પોતાને નાસ્તિક જાહેર કરવા કરી હાઈકોર્ટમાં અરજી

Mansi Patel

અંબાજી નજીક અકસ્માતમા 3 લોકોના મોત, થરાદ- સાચોર હાઇવે પર અકસ્માતમાં ભાઇ બહેનના કરુણમોત

Nilesh Jethva

આત્મનિર્ભર સહાય યોજના લોન આપવામાં આખા ગુજરાતમાં બેંક છે મોખરે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!