GSTV
Home » News » વિરાટની 41મી સદી એળે ગઈ, ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમની 32 રને હાર

વિરાટની 41મી સદી એળે ગઈ, ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમની 32 રને હાર

રાંચીમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં ભારતની 32 રને હાર થઇ છે. પાંચ મેચોની સીરીઝમાં ભારત 2-1થી આગળ છે. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી પરંતુ તે એળે ગઇ છે. ઓસ્ટ્રેલિયાએ બેટિંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલીયાએ ઉસ્માન ખ્વાઝાની સદીની મદદથી 313 રનનો મજબૂત સ્કોર બનાવ્યો. જેના જવાબમાં ભારતીય ટીમ 48.2 ઓવરમાં 281 રન બનાવી શકી. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલી 123 રન કર્યા. આ સિવાય વિજય શંકરે 32 અને મહેન્દ્રસિંહ ધોની તથા કેદાર જાધવે 26-26 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા માટે પૈંટ કમિંસ, ઝાએ રિચર્ડસન અને એડમ જમ્પાએ 3-3 વિકેટ ઝડપી. પાંચ મેચોની વન-ડે સીરીઝની આ ત્રીજી મેચ મહેન્દ્રસિંહ ધોનીના હોમટાઉન રાંચીમાં ભારતની હાર થઇ છે. જો કે સીરીઝની કુલ પાંચ મેચોમાં ભારત 2-0થી આગળ છે.

વિરાટે રચ્યો નવો કિર્તીમાન

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ જબરજસ્ત ફોર્મ જારી રાખતાં ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની સતત બીજી મેચમાં સદી ફટકારતાં કારકિર્દીની ૪૧મી વન ડે સદી નોંધાવી હતી. કોહલીએ આ દરમિયાન જ કેપ્ટન તરીકે ૪,૦૦૦ રનના માઈલસ્ટોનને પાર કરતાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.

કોહલીએ આ સાથે કેપ્ટન તરીકે સૌથી ઓછી ઈનિંગમાં ૪,૦૦૦ રન પુરા કરીને ડી વિલિયર્સનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. ભારતીય કેપ્ટને ૬૩મી ઈનિંગમાં જ આ જ સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. જ્યારે ડિ વિલિયર્સે આ રેકોર્ડ નોંધાવવા માટે ૭૭ ઈનિંગ લીધી હતી. કોહલીએ આ સિદ્ધિને ચોગ્ગાની મદદથી પુરી કરી હતી. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી રાંચી વન ડેમાં તેણે ૨૭ રન પુરા કર્યા તેની સાથે આંતરરાષ્ટ્રીય વન ડેમાં કેપ્ટન તરીકે તેણે ૪,૦૦૦ રન પુર્ણ કર્યા હતા.

આ સાથે તે ભારતનો માત્ર ચોથો એવો કેપ્ટન બન્યો છે કે જેણે ૪,૦૦૦ કે વધુ રન નોંધાવ્યા છે. આ યાદીમાં ધોની ટોચના ક્રમે છે, જેણે કેપ્ટન તરીકે ૬,૬૪૧ રન ફટકાર્યા હતા. જ્યારે અઝહરુદ્દિન (૫,૨૩૯ રન) બીજા અને ગાંગુલી (૫,૧૦૪ રન) ત્રીજા ક્રમે છે. છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન તરીકે ઉભરી આવેલા કોહલીએ ધમાકેદાર ફોર્મ દેખાડયું હતુ. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓવરઓલ ૧૨મો કેપ્ટન બન્યો હતો કે, જેણે વન ડેમાં ૪,૦૦૦ કે વધુ રન ફટકાર્યા હોય.

પુલવામા શહીદો માટે ભારતીય ટીમે કર્યું દાન

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના ૪૦થી વધુ જવાનો શહીદ થયા બાદ દેશભરમાંથી શહીદ જવાનોના પરીવારજનોની મદદ માટેના પ્રયાસો થઈ રહ્યા છે. હવે ટીમ ઈન્ડિયા પણ તેમાં જોડાઈ છે. ભારતીય ક્રિકેટરોએ ઓસ્ટ્રેલિયા સામે રાંચીમાં રમાયેલી શ્રેણીની ત્રીજી વન ડેની મેચ ફી નેશનલ ડિફેન્સ ફંડમાં દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ભારતીય ટીમની કુલ મેચ ફીની રકમ આશરે ૧ કરોડ રૃપિયાથી વધુ થવા જાય છે.

વધુમાં આર્મીના જવાનો તરફ આદરભાવ વ્યક્ત કરવા માટે ભારતીય ખેલાડીઓ રાંચી વન ડેમાં ખાસ આર્મી જેવી લાગતી કેપ પહેરીને ઉતર્યા હતા. આ બધુ આયોજન ઘરઆંગણે રમી રહેલા ભારતીય સુપરસ્ટાર ધોનીએ ગોઠવ્યું હોવાનું મનાય છે. ધોની ટેરિસ્ટોરિલ આર્મીમાં લેફ્ટનેન્ટ કર્નલનો હોદ્દો ધરાવે છે. ભારતીય કેપ્ટન કોહલી જ્યારે ટોસ ઉછાળવા માટે આવ્યો ત્યારે મિલિટરી જેવી કેપ પહેરીને આવ્યો હતો અને તેના પર બીસીસીઆઇનો લોગો હતો.

ભારતીય ટીમના તમામ ખેલાડીઓએ તેમની રાંચી વન ડેની મેચ ફી રાષ્ટ્રીય સંરક્ષણ ફંડમાં આપવાની જાહેરાત કરી હતી. પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ખેલાડીને એક વન ડે રમવાના રૃપિયા ૮ લાખ ચૂકવવામાં આવે છે, જ્યારે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ન હોય તેવા ખેલાડીઓને રૃપિયા ૪ લાખ જેટલી રકમ મળતી હોય છે.

કેપ્ટન કોહલીએ દેશવાસીઓને અપીલ કરી હતી કે, આપણે બધાએ રાષ્ટ્રીય સંરક્ષણ ફંડમાં ફાળો આપવો જોઈએ, જેથી કરીને શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરીવારોની મદદમાં તેનો ઉપયોગ થઈ શકે. કોહલીએ ઊમેર્યું કે, અમે આ મેચમાં ખાસ આર્મી જેવી કેપ પહેરીને ઉતર્યા છીએ. આમ કરીને અમે દેશના સૈન્ય તરફ અમારો આદરભાવ વ્યક્ત કરી રહ્યા છીએ. અમે બધા અમારી મેચ ફી રાષ્ટ્રીય સંરક્ષણ ફંડમાં દાન કરી રહ્યા છીએ. હું બધાને આમ કરવાની અપીલ કરું છું.

READ ALSO

Related posts

ટ્રાફિકનો દંડ ઘટાડવાની સીએમ રૂપાણી પાસે પણ નથી સત્તા, આ છે દેશનું બંધારણ

Riyaz Parmar

‘પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં ખરીદેલા આતંકવાદીઓનો ટુંક સમયમાં ખાત્મો થવાનો છે’ રાજ્યપાલ સત્યપાલ મલિકના આકરા પ્રહાર

Bansari

ચિદમ્બરમની જેમ મમતાને પાઠ ભણાવવા જાઈએઃ ભાજપના આ ધારાસભ્યએ મમતા બેનર્જી પર કર્યા આકરા પ્રહાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!