GSTV
Home » News » India vs Australia : ઓવલમાં કોહલી અને ધવનનો ધમાકો , ઓસ્ટ્રેલિયાને આપ્યો 353 રનનો લક્ષ્યાંક

India vs Australia : ઓવલમાં કોહલી અને ધવનનો ધમાકો , ઓસ્ટ્રેલિયાને આપ્યો 353 રનનો લક્ષ્યાંક

ઓવલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રોમાંચક મેચ રમાઈ છે. ત્યારે ટીમનાં ગબ્બર શિખર ધવનને સદી (117) ફટકારી છે. જ્યારે આ મેચમાં વિરાટ કોહલી (82), રોહિત શર્માની અડધી સદી (57)ની ઈનિંગ ફટકારી છે.

ત્યારે ભારતે આઈસીસી વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 352 રનનો મોટો સ્કોર બનાવ્યો છે. અને વિરોધી ટીમ એટલે કે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 353 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ત્યારે બેટ્સમેનો એ તેમનું કાર્ય પૂર્ણ કર્યું છે. જ્યારે હવે બોલરોનું સફળ કામ રહ્યું બાકી.

આ મેચમાં શિખર ધવને 109 બોલમાં 117 રન બનાવ્યા હતા. તેની ઓવલમાં ત્રીજી સદી છે. જ્યારે વડોદરાનાં ખેલાડી એ રાખ્યો રંગ , હાર્દીક પંડયા પર કોહલીનો ભરોસો યથાવત રહ્યો હતો. હાર્દીક પંડયાએ આ મેચમાં તેની ઈનિંગમાં આક્રમક રન ફટકાર્યા હતા.તેણે 27 બોલમાં વિસ્ફોટક 48 રન બનાવ્યા હતા.

જ્યારે કેપ્ટન વિરાટ કોહલીએ તેની ઈનિંગમાં 77 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 82 રન બનાવ્યા હતા. મેચમાં બેટ્સમેનોનો રહ્યો દબદબો. ઓસ્ટ્રેલિયાનાં બોલરો ભારતનાં આ તૂફાનને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. જેમાં ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધારે સફળ બોલર સ્ટોઈનિસ રહ્યો હતો. તેણો 2 વિકેટ ઝડપી હતી. જ્યારે અન્ય બોલરો કુમિન્સ, સ્ટાર્ક અને કુલ્ટર નાઇલે 1-1 વિકેટ ઝડપી હતી.

ભારતીય ટીમ – શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, લોકેશ રાહુલ, કેદાર જાધવ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.

ઓસ્ટ્રેલિયન ટીમ – ડેવિડ વોર્નર, એરોન ફિન્ચ, ઉસ્માન ખ્વાજા, સ્ટિવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કોસ સ્ટોઇનિસ, કારેય, નાઇલ કુલ્ટર, પેટ કુમિન્સ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા.

READ ALSO

Related posts

Chandrayaan-2 અને ISROના વૈજ્ઞાનિકોની થશે અગ્નિ પરિક્ષા, આવતીકાલે યાન પહોંચશે ચંદ્રની કક્ષામાં

Path Shah

પાકિસ્તાની ખેલાડીએ આર્ચરને લગાવી ફટકાર, બોલ્યા- સ્મિથના હાલચાલ પણ ન પુછ્યા

Kaushik Bavishi

દિલ્હીમાં સૌથી મોટા પુરનો ખતરો, યમુના નદી ભયજનક સપાટીએ પહોંચતા લોખંડનો પુલ બંધ કરાયો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!