GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

પૂજારાએ દેખાડ્યો દમ, ઓસ્ટ્રેલિયાના બોલરોને હંફાવ્યા, રહ્યો અણનમ

ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં ફરી એક વખત ભારતના બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ રનોનો વરસાદ કર્યો છે. પૂજારાએ સિરિઝની ત્રીજી અને પોતાની 18મી સેન્ચુરી ફટકારીને પહેલા દિવસે ભારતને મજબૂત સ્થિતિમાં મુકી દીધુ હતુ. રમતના અંતે ભારતે 4 વિકેટના ભોગે 303 રન બનાવી લીધા છે. ભારતે ટોસ જીતીને પહેલી બેટિંગ લીધી હતી.જોકે ઓપનર કે એલ રાહુલ ફરી નિષ્ફળ રહીને 9 રનનના સ્કોરે હેઝલવૂડની બોલિંગમાં પહેલી સ્લીપમાં કેચ આઉટ થઈ ગયો હતો.

અગ્રવાલ છગ્ગો ફટકારવાની લાલચમાં કેચ આપી બેઠો

બીજા છેડે ઓપનર મયંક અગ્રવાલે ફરી એક વખત શાનદાર બેટિંગ કરી હતી.અગ્રવાલે 77 રનની ઈનિંગ રમી હતી.પૂજારા અને અગ્રવાલ વચ્ચેની ભાગીદારી મજબૂત બની હતી ત્યારે લિઓનની ઓવરમાં છગ્ગો ફટાકરવાના પ્રયાસમાં અગ્રવાલ કેચઆઉટ થયો હતો. કોહલી જોકે લાંબી ઈનિંગ રમી શક્યો નહોતો અને 23 રને હેઝલવૂડની બોલિંગમાં પુલ શોટ રમવાના પ્રયાસમાં આઉટ થયો હતો. રહાણે પણ ઝાઝુ ટકી શક્યો નહોતો અને 18 રને સ્ટાર્કનો શિકાર થોય હતો.

રમતના અંતે પૂજારા 130 રન અને હનુમા વિહારી 39 રને નોટઆઉટ

બીજી તરફ પૂજારાએ એક છેડેથી મક્કમ બેટિંગ કરીને 199 બોલમાં પોતાની 18મી સેન્ચુરી પુરી કરી હતી. આ સિરિઝમાં તેની ત્રીજી સેન્ચુરી છે. જોકે એ પછી હનુમા વિહારીએ પૂજારા સાથે રમતના અંત સુધી બેટિંગ કરી હતી. રમતના અંતે પૂજારા 130 રન અને હનુમા વિહારી 39 રને નોટઆઉટ રહ્યા છે.

Related posts

રાજસ્થાનના ચૂરુમાં તાપમાન પહોંચ્યું 50 ડિગ્રીએ, દેશના આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર

Nilesh Jethva

દેશમાં સંક્રમણથી સ્વસ્થ થવાનો દર વધીને 41.61 ટકા થયો, અત્યાર સુધીમાં 60,490 દર્દીઓ સાજા થયા

Mansi Patel

કોરોનાના કારણે આઝાદી પછીની સૌથી ભયાનક મંદીનો સામનો કરી રહ્યું છે ભારત: Crisilની ચેતવણી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!