GSTV
Gujarat Government Advertisement

IND vs AUS: પ્રથમ ટેસ્ટમાં ભારતે ટોસ જીત્યો, વિરાટ સેના પાસે એક અસામાન્ય સિદ્ધિ નોંધાવવાની તક

વિરાટ

Last Updated on December 17, 2020 by Bansari

જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુરુવારથી એડિલેડ ખાતે શરૂ થનારી પ્રથમ ડે-નાઇટ ક્રિકેટ ટેસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીત્યો હતો અને તેણે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

વિરાટ કોહલી માટે ટોસ જીતવો મહત્વનો

ટોસ વખતે કોહલીએ જણાવ્યું હતું કે એડિલેડનું હવામાન વાદળછાયું છે અને આ સંજોગોમાં પહેલા બેટિંગ કરવી આસાન રહેશે કેમ કે સાંજના સમય ફ્લડલાઇટ ચાલું થાય ત્યારે હમાવાન ઠંડુ હોય અને બોલરને માફક આવે તેવું હોય છે. એવા સંજોગોમાં બેટિંગ કરવી અધરી પડે પરંતુ તે અગાઉ અમારા બેટ્સમેન સેટ થઈ ગયા હોય તો ટીમને તકલીફ પડે નહીં.

વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતની 56મી ટેસ્ટ

વિરાટ

વિરાટ કોહલી માટે ટોસ જીતવો અન્ય રીતે પણ મહત્વનો હતો. કોહલીની કપ્તાનીમાં ભારત 56મી ટેસ્ટ રમી રહ્યું છે. જેમાં 33 મેચમાં ભારતનો વિજય થયો છે. આ ઉપરાંત કોહલી 26મી વખત ટોસ જીત્યો છે. કોહલી ટોસ જીતે તેવા સંજોગોમાં ભારતના જીતવાની શક્યતા વધી જાય છે. કોહલીએ આ અગાઉ 25 વખત ટોસ જીત્યો તેમાંથી 21 ટેસ્ટમાં ભારતનો વિજય થયો છે. બાકીની ચાર ટેસ્ટ ડ્રો રહી છે. આમ કોહલી ટોસ જીતે તેવા સંજોગોમાં ભારત એકેય ટેસ્ટ હાર્યું નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!