GSTV
Home » News » INDIA VS AUSTRALIA : પર્થ ટેસ્ટના પહેલા દિવસે કંઇક આવી રહી બંન્ને ટીમની સ્થિતિ

INDIA VS AUSTRALIA : પર્થ ટેસ્ટના પહેલા દિવસે કંઇક આવી રહી બંન્ને ટીમની સ્થિતિ

ઓપનિંગ જોડીથી મળેલી સારી શરૂઆતથી. ઓસ્ટ્રેલિયાએ નવા ઓપ્ટસ સ્ટેડીયમની બહુચર્ચિત પીચ પર સારો સ્કોર કરવામાં સફળ રહી હતી. બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે શુક્રવારે પર્થ ટેસ્ટમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાની સ્થિતિ શરૂઆતમાં મજબૂત હતી, પરંતુ ધીમે ધીમે ઓસ્ટ્રેલિયાએ પોતાની પકડ ગુમાવી. પહેલા દિવસની રમતમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયાએ છ વિકેટ પર ૨૭૭ રનનો સ્કોર બનાવીને સારી સ્થિતિમાં ટીમને પહોંચાડી હતી. ભારતને પહેલા દિવસે ચાર સફળતા હાંસિલ થઇ હતી.

દિવસભરની સ્થિતમાં ખાસ્સો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. શરૂઆતની ત્રણ કલાક ઓસ્ટ્રેલિયાના નામે રહી હતી, જેમાં માર્કસ હેરિશ (૭૦) અને એરોન ફિન્ચ (૫૦)- 112 રન પહેલા વિકેટની ભાગીદારી માટે ફટકાર્યા હતા. આ દરમિયાન ૩૬ રનમાં ઇન્ડિયાએ ૪ વિકેટ ઝડપી હતી. જેમાં આ બને સિવાય ઉષ્માન ખ્વાજા (૫) અને પીટર હેન્ડસ્કોમ્બ (૭)ની વિકેટ પણ સામેલ છે.

ટ્રેવીસ હેડ (૫૮) અને શોન માર્શ (૪૫)એ ફરી ૨૩ ઓવર સુધી એક પણ વિકેટ પર અણનમ ઉભા રહ્યા હતા અને ઇનિંગમાં ૮૪ રન ફટકાર્યા હતા. આ બેટ્સમેનોના આઉટ થયા બાદ કેપ્ટન ટીમ પેન (નોટ આઉટ ૧૬) અને પૈટ કમિન્સ (નોટ આઉટ ૧૧)એ દિવસની છેલ્લી આઠ ઓવરમાં એક પણ વિકેટ ન પડવા દીધી.

પર્થના ઓપ્ટસ સ્ટેડીયમની પીચ પર ઘાસને લઈને વધારે ચર્ચા થઇ રહી હતી, જેનાથી લાગી રહ્યું હતું કે ફાસ્ટ બોલર માટે વધારે અનુકુળ રહેશે. આ કારણથી ઇન્ડિયાની ટીમ ૪ ફાસ્ટ બોલર સાથે ઉતરી હતી, પરંતુ કામચલાઉ સ્પિનર હનુમાન વિહારી પહેલા દિવસે સફળ બોલર તરીકે શામિલ રહ્યો.

વિહરીએ ૫૩ રન આપીને ૨ વિકેટ લીધી. ઇશાંત શર્મા ૩૫ રન આપીને બે વિકેટ લીધી હતી, જયારે જસપ્રીત બુમરાહ અને ઉમેશ યાદવને ૧-૧ વિકેટ મળી હતી. મોહમ્મદ શમી પહેલી ઇનિંગમાં સારી બોલિંગ દરમિયાન વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા.

ઓસ્ટ્રેલિયન ટીમ પહેલા ટોસ જીતીને બેટીંગ માટે ઉતરી હતી, ત્યારે ભારતીય બોલરના પહેલી ઇનિંગમાં પરિસ્થિતિનો ફાયદો ના ઉઠાવી શક્યા. આનું કારણ એ પણ છે કે ઇશાંત શર્માએ વધારે નો બોલ નાખતા તેનો બોલિંગ પર કોઇ પ્રકારનું કાબૂ નહોતો રહ્યો.

બુમરાહને શોર્ટ પીચ બોલિંગ કરવા માટે ફાયદો ન મળ્યો. તો શમીએ બીજા કલાકમાં પરિસ્થિતિને કંટ્રોલ કરી, પરંતુ ફિન્ચ અને હૈરીસે ત્રણ કલાક સુધી ઈન્ડિયાને પહેલી સફળતા સુધી દુર રાખ્યા હતા. લંચ પછીના એક કલાક સુધી બોલરોને કોઇ સફળતા ન મળી. પરંતુ બીજા કલાક પછી ઇન્ડિયાએ ૪ વિકેટ લઇ મેચમાં વાપસી કરી. બુમરાહ અને ઉમેશે લંચ પછીની બીજા કલાકમાં સારી બોલિંગ કરી અને વિહારી ઉપર કેપ્ટને મુકેલો વિશ્વાસ ખરો ઉતર્યો હતો.

હૈરીસે લંચ પછી ૯૦ બોલમાં તેના ટેસ્ટ કરિયરમાં પહેલી હાલ્ફ સેન્ચ્યુરી પૂરી કરી. પહેલા સત્રમાં DRSથી બચેલા ફિન્ચે પણ ૧૦૩ બોલમાં તેના બીજી ટેસ્ટમાં હાલ્ફ સેન્ચ્યુરી પૂરી કરી, પરંતુ આના પછી બુમરાહે તેને ફૂલલેન્થ બોલ પર LBW આઉટ કરી ઈન્ડિયાને પહેલી સફળતા અપાવી.

જે બાદ કેએલ રાહુલે શમીના બોલ પર હૈરીસનો કેચ છોડ્યો હતો. હૈરીસ એ સમયે ૬૦ રન પર રમતો હતો. રાહુલ બીજી સ્લીપમાં સમય પર કેચ લેવા માટે તૈયાર ન હતો અને બોલ તેના હાથે લાગીને સીમારેખાને પાર જતો રહ્યો. ઈન્ડિયાને તેની આ ભૂલ ભારે નથી પડી. વિહારીની આશ્ચર્યજનક ઉછળતી બોલ પર હૈરીસે સ્લીપમાં અઝિંક્ય રહાણેને કેચ આપ્યો હતો. ઉમેશે લગાતાર બનેવાલા દબાણનો લાભ ઉઠાવીને ઉષ્માન ખ્વાજા (૫)ની સંઘર્ષપૂર્ણ ઇનિંગનો અંત આવ્યો હતો. હૈરીસે ૧૪૧ બોલમાં ૧૦ ચોગ્ગા અને ફિન્ચે ૧૦૫ બોલમાં ૬ ચોગ્ગા ફટકાર્યા હતા.

ઇશાંત શર્માએ ટી બ્રેક બાદ પહેલી બોલમાં પીટર હેન્ડસ્કોમ્બ (૭)એ પવેલિયન તરફ પાછો વાળ્યો હતો. પરંતુ આની માટે કેપ્ટન વિરાટ કોહલીના વખાણ કરવા પડશે, જેણે એક હાથથી કેચ લઈને ટીમને મહત્વપૂર્ણ સફળતા અપાવી હતી. માર્શ અને હેડે આના પછી ૬૯ ઓવરમાં ટીમનો સ્કોર ૨૦૦ રનની પાર પહોંચાડ્યો હતો. ઈન્ડિયાને આ પાર્ટનરશીપ તોડવા માટે ૬૭મી ઓવરમાં તક મળી હતી.

READ ALSO

Related posts

શું થયું જ્યારે વાળ કપાવવા ગયેલા રિષી કપૂરની સામે વાગવા લાગ્યું, ‘મૈં શાયર તો નહીં’

Bansari

રવિ શાશ્ત્રી : વાત એ ખેલાડીની જેની મમ્મીને પાણીપુરીવાળાએ કહ્યું હતું, ‘તમારા દિકરાએ છ બોલમાં છ સિક્સ મારી છે’

Kaushik Bavishi

સંસદમાં ધમાકેદાર ભાષણ આપનારા સાંસદનો ડાન્સ જોઈ તમે પણ વીડિયો વારંવાર જોશો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!