GSTV
Home » News » INDvAUS બીજી વનડે : 2009 બાદ નાગપુરમાં આજ સુધી ભારત સામે જીતી નથી શક્યા કાંગારૂઓ

INDvAUS બીજી વનડે : 2009 બાદ નાગપુરમાં આજ સુધી ભારત સામે જીતી નથી શક્યા કાંગારૂઓ

India and Australia cricket

ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ મંગળવારે વિદર્ભ ક્રિકેટ સંઘ (વીસીએ) મેદાન પર આમને-સામને હશે. આ મેદાનની ખાસિયત એ છે કે અહીં જ્યારે પણ ભારત રમ્યુ છે, કોઇને કોઇ ભારતીય બેટ્સમેને સદી ફટકારી છે. તેવામાં વીસીએમાં ફરી એકવાર કોઇ ભારતીય બેટ્સમેન સદી ફટકારે તો નવાઇ નહી.

Team India

ઓસ્ટ્રેલિયા અને ભફારત વચ્ચે આ મેદાન પર આજે ચોથી મેચ રમાશે. તેની પહેલાંની તમામ મેચોમાં ભારતે વિજયી પરચમ લહેરાવ્યો છે. સાથે જ આ મેદાન પર ભારતની આ છઠ્ઠી મેચ છે. અહીં ભારત દર વખતે શ્રીલંકા અને સાઉથ આફ્રીકા સામે હાર્યુ છે. તેવામાં ભારતની સામે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા આ મેદાન પર એક પણ વન ડે જીતી નથી શક્યું.

2009માં આ મેદાન પર રમાઇ હતી પ્રથમ મેચ

ભારતે આ ખૂબસુરત મેદાન પર 2009માં ઓસ્ટ્રેલિયા સામે પોતાની પહેલી મેચ રમી હતી. તે મેચમાં ભારતે 99 રને ઓસ્ટ્રેલિયાને માત આપી હતી અને અહીં ધોનીએ 124 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે બાદ ભારત તે વર્ષે ડિસેમ્બરમાં શ્રીલંકા સામે રમ્યુ હતું. ધોનીએ ફરી એકવાર અહીમ પોતાના બેટનો જાદુ દેખાડતાં 107 રન ફટકાર્યા હતા. જો કે આ મેચ ભારત 3 વિકેટે હાર્યુ હતું.


ધોની કરી શકે છે કમાલ

જો ધોની આ મેદાનમાં ધમાકેદાર બેટિંગ કરે તો તે ક્રિકેટના તમામ ફોર્મેટમાં 17 હજાર રન પૂરા કરી લેશે. સાથે જ તેંડુલકર, દ્રવિડ, કોહલી, ગાંગુલી અને સહેવાગ બાદ આ સિદ્ધી મેળવનાર તે છઠ્ઠો બેટ્સમેન બની જશે.

2017માં પણ ઓસ્ટ્રેલિયા હાર્યુ હતું

આ મેદાન પર ભારતે 2017માં ઓસ્ટ્રેલિયાનો સામનો કર્યો હતો અને તેને સાત વિકેટે હરાવ્યું હતુ. તે મેચમાં ભારત તરફથી રોહિત શર્માએ 125 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ મેદાનમાં આ કોઇપણ ભારતીયનો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે. ભારતે 2009માં ઓસ્ટ્રેલિયા સામે સાત વિકેટે 354 રન બનાવ્યાં હતાં જે આ મેદાન પર સર્વોચ્ચ સ્કોર હતો.

ટીમ આ પ્રકારે છે

ભારત

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, અંબાતી રાયડુ, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, વિજય શંકર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, યજવેન્દ્ર ચહલ, રીષભ પંત, સિદ્ધાર્થ કૌલ, કે એલ રાહુલ અને જાડેજા.

ઑસ્ટ્રેલિયા

ઍરોન ફિન્ચ (કેપ્ટન), ડાર્સી શાર્ટ, શૌન માર્શ, માર્કસ સ્ટોઇનીસ, ઉસ્માન ખવાજા, એલેક્સ કેરી, પીટર હેન્ડસકોંબ, એશ્ટન ટર્નર, એડમ જાંપા, જેસન બેહરેનડૉર્ફ, જે રિચર્ડસન, પેટ કમિન્સ, એન્ડ્રુ ટાય, નાથન કોલ્ટર નાઇલ અને નાથન લિયોન.

Read Also

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નાસાએ મંગળની ધરતી પર પ્રથમ વખત ધરતીકંપ નોંધ્યો

Path Shah

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar