GSTV
Home » News » INDvAUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે નિર્ણાયક ‘મેદાન-એ-જંગ’, આ ખેલાડીઓ સાથે ઉતરશે ટીમ ઇન્ડિયા

INDvAUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે નિર્ણાયક ‘મેદાન-એ-જંગ’, આ ખેલાડીઓ સાથે ઉતરશે ટીમ ઇન્ડિયા

IND AUS final match

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે શ્રેણીનો પાંચમો અને આખરી તેમજ ખરાખરીનો વન ડે મુકાબલો દિલ્હીના મેદાન પર ખેલાશે. શ્રેણીમાં બંને ટીમો ૨-૨થી બરોબરી પર છે અને હવે આખરી વન ડેની સાથે શ્રેણી જીતવા માટે કશ્મકશનો મુકાબલો ખેલાશે. ભારત વર્લ્ડકપ અગાઉની આખરી વન ડેમાં પંત, લોકેશ રાહુલ તેમજ વિજય શંકર જેવા યુવા ખેલાડીઓને વધુ એક તક આપવાના ઈરાદા સાથે ઉતરશે. જોકે ભારત માટે ઓસ્ટ્રેલિયા સામેનો ઘરઆંગણાનો પ્રભુત્વસભર રેકોર્ડ જાળવી રાખવો પણ અત્યંત મહત્વનો છે. 

છેલ્લા કેટલાક સમયથી સ્મિથ-વોર્નરની ગેરહાજરીમાં સતત નાલેશીનો સામનો કરી રહેલા ઓસ્ટ્રેલિયામાં ભારત સામેના સતત બે વન ડે વિજયથી નવું જોશ જોવા મળી રહ્યું છે અને હવે તેઓ શ્રેણી વિજયની ઐતિહાસિક સફળતા તરફ મીટ માંડી રહ્યા છે. 

ભારતને વર્લ્ડકપ અગાઉ એકમાત્ર વન ડે રમવાની છે અને ટીમ ઈન્ડિયાની સામે ઘણા સવાલ છે, જેના જવાબ હજુ શોધવાના બાકી છે. ખાસ કરીને મીડલ અને લો ઓર્ડરનું કંગાળ ફોર્મ ટીમને મુંઝવી રહ્યું છે. રોહિત શર્મા, ધવન અને કોહલીની સાથે સાથે મીડલ ઓર્ડરમાં ધોની – આ ચાર જ બેટસમેનો એવા છે કે, જેઓ પાસે ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢીને જીત સુધી પહોંચાડવાનો ભરોસો મુકી શકાય તેમ છે. જોકે આ સિવાયના બેટ્સમેનોએ તેમની પરિપક્વતા દર્શાવવી જરુરી છે. 

નવી દિલ્હીમાં પીચ અને વાતાવરણ કોનો સાથ આપશે તે જોવાનું રહેશે. ભારતીય ટીમ મેનેજમેન્ટ છેલ્લી બે વન ડેમાં પરિસ્થિતિનો ક્યાસ કાઢવામાં નિષ્ફળ રહ્યું છે અને હવે ભારત દિલ્હીમાં હોમ ટીમ તરીકેનો ફાયદો ઉઠાવી શકશે કે નહિ તે જોવાનું રહેશે. 

ધવન અને રોહિતે ફોર્મ મેળવતા ટીમ ઈન્ડિયામાં ઉત્સાહ

ભારતના ટોપ ઓર્ડરના બેટ્સમેનો – શિખર ધવન અને રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની ચોથી મોહાલી વન ડેમાં આક્રમક બેટીંગ કરતાં ૧૯૩ રનની ભાગીદારી કરી હતી. ધવને ૧૪૩ રન ફટકાર્યા હતા. જ્યારે રોહિત શર્મા ૯૫ રને પેવેલિયનમાં પાછો ફર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી આઉટ ઓફ ફોર્મ જોવા મળેલા ભારતના ઓપનરોને ફરી આગવી લયમાં રમતો જોઈને ટીમ મેનેજમેન્ટે હાશકારો અનુભવ્યો હતો. 

shikhar rohit partnership

ભારતીય ટીમની સફળતા માટે ટોપ ઓર્ડરના પર્ફોમન્સ પર આધારિત છે અને આ માટે બંને ઓપનરો મોટી ઈનિંગ રમે તે જરુરી છે. કોહલીનું ફોર્મ શાનદાર રહ્યું છે, જેના કારણે તેની મદદથી મીડલ ઓર્ડર લડાયક દેખાવ કરી શકે છે.

યુવા બેટ્સમેનો જવાબદારી સાથે બેટીંગ કરે તે જરુરી

ભારતીય ટીમ મેનેજમેન્ટ ઈચ્છી રહ્યું છે કે, યુવા બેટસમેનો જવાબદારી સાથે મોટી ઈનિંગ રમે તે જરુરી છે. રિષભ પંત અને વિજય શંકર જેવા બેટ્સમેનો ઓસ્ટ્રેલિયા સામેની ચોથી વન ડેમાં પરિસ્થિતિનો ખાસ ફાયદો ઉઠાવી શક્યા નહતા. લોકેશ રાહુલ પણ સારી શરૃઆતનો ફાયદો ઉઠાવી શક્યો નહતો. વર્લ્ડકપ ખુબ જ નજીક છે, ત્યારે લોકેશ, પંત, વિજય તેમજ જાધવ જેવા બેટ્સમેનોએ મીડલ ઓર્ડરમાં સીનિયર અને અનુભવી સાથીની ગેરહાજરીમાં જવાબદારીપૂર્વકની ઈનિંગ રમવી જરૃરી છે, જેથી કરીને વર્લ્ડકપમાં જો કોઈ મેચમાં ટોપ ઓર્ડર સસ્તામાં આઉટ થઈ જાય તેમ છતાં મીડલ ઓર્ડર જંગી સ્કોર ખડકી શકે કે પછી જીતવા માટે જરુરી પડકારને હાંસલ કરી શકે. 

ઓસ્ટ્રેલિયાને વિજયી દેખાવ જારી રાખવાનો ભરોસો

ફિન્ચની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમ ભારત સામેની વન ડે શ્રેણીમાં નોંધપાત્ર દેખાવ કરતાં શ્રેણીમાં ૦-૨થી પાછળ પડયા બાદ ૨-૨થી બરોબરી હાંસલ કરી લીધી હતી. ખ્વાજા અને હેન્ડસ્કોમ્બે સદી ફટકારી હતી. જ્યારે ફિન્ચ, ટર્નર અને મેક્સવેલ ઉપયોગી ઈનિંગ રમી ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયાને વિજયી દેખાવ જારી રાખવાનો ભરોસો છે. બોલિંગ લાઈનઅપમાં કમિન્સ તેમજ ઝામ્પાએ પ્રભાવ પાડયો છે. સ્ટોઈનીસને અંગૂઠામાં ઈજા થઈ હોવાથી તે રમી શકવાનો નથી. દિલ્હીની ટર્નિંગ પીચ પર લાયનને પણ ઉતારવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે. 

ભારત : 

કોહલી (કેપ્ટન), ધવન, રોહિત, રાયડુ, રાહુલ, જાધવ, પંત, શંકર, કુલદીપ, બુમરાહ, શમી, જાડેજા, ચહલ, બી.કુમાર.

ઓસ્ટ્રેલિયા : 

ફિન્ચ (કેપ્ટન), ખ્વાજા, હેન્ડસ્કોમ્બ, શોન માર્શ, મેક્સવેલ, સ્ટોઈનીસ, ટર્નર, જે.રિચાર્ડસન, ઝામ્પા, ટાય, કમિન્સ, કોયુલ્ટર-નાઈલ, કારેય, લાયન અને બેહરેન્ડોફ.

Read Also

Related posts

વ્હિક્લ ચલાવવું પડશે ભારે, સાથે 1 સપ્ટેમ્બર પછી SBI પણ લાવશે નવા નિયમ

Dharika Jansari

અનુભવી રોજર ફેડરરને ભારતનો આ યુવા ખેલાડી આપશે ટક્કર, 21 વર્ષ બાદ બની છે આ ઘટના

Mayur

ચાની ચુસ્કીની મજા થશે ડબલ, ગડકરીએ લીધો નવો નિર્ણય

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!