GSTV
Home » News » Video: ઋષભ પંતે મેચ દરમિયાન કર્યો ગજબ સ્ટન્ટ, ફાટી રહી ગઇ કાંગારૂઓની આંખો!

Video: ઋષભ પંતે મેચ દરમિયાન કર્યો ગજબ સ્ટન્ટ, ફાટી રહી ગઇ કાંગારૂઓની આંખો!

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ સિડની ખાતે રમાઇ રહી છે. ચેતેશ્વર પુજારાની 193 રનની ઇનિંગથી ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતીમાં આવી ગઇ છે. મયંક અગ્રવાલ અને પુજારાએ ઓસ્ટ્રેલિયાના બોલર્સની ધોલાઇ કરી. ભલે પુજારા બેવડી સદી પુરી કરવામાં નિષ્ફળ રહ્યો પરંતુ ભારતને તેણે એક એવી મજબૂત સ્થિતીમાં મુક્યુ છે જ્યાં ભારતીય ટીમની જીત સ્પષ્ટપણે જોઇ શકાય છે.

મેચના બીજા દિવસે ઋષભ પંત શાનદાર શોટ્સ રમતો જોવા મળ્યો. બીજા દિવસે તેણે મેચ દરમિયાન કંઇક એવું કર્યુ કે ચારેકોર તેની ચર્ચા થઇ રહી છે. ડ્રિંક્સ દરમિયાન પંત ગ્રાઉન્ડ પર આરામ કરી રહ્યો હતો અને તે બંને પગ ઉંચા કરીને ઉભો થઇ ગયો. ઋષભના આ સ્ટંટનો વીડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

જણાવી દઇએ કે પંત ગ્રાઉન્ડ પર ખૂબ જ એનર્જેટિક રહે છે. વિકેટકિપિંગ હોય કે બેટિંગ, પંતનો અનોખો અંદાજ જોવા મળે છે. આ વખતે પણ તેણે એવું કંઇ કર્યુ કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. પુજારાની સદી બાદ તેણે ઇનિંગ સંભાળી અને મોટા મોટા શોટ્સ રમીને સૌકોઇ ચોંકાવી દીધા. વર્ષની પહેલી મેચમાં જ તેણે દર્શાવી દીધું કે એમએસ ધોનીનું તે પરફેક્ટ રિપ્લેસમેન્ટ છે.

જણાવી દઇએ કે અનેકવાર નિષ્ફળ રહ્યાં બાદ ઋષભ પંત સીરીઝમાં પોતાની પહેલી અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. સીરીઝની ચોથી ટેસ્ટના પહેલા દિવસે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 303 રન હતો.

Read Also

Related posts

જમ્મુ-કાશ્મીરમાં દહેશત ફેલાવવાનો છે પાકિસ્તાનનો ઈરાદો, 31 ઓક્ટોબર પહેલા આ છે ટાર્ગેટ

Arohi

બિગબૉસના બખેડા: હવે આ એક્ટ્રેસે સિદ્ધાર્થ પર ખોટી રીતે સ્પર્ષ કરવાનો મૂક્યો આરોપ

NIsha Patel

દિવાળી પહેલાં વધુ ઝેરી બની દિલ્હીની હવા, સતત વધી રહેલી આ ઘટનાના કારણે પ્રદૂષણ વધ્યુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!