GSTV
Home » News » કુલદીપ-જાડેજાએ બોલાવ્યો કાંગારૂઓનો સપાટો, ત્રીજા દિવસે એસ્ટ્રેલિયાનો સ્કોર 236/6

કુલદીપ-જાડેજાએ બોલાવ્યો કાંગારૂઓનો સપાટો, ત્રીજા દિવસે એસ્ટ્રેલિયાનો સ્કોર 236/6

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત સામે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચમાં સંકટમાં જોવા મળી. ભારતના પહેલી ઇનિંગના વિશાળ સ્કોર સામે ઓસ્ટ્રેલિયાએ મેચના ત્રીજા દિવસે શનિવારે અંત સુધીમાં 6 વિકેટના નુકસાન પર 236 રન બનાવ્યા. ભારત માટે કુલદીપ યાદવે હજુ સુધી ત્રણ વિકેટ ઝડપી છે. જાડેજાના ફાળે બે અને મોહમ્મદ શમીના ફાળે એક વિકેટ આવી છે.

ટીમ ઇન્ડિયાની વાત કરીએ તો ચેતેશ્વર પુજારા (193), ઋષભ પંત (159 અણનમ), મયંક અગ્રવાલ (77) અને નિચલા ક્રમમાં રવિન્દ્ર જાડેજા (81)ના કારણે ટીમ ઇન્ડિયાએ સીડની ટેસ્ટમાં પહેલી ઇનિંગમાં 622/7 રનોનો વિશાળ સ્કોર ઉભો કર્યો. ભારતે પોતાની ઇનિંગ આ સ્કોર પર ઘોષિત કરી. સાથે જ ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસની રમત પૂરી થવા સુધીમાં કોઇ વિકેટ ગુમાવ્યા વિના 24 રન બનાવી લીધાં છે. અંતિમ વિકેટ જાડેજાની ગઇ જે નાથન લાયનના બોલ પર બોલ્ડ થયો. ઓસ્ટ્રલિયાની ધરતી પર આ ભારતીય ટીમનો બીજો સૌથી મોટો સ્કોર છે.

ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસની શરૂઆત કોઇ નુકસાન વિના 24 રન સાથે કરી હતી. દિવસના પહેલા સત્રમાં જ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન વિકેટ પર ટકી રહેવાં સફળ રહ્યાં. પહેલા સત્રમાં યજમાન ટીમે ઉસ્માન ખ્વાજા (27)ની એકમાત્ર વિકેટ ગુમાવી.


બીજા સત્રમાં ભારતીય બોલર્સે વાપસી કરી અને ટી બ્રેક સુધીમાં ઓસ્ટ્રેલિયો સ્કોર 198 રન સુધી સિમિત રાખ્યો. આ સત્રમાં ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવી જેમાં સૌથી મહત્વની વિકેટ માર્ક્સ હેરિસની હતી જેણે ટીમ માટે સૌથી વધુ 79 રન બનાવ્યા. તેની વિકેટ રવિન્દ્ર જાડેજાએ લીધી. હેરિસે પોતાની ઇનિંગમાં 120 બોલનો સામનો કરીને આઠ ચોગ્ગા ફટકાર્યા.

અંતિમ સત્રમાં યજમાન ટીમે એક વિકેટ ગુમાવી. દિવસની રમત પૂરી થવામાં 16.3 ઓવર બાકી હતી ત્યારે ખરાબ રોશનીના કારણે મેચ રોકી દેવી પડી. વરસાદના કારણે દિવસની રમત ઘોષિત કરી દેવામાં આવી. હેરિસ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબસ્શાને 38, ટ્રેવિસ હેડ 20 રનોનું યોગદાન આપ્યુ.

Read Also

Related posts

ભારતનાં પાડોશી દેશે સર્વોચ્ચ ઉંચાઈ પર આયોજીત કર્યો ‘ફેશન શો’, રચ્યો ઈતિહાસ….

pratik shah

રોડ પર પડેલા ઘાયલની મદદ ન કરતા કોર્ટે બે શખ્સને પાંચ વર્ષની સજા ફટકારી

Pravin Makwana

Bigg Boss 13: શહનાઝ ગિલનાં ભાઈએ કહ્યું એવું કે, ઘરમાં મચ્યો હંગામો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!