GSTV
Home » News » પંત-જાડેજાએ સાથે મળીને ઓસ્ટ્રેલિયાને ધોઇ નાંખ્યું, ભારતે 622 રને ઇનિંગની કરી ઘોષણા

પંત-જાડેજાએ સાથે મળીને ઓસ્ટ્રેલિયાને ધોઇ નાંખ્યું, ભારતે 622 રને ઇનિંગની કરી ઘોષણા

ચેતેશ્વર પુજારા (193), ઋષભ પંત (159 અણનમ), મયંક અગ્રવાલ (77) અને નિચલા ક્રમમાં રવિન્દ્ર જાડેજા (81)ના કારણે ટીમ ઇન્ડિયાએ સીડની ટેસ્ટમાં પહેલી ઇનિંગમાં 622/7 રનોનો વિશાળ સ્કોર ઉભો કર્યો. ભારતે પોતાની ઇનિંગ આ સ્કોર પર ઘોષિત કરી. અંતિમ વિકેટ જાડેજાની ગઇ જે નાથન લાયનના બોલ પર બોલ્ડ થયો. ઓસ્ટ્રલિયાની ધરતી પર આ ભારતીય ટીમનો બીજો સૌથી મોટો સ્કોર છે.

ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ 7મી વિકેટ માટે રેર્કોર્ડ 204 રનની ભાગીદારી કરી અને હવે આ મેચમાં ટીમ ઇન્ડિયાની જીત સ્પષ્ટપણે દેખાઇ રહી છે.

ઓસ્ટ્રેલિયા સામે ચોથી અને છેલ્લી ટેસ્ટના બીજા દિવસે ચેતેશ્વર પુજારા અને હનુમા વિહારીએ ભારતીય ઈનિંગની શરૂઆત કરી હતી. પહેલા દિવસે ભારતે 4 વિકેટ ગુમાવીને 303 રન કર્યા હતા. આ ટેસ્ટમાં ચેતેશ્વર પુજારાએ તેની ટેસ્ટ કેરિયરની 18મી સદી ફટકારી હતી. પરંતુ આ ટેસ્ટમાં તે ડબલ સેન્ચ્યુરી પૂરી કરવામાં માત્ર સાત રન પાછળ રહી ગયો છે. બેવડી સદી ચૂકી જતાં ચાહકો નિરાશ થઈ ગયા હતા. પૂજારાના ચહેરા પર પણ આઉટ થવાનો ગમ દેખાતો હતો.

ચેતેશ્વર પુજારા 193 રને આઉટ થયો હતો.પુજારાનો ઓસ્ટ્રેલિયામાં આ સૌથી વધારે સ્કોર છે. આ પહેલાં તેનો ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે સ્કોર 123 રન હતો. જે તેણે એડિલેટમાં બનાવ્યો હતો. પુજારાએ ઓસ્ટ્રેલિયા સામે ત્રીજીવાર 150થી વધારે રનની ઈનિંગ રમી છે. આ પહેલાં તેણે માર્ચ 2013માં હૈદરાબાદમાં 204 અને માર્ચ 2017માં 202 રનની ઈનિંગ રમી હતી.ભારતના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ સિડનીમાં આયોજીત સીરીઝના ચોથી ટેસ્ટ મેચમાં ભલે બેવડી સદી ફટકારતા પહેલા ચુક્યો હોય પણ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

હવે પુજારા ઓસ્ટ્રેલિયામાં કોઈ શૃંખલા દરમિયાન સૌથી વધુ બોલ રમનાર મહેમાન બેસ્ટમેન બની ગયો છે. ચેતેશ્વર પુજારાએ 90 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે. સિડની ટેસ્ટમાં તેની 193 રનની ઈનીંગ દરમિયાન આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જો કે પુજારા થોડા અનલકી રહ્યા કેમકે 193 રનનો સ્કોર થતા જ નાથન લાયનની બોલ પર કોટ એન્ડ બોલ્ડ થઈ ગયો. તેની પાસે કેરિયરની ચોથી બમણી સદી ફટકારવાનો શાનદાર મોકો હતો. અત્યાર સુધીમાં પુજારા 521 રન બનાવી ચુક્યો છે. પુજારા આ સીરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.

ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ બોલ રમનાર મહેમાન બેટ્સમેન પુજારાએ ઈગ્લેન્ડના હર્બટ સટક્લિફનો રેકોર્ડ તોડ્યો. સટક્લિફે 1928ની એશિયાઈ સીરીઝ દરમિયાન 4 મેચોની 7 ઈનીંગ્સમાં 1237 બોલનો સામનો કર્યો હતો. તે દરમિયાન 50.71ની ઔસત 355 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે સદી અને 2 અર્ધસદી ફટકારી હતી. ઈગ્લેન્ડએ આ સીરીઝ 4-1થી જીતી હતી. ચાર મેચોની સીરીઝમાં 2-1થી સરસાઈ મેળવી ચુકેલા પુજારાએ મજબૂત સ્થિતિમાં પહોચાડી દીધા છે. તે આ સીરીઝમાં ત્રણ સદી ફટકારી ચુક્યો છે. આ સીરીઝમાં 30 કલાકથી ઓછા સમયમાં ક્રીઝ પર રહ્યો છે જે 10 ટી-20 ઈન્ટરનેશનલ મેચોની બરાબર છે.

દ્રવિડને બરાબર પહોંચ્યો પુજારા

પુજારા ત્રીજા નંબરે બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયામાં 150થી વધારે રન બનાવનાર બીજા ભારતીય બન્યા છે. આ પહેલાં માત્ર રાહુલ દ્રવીડ જ ત્રીજા નંબરે બેટિગં કરીને ઓસ્ટ્રેલિયામાં 150 કરતાં વધુ રન બનાવી શક્યા છે. દ્રવીડે 2003માં એડિલેટ ટેસ્ટમાં 233 રનની ઈનિંગ રમી હતી.

Read Also

Related posts

મોહન ભાગવતે મમતાનું નામ લીધા વિના માર્યો ટોણો, ‘અન્ય રાજ્યોમાં ક્યાંય આવી સ્થિતિ નથી’

Mayur

જય જગન્નાથના પ્રચંડ ઘોષ સાથે ભગવાન જગન્નાથજીની 142મી જળયાત્રાનો પ્રારંભ

Mayur

આજથી સંસદનું બજેટ સત્ર શરૂ, આ બે મુદ્દા પર રહેશે સમગ્ર ભારતની નજર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!