GSTV
Home » News » INDvAUS: મોહાલીમાં આવતીકાલે ચોથી વન-ડે, આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરશે ટીમ ઇન્ડિયા

INDvAUS: મોહાલીમાં આવતીકાલે ચોથી વન-ડે, આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરશે ટીમ ઇન્ડિયા

ટીમ ઇન્ડિયાએ પાંચ વનડે સીરીઝની રાંચીમાં રમાયેલી ત્રીજી વન ડે મેચમાં ઑસ્ટ્રેલિયા સામે 32 રને કારમા પરાજયનો સામનો કરવો હતો. તે બાદ વિરાટ બ્રિગેડની નજર હવે સીરીઝ જીતવા પર છે. જણાવી દઇએ કે રાંચીમાં વિરાટ સેના સામે  3-0થી સીરીઝ જીતવાની સારી તક હતી, પરંતુ તેઓ ધોનીને તેના હોમગ્રાઉન્ડ પર સીરીઝ જીતવાની ભેટ આપી શકી નહીં. રાંચીમાં જીત્યા બાદ ઑસ્ટ્રેલિયાઈ ટીમ પાસે પણ હજુ સીરીઝ જીતવાની તક છે. ભારત અત્યારે સીરીઝમાં 2-1થી આગળ છે. ચોથી વન ડે આવતીકાલે મોહાલીનાં આઈએસ બિંદ્રા સ્ટેડિયમમાં રમાશે. આવતીકાલની મેચમાં ભારત કેટલાંક મહત્વનાં બદલાવ કરી શકે છે.

ઑપનર:

 ટીમ ઇન્ડિયાનાં ઑપનર ફૉર્મમાં નથી. રોહિત શર્મા અને શિખર ધવનની જોડી છેલ્લી 3 વન ડેમાં ફક્ત 73 રન જ જોડી શકી છે, જે તેમનું સૌથી નિરાશાજનક પ્રદર્શન છે. વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા ટીમ મેનેજમેન્ટ ઑપનિંગમાં કોઇ જ બદલાવ કરવા નહીં ઇચ્છે. આ કારણે તે એકવાર ફરી ધવન અને રોહિત પર વિશ્વાસ રાખશે.

નંબર 3:

 કેપ્ટન વિરાટ કોહલી ખુદ નંબર-3 પર આવશે, જેણે સતત 2 વન ડે મેચોમાં સદી ફટકારી છે. ગત મેચમાં કોહલીએ પોતાની વન ડે કેરિયરનું 41મું શતક ફટકાર્યું હતુ, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહીં. કોહલીએ 95 બૉલમાં 123 રન બનાવ્યા, જેમાં 16 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો.

નંબર 4:

અંબાતિ રાયડૂની વાત કરીએ તો તેને વિશ્વ કપમાં પોતાની જગ્યા પાક્કી કરવા માટે 2 વધારે મેચ મળશે કે કેમ તે મુશ્કેલ છે. રાયડૂ સતત નિષ્ફળ જતા અન્ય ખેલાડીઓને તક મળી શકે છે. રાયડૂનાં નબળા ફૉર્મનો ફાયદો કેએલ રાહુલને મળી શકે છે. જો કે રાહુલે ફક્ત 3 વખત જ વન ડેમાં નંબર 4 પર બેટિંગ કરી છે. ટી-20માં તેણે નબંર-4 પર સારું પ્રદર્શન કર્યું છે. ટી-20માં નંબર-4 પર બેટિંગ કરવા દરમિયાન તેની એવરેજ 87.00 છે.

નંબર 5 અને વિકેટકીપર:

 ઋષભ પંતને આ મેચમાં એમએસ ધોનીની જગ્યાએ સામેલ કરવામાં આવશે તે નક્કી છે, કેમકે માહીને ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી 2 વન ડેમાં આરામ આપવામાં આવ્યો છે. ઋષભ પંત નંબર-5 પર બેટિંગ કરવા માટે ઉતરી શકે છે. સાથે વિકેટકીપિંગની જવાબદારી પણ તેના ઉપર હશે.

નંબર 6:

 કેદાર જાધવે નંબર 6 પર ના ફક્ત બેટિંગ સારી કરી છે, પરંતુ તેણે જરૂરિયાત સમયે બોલિંગથી પણ ટીમમાં મહત્વની ભૂમિકા નીભાવી છે. જાધવની આ ખાસિયત તેની વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં સામેલ કરવાની દાવેદારી મજબૂત બનાવી શકે છે.

ઑલરાઉન્ડર:

વિજય શંકર આ મેચમાં ઑલરાઉન્ડરની ભૂમિકામાં સામેલ હશે, જે મીડિયમ પેસ બૉલિંગની સાથે સાથે 7 નંબર પર ટીમ ઇન્ડિયાની બેટિંગને મજબૂત બનાવી શકે છે.

ફાસ્ટ બોલિંગ:

ફાસ્ટ બોલર્સમાં પણ બદલાવ કરવામાં આવી શકે છે. મોહમ્મદ શમીની જગ્યાએ ટીમમાં ભુવનેશ્વર કુમારને સામેલ કરવામાં આવી શકે છે. જે જસપ્રીત બુમરાહ સાથે ઑસ્ટ્રેલિયા પર ભારે પડશે.

સ્પિન ડિપાર્ટમેન્ટ:

આ મેચમાં રવીન્દ્ર જાડેજાની જગ્યાએ લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને તક મળી શકે છે. જાડેજા આપાવામાં આવેલી તકોનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો. જાડેજા બોલિંગ-બેટિંગ બંનેમાં પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો. રવીન્દ્ર જાડેજાની જગ્યાએ ટીમમાં યુઝવેન્દ્ર ચહલ આવવાથી કુલદીપ યાદવને પણ મદદ મળશે.

Read Also

Related posts

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

પાટણ : ખાળકુવામાં પડી જતા પાંચ મજૂરોના મોત, પાડોશી મહિલાને આઘાત લાગતા તેમનું પણ મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!