GSTV
Home » News » Video: ધોની થઇ ગયો હતો ‘OUT’, ખેલાડી તો ઠીક એમ્પાયરને પણ ખબર ન પડી!

Video: ધોની થઇ ગયો હતો ‘OUT’, ખેલાડી તો ઠીક એમ્પાયરને પણ ખબર ન પડી!

એમએસ ધોની (87) અને કેદાર જાધવ(61)ની ઉત્કૃષ્ટ ઇનિંગના કારણે ટીમ ઇન્ડિયાએ શુક્રવારે ઓસ્ટ્રેલિયાને ત્રીજી વન ડેમાં હરાવીને ઇતિહાસ રચી દીધો છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચની વન ડે સીરીઝ 2-1થી પોતાના નામે કરી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે કચડી નાંખ્યું છે.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. રોહિત શર્મા (9)ને પીટર સિડલે સ્લિપમાં શૉન માર્શના હાથે કેચ આઉટ કરાવીને મહેમાન ટીમને પહેલો ઝટકો આપ્યો.

પહેલી વિકેટ જલ્દી પડી જતાં શિખર ધવન (23) અને કેપ્ટન વિરાટ કોહલી (46)એ સચેત થઇને રમવાનું શરૂ કર્યુ. બંનેએ બીજી વિકેટ માટે 44 રનની પાર્ટનરશીપ કરી અને ટીમનો સ્કોર 50 રનને પાર રહ્યો. સ્ટોઇનિસે પોતાની બોલીંગ સ્પેલની પહેલી જ ઓવરમાં ધવનને આઉટ કરીને ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો આપ્યો. સ્ટોઇનિસે પોતાના બોલ પર ધવનનો સરળ કેચ કર્યો.

અહીં કેપ્ટને ધોનીની સાથે મળીને ટીમ ઇન્ડિયાની ઇનિંગ સંભાળી. બંનેએ ત્રીજી વિકેટ માટે 54 રનની પાર્ટનરશીપ કરી અને સ્કોર 100 રનને પાર પહોંચાડ્યો. પરંતુ પીટર સીડલના બોલ પર ધોનીના બેટની કિનાર પર બોલ અડીને વિકેટકીપર પાસે ગઇ. કીપર એલેક્સ કેરીએ પણ કેચ કરી લીધો. પરંતુ ઓસ્ટ્રેલિયા તરફથી અપીલ કરવામાં ન આવી અને ધોની નૉટ આઉટ જ રહ્યો.

ટીમ ઇન્ડિયાનો સ્કોર 2 વિકેટ પર 109 રન હતો. તે સમયે ટીમ ઇન્ડિયાને 128 બોલ પર 122 રનની જરૂર હતી. ધોનીએ આગળ આવીને શૉ રમવાનો પ્રયાસ કર્યો. કેચ કર્યા બાદ તે કેરી સિડલ તરફ જોવા લાગ્યો. સિડલને પણ લાગ્યું કે બેટ પર બોલ અડતાં રહી ગયો. ધોની ત્યાં જ ઉભો હતો. સિડલ આગામી બોલ નાંખવા માટે આગળ વધ્યો અને આ રીતે ધોની આઉટ થવા છતાં નૉટ આઉટ રહ્યો.

Read Also

Related posts

મહેસાણામાં મેઘરાજાની મ્હેર બાદ ખેડૂતોએ વાવણી શરૂ કરી

Mansi Patel

નવા નવા સાંસદ બનેલા સન્ની દેઓલનું ધારાસભ્ય પદ જોખમમાં, ચૂંટણી જીતવા કરી નાખ્યો અધધધ ખર્ચ

Dharika Jansari

200 કરોડના શાહી લગ્ન: બાહુબલી જેવો ભવ્ય સેટ, 5 કરોડના ફૂલ, ફિલ્મી સ્ટાર્સ વિખેરશે જલવો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!