મેલબર્ન ટેસ્ટ માટે ભારતીય ટીમની ઘોષણા : આ બે ખેલાડીઓને કરાયા બહાર, મયંક અગ્રવાલ કરશે ડેબ્યૂ

બુધવારથી શરૂ થઇ રહેલા બોક્સિંગ ડે ટેસ્ટ માટે ભારતીય ટીમના અંતિમ 11 ખેલાડીઓના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટ્વીટ કરીને ભારતીય ટીમના પ્લેઇંગ ઇલેવનની ઘોષણા કરી છે.

મેલબર્નમાં રમાનાર બોક્સિંગ ડે ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાએ પોતાના પ્લેઇંગ ઇલેવનની ઘોષણા કરી દીધી છે. મોટી ખબર એ છે કે ટીમ ઇન્ડિયાએ કે એલ રાહુલ અને મુરલી વિજયને બહાર કરી દીધા છે. તેવામાં ઇજાગ્રસ્ત પૃથ્વી શૉના સ્થાને ટીમમાં પસંદગી પામેલા કર્ણાટકના બેટ્સમેન મયંક અગ્રવાલને તક આપવામાં આવી છે. સાથે જ રોહિત શર્માને પણ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે. તેઓ બીજી ટેસ્ટમાં ઇજાના કારણે રમી શક્યા ન હતા.

ટીમ ઇન્ડિયાએ પ્લેઇંગ ઇલેવનમાં સ્પિનર તરીકે રવીન્દ્ર જાડેજાને તક આપી છે કારણ કે અત્યારસુધી એર અશ્વિન સ્વસ્થ થયો નથી. પર્થમાં ખરાબ પ્રદર્શનના કારણે ફાસ્ટ બોલર ઉમેશ યાદવને પણ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે.

એટલે કે બોક્સિંગ ડે ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા ત્રણ સ્પેશિયાલીસ્ટ ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, ઇશાંત શર્મા અને જસપ્રીત બુમરાહ સાથે ઉતરશે. સાથે જ જાડેજા અને હનુમા વિહારી પણ સ્પિનના વિકલ્પ હશે.

ટીમ ઇન્ડિયાના પ્લેઇંગ ઇલેવન


વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, હનુમા વિહારી, ચેતેશ્વર પૂજારા, રોહિત શર્મા, રીષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શામી, ઈશાંત શર્મા, જસપ્રીત બૂમરાહ.

ટીમ ઓસ્ટ્રેલિયાના પ્લેઇંગ ઇલેવન


એરોન ફિંચ, માર્કસ હેરિસ, ઉસ્માન ખવાજા, શોન માર્શ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, ટિમ પેન, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન અને જોશ હેજવૂડ.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter