GSTV
Home » News » INDvAUS: ભારતીય ટીમ તંબૂ ભેગી : ઑસ્ટ્રેલિયાએ 146 રને જીતી પર્થ ટેસ્ટ, સીરીઝ 1-1થી સરભર

INDvAUS: ભારતીય ટીમ તંબૂ ભેગી : ઑસ્ટ્રેલિયાએ 146 રને જીતી પર્થ ટેસ્ટ, સીરીઝ 1-1થી સરભર

ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પર્થ ટેસ્ટ 146 રને જીતી લીધી છે. ભારતીય ટીમ 287 રનના ટાર્ગેટનો પીછો કરતાં પાંચમા દિવસે લંચ પહેલાં જ 140 રને સમેટાઇ ગઇ હતી. આ જીત સાથે જ યજમાન ટીમ સીરીઝ 1-1થી સરભર કરી લીધી છે. ચાર ટેસ્ટ મેચની સીરીઝની ત્રીજી ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબર્નમાં રમાશે. ભારે એડિલેડ ટેસ્ટ 31 રને જીતી હતી.

ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્ક અને નાથન લિયોને 3-3 વિકેટ ઝડપી છે. જ્યારે હેઝલવુડ અને કમિન્સે 2-2 વિકેટ ઝડપી છે. પાંચમા દિવસની રમતની શરૂઆતમાં સ્ટાર્કે હનુમા વિહારીને 28 રન પર આઉટ કર્યો. ત્યારે પંત અને ઉમેશ યાદવે સાતમી વિકેટની ભાગીદારીમાં 18 રન જોડ્યા. લાયને પંતને આઉટ કર્યા બાદ સ્ટાર્કે ઉમેશ યાદવને આઉટ કર્યો.

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયા એ પ્રથમ ઇનિંગ્સમાં 326 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 283 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી.

આમ કાંગારૂ ટીમને પ્રથમ ઇનિંગ્સના આધાર પર 43 રનની લીડ મળી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ઇનિંગ્સમાં 243 રન પર સમટાઇ હતી. આમ ભારતને બીજી ટેસ્ટ જીતવા માટે 287 રનનો લક્ષ્ય મલ્યો હતો. લક્ષ્યનો પીછો કરી રહેલી ભારતીય ટીમ 56 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ થઇ ગઇ.

પાંચમા દિવસે ભારતીય ટીમ બેટિંગ કરવા ઉતરી તો તેનો સ્કોર 5 વિકેટે 112 રન હતો. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં છેલ્લા દિવસે બેટિંગ કરવી પડકારજનક હતી. ચોથા દિવસે બેટિંગમાં અણનમ રહેલા રૂષભ પંથ અને હનુમા વિહારીએ આજે પાંચમા દિવસની રમત આગળ ધપાવી હતી. જોકે આ જોડી ટીમ ઈન્ડિયાને ઉગારી શકી નહોતી. હનુમા વિહારી 28 રનના અંગત સ્કોર પર મિશેલ સ્ટાર્કનો શિકાર બન્યો હતો. સ્ટાર્કનો બોલ વિહારીના થાઈપેડને અડીને સ્ક્વેર લેગમાં જઈ કેચ થયો હતો.

બીજા છેડે ઋષભ પંથ પણ 30 રનના અંગત સ્કોરે સ્પિનર નાથય લાયનનો શિકાર બન્યો હતો. પંથ આક્રમક શોટ્સ રમવાના પ્રયાસમાં આઉટ થયો હતો. ત્યાર બાદ તો ટીમ ઈન્ડિયાનો રીતસરનો ધરબડક જ થયો હતો. અંતિમ ચાર ખેલાડીઓએ માત્ર બે રનનું જ યોગદાન આપ્યું હતું. આ બે રન પણ ઉમેશ યાદવે બનાવ્યા હતાં. ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ તો ખાતુ પણ ખોલાવી શક્યા નહોતા. મોહમ્મદ શમી 0 રને અણનમ રહ્યો હતો.

આજે પાંચમા દિવસે માત્ર 70 જ મીનીટમાં ઓસ્ટ્રેલિયાના બોલરોએ ભારતની 5 વિકેટ ખેરવી દીધી હતીએ. ભારતે માત્ર 28 રનમાં જ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

નાથય લાયને પહેલી ઈનિંગમાં 5 વિકેટ હાંસલ કર્યા હતાં. ત્યાર બાદ બીજી ઈનિંગ્સમાં પણ લાયને કમાલ કરી હતી. તેણે કપ્તાન વિરાટ કોહલીની મહત્વની વિકેટ ઝડપી હતી. આમ લાયને ટીમ ઈન્ડિયાની કમર તોડી નાખી હતી.
કપ્તાનના રૂપમાં ટિમ પેને ઓસ્ટ્રેલિયાને પહેલી જીત અપાવી હતી. બૉલ ટેમ્પરિંગ વિવાદ બાદ કાંગારૂ ટીમનો ઘર આંગણે આ પહેલો વિજય હતો. એડિલેડમાં 31 રને પરાજય ખમી ચુકેલી કાંગારૂ ટીમે પર્થમાં શાનદાર કમબેક કરી મેચ પોતાના નામે કરી લીધી હતી.

કાંગારૂ ટીમ 243 રનમાં ઓલઆઉટ

બીજી ઈનિંગમાં ભારતના મોહમ્મદ શમીની ઘાતક બોલિંગના કારણે ઓસ્ટ્રેલિયા ટીમ 243 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ત્યારબાદ ભારતીય ટીમને જીત માટે 287 રનનો લક્ષ્યાંક મળ્યો. ભારતીય ટીમ માટે શમીએ શાનદાર બોલિંગ કરીને 6 વિકેટ પ્રાપ્ત કરી. શમીએ 24 ઓવરમાં 56 રન આપીને 6 વિકેટ લીધી. ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજાએ બીજી ઈનિંગમાં સૌથી વધુ 72 રન બનાવ્યાં.

Read Also

Related posts

તેલુગુ સુપરસ્ટારનાં ફાર્મ હાઉસમાં મળી આવી લાશ, જાણો શું છે આખો મામલો

pratik shah

બનાસકાંઠા : શંકાસ્પદ કોંગો ફીવરના કારણે આઠ વર્ષના બાળકનું મોત થતા ગામ લોકોમાં ફફડાટ

Nilesh Jethva

વડોદરામાં આરટીઓ કચેરી બહાર એજન્ટએ અડિંગો જમાવતા લોકોમાં ભારે રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!