ઓસ્ટ્રેલિયન ટીમનું પ્રદર્શન મજબૂત, ભારતીય ટીમ હાર તરફ

પર્થમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચમાં ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરનારી ઓસ્ટ્રેલિયા પોતાની પ્રથમ ઈનિંગમાં 326 રન પર ઓલઆઉટ થઇ ગઇ. ત્યારબાદ પ્રથમ ઈનિંગ રમ્યા બાદ મેદાનમાં ઉતરનારી ટીમ ઈન્ડિયા 283 રન પર ઑલઆઉટ થઇ ગઇ. આ રીતે પ્રથમ ઈનિંગના આધારે ઓસ્ટ્રેલિયન ટીમને 43 રનની સરસાઇ મળી હતી.

બીજી ઈનિંગમાં ભારતીય ટીમના મોહમ્મદ શમીની તોફાની બોલિંગના કારણે ઓસ્ટ્રેલિયન ટીમ 243 રન પર ઓલઆઉટ થઇ. ત્યારબાદ ભારતીય ટીમને જીતવા માટે 287 રનનો ટાર્ગેટ મળ્યો છે. લક્ષ્યનો પીછો કરીને ટીમ ઈન્ડિયાએ 5 વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા છે. હનુમા વિહારી (24 રન) અને રિષભ પંત (9 રને) રમતમાં છે.

યજમાન ઓસ્ટ્રેલિયાએ ભારતના બીજા દાવમાં પાંચ વિકેટ પ્રાપ્ત કરીને તેને હારની તરફ ધકેલી છે. છેલ્લા દિવસે ભારતે જીતવા માટે 175 રન વધુ બનાવવાના છે. જ્યારે ઓસ્ટ્રેલિયાને જીત માટે પાંચ વિકેટની જરૂર છે. ઓસ્ટ્રેલિયા માટે નાથન લિયોન અને જોશ હેજલવુડે બે-બે વિકેટ લીધી છે. મિશેલ સ્ટાર્કે એક વિકેટ લીધી છે.

બીજા દાવમાં ભારતની બેટિંગ

બીજી ઈનિંગમાં ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી મિશેલ સ્ટાર્કે કેએલ રાહુલને બોલ્ડ કરીને રાહુલે ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત જવુ પડ્યુ હતુ. 13 રનના સ્કોરે હેજલવુડે ચેતેશ્વર પૂજારાને આઉટ કરીને ભારતને બીજો ઝાટકો આપ્યો હતો. પૂજારા ફક્ત 4 રન બનાવી આઉટ થયો હતો. પર્થના આ નવા સ્ટેડિયમની પિચ પર બેટિંગ કરવી ઘણી મુશ્કેલ થઇ ગઇ છે. પિચથી બોલરોને આકાશમાં ઉછાળવાની અને મૂવમેન્ટ મળી રહી છે. નાથન લિયોને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને 17 રને આઉટ કરીને ત્રીજી વિકેટ આપી હતી.

લિયોનની બોલમાં કોહલીએ સ્લિપમાં ઉસ્માન ખ્વાજાને કેચ આપ્યો હતો. વિરાટ કોહલી 17 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ નાથન લિયોને મુરલી વિજયને બોલ્ડ કરી દેતા ભારતને ચોથો ઝાટકો લાગ્યો હતો. વિજયે 20 રન બનાવ્યા. હેજલવુડે ભારતીય ટીમની પાંચમી વિકેટ લીધી હતી, જ્યારે અજિંક્ય રહાણે તેની બોલિંગમાં ટ્રેવિસ હેડને કેચ આપીને બેઠા હતાં. રહાણે 30 રન બનાવીને બેઠા હતાં.

શમીના ‘છક્કા’થી કાંગારૂ ટીમ 243 રનમાં ઓલઆઉટ થઇ

બીજી ઈનિંગમાં ભારતના મોહમ્મદ શમીની ઘાતક બોલિંગના કારણે ઓસ્ટ્રેલિયા ટીમ 243 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ત્યારબાદ ભારતીય ટીમને જીત માટે 287 રનનો લક્ષ્યાંક મળ્યો. ભારતીય ટીમ માટે શમીએ શાનદાર બોલિંગ કરીને 6 વિકેટ પ્રાપ્ત કરી. શમીએ 24 ઓવરમાં 56 રન આપીને 6 વિકેટ લીધી. ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજાએ બીજી ઈનિંગમાં સૌથી વધુ 72 રન બનાવ્યાં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter