GSTV
Home » News » INDvAUS: ત્રીજા દિવસની રમત પૂર્ણ, ઓસ્ટ્રેલિયાએ મેળવી 175 રનની લીડ

INDvAUS: ત્રીજા દિવસની રમત પૂર્ણ, ઓસ્ટ્રેલિયાએ મેળવી 175 રનની લીડ

ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયા પોતાની પહેલી ઇનિંગમાં 326 રન પર સમેટાઇ ગઇ. તે બાદ પહેલી ઇનિંગ રમવા ઉતરેલી ટીમ ઇન્ડિયા 283 રન પર ઓલઆઉટ થઇ ગઇ. આ રીતે પહેલી ઇનિંગના આધારે ઓસ્ટ્રેલિયાને 43 રનની લીડ મળી. ત્રીજા દિવસે રમત પૂરી થવા સુધીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 4 વિકેટ ગુમાવી ચુકી હતી. ઓસ્ટ્રેલિયાએ 132 રન બનાવ્યા. ઉસ્માન ખ્વાજા (41 રન) અને ટિમ પેન (8 રન) ક્રીઝ પર છે.

ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ

બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ સારી શરૂઆત કરી હતી, પરંતુ આંગળીમાં ઈજાને કારણે ફિન્ચ રિયાટર્ડ હર્ટ થઈ ગયો હતો. શમીના બોલ પર ફિંચને આંગળીમાં ઈજા થઈ હતી.

59 રનના કુલ સ્કોર પર બુમરાહે ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઝટકો આપ્યો હતો. જ્યારે તેના બોલ પર માર્કસ હૈરિસ બોલ્ડ થઈ ગયો હતો. તેણે 20 રન બનાવ્યા હતા.

મોહમ્મદ શમીએ શોન માર્શને પંતના હાથે કેચઆઉટ કરાવીને ભારતને બીજી સફળતા અપાવી હતી. માર્શ માત્ર પાંચ રન બનાવી આઉટ થયો હતો.

ભારતને ત્રીજી સફળતા ઈશાંત શર્માએ અપાવી હતી. તેણે પીટર હૈંડ્સકોમ્બ (5)ને એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો.
120 રનના સ્કોર પર શમીએ ટ્રેવિસ હેડને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાની ચોથી વિકેટ ઝડપી હતી. હેડ 19 રન બનાવી આઉટ થયો હતો.

283 રને સમેટાઇ ભારતીય ટીમ

જસપ્રીત બુમરાહ આઉટ થતા જ ભારતીય ટીમ 283 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. બુમરાહને નાથન લોયને આઉટ કર્યો. તેના પહેલા ઋષભ પંત પણ 36 રન કરીને આઉટ થઈ ગયો. ઈશાંત શર્મા પણ 1 રન કરીને આઉટ થઈ ગયો હતો. આમ ભારતનો પહેલો દાવ 105.5 ઓવરોમાં 283 રન પર સમેટાઈ ગયો. ઓસ્ટ્રેલિયાને આ સાથે 43 રનની મહત્વની લીડ મળી ગઈ છે.

ત્રીજા દિવસની રમત

ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસની રમતની શરૂઆત સ્પિન એટેકથી કરી હતી. તેણે પોતાના સ્પીનર નાથન લોયનને પહેલી ઓવર આપી. જે સફળ પણ જોવા મળી. પહેલી ઓવરના બીજા જ બોલ પર વિરાટ કોહલીએ એક રન લીધો હતો. લોયને ત્રીજા દિવસની પહેલી જ ઓવરમાં અજિંક્ય રહાણેને 51 રને આઉટ કર્યો. ત્યારબાદ કોહલીને સાથ આપવા માટે હનુમા વિહારી મેદાનમાં આવ્યો. વિરાટ કોહલીએ પોતાની 25મી સદી ફટકારી છે. આ સાથે જ ભારતનો સ્કોર 200ને પાર ગયો છે. જો કે ભારતને તરત પાંચમો ઝટકો લાગ્યો છે. હનુમા વિહારી 20 રન કરીને આઉટ થઈ ગયો. વિરાટ કોહલી 123 રન બનાવીને આઉટ થઈ જતા ભારતીય ટીમ મુશ્કેલીમાં જોવા મળી રહી છે. ફર્સ્ટ સેશનમાં ભારતે મોહમ્મદ સમીના સ્વરૂપમાં સાતમી વિકેટ પણ ગુમાવી દેતા ગોલ્ડન ડક પર આઉટ થયો. ભારતનો સ્કોર હાલ સાત વિકેટના નુકસાન પર 252 રન થયા છે.

કેપ્ટન કોહલીની સદી

30 વર્ષીય વિરાટે ઓસ્ટ્રેલિયાના ધરતી પર રવિવારે એક મોટી ઉપલબ્ધી હાંસેલ કરી છે. જેના કારણે તે ફરી ચર્ચામાં આવ્યો છે.પર્થ ટેસ્ટના બીજા દિવસે 82 રન બનાવીને કેપ્ટન કોહલીએ ત્રીજા દિવસે 18 રન બનાવતાં જ પોતાની 25મી સદી પૂરી કરી, જે એકદમ ખાસ છે. આ સદીના કારણે તેણે ફક્ત ભારતને જ મજબૂત સ્થિતી નથી અપાવી પરંતુ તેણે ફરી એકવાર સાબિત કર્યુ છે કે તે આ દોરના ક્રિકેટરોમાં સૌથી આગળ છે.

વિરાટે ઓસ્ટ્રેલિયાના સર ડોન બ્રેડમેન બાદ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 25 સદી પૂર કરી છે. બ્રેડમેન 70 વર્ષ પહેલાં ફક્ત 68 ઇનિંગ્સમાં 25 સદી પૂરી કરી હતી. વિરાટે 127 ઇનિંગ્સમાં પોતાની 25 સદી પૂરી કરી.

બે દિવસની રમત

ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસના રમતમાં 6 વિકેટ ગુમાવીને 277 રન કર્યા હતાં. બીજા દિવસે તેની ઈનિંગ 326 રન પર સમેટાઈ ગઈ. ત્યારબાદ ભારતે રમત પૂરી થઈ ત્યાં સુધીમાં 3 વિકેટના નુકસાને 172 રન કર્યા હતાં. હવે ભારતની ટીમ પહેલા દાવમાં ઓસ્ટ્રેલિયાના સ્કોરથી 154 રન પાછળ છે. તેની પાસે હજુ વિકેટો છે. એટલે કે મેચમાં બંને ટીમો પાસે પોતાની પકડ મજબુત કરવા માટે સારી તક છે. મેચ રોમાન્ચની તમામ હદ પાર કરવા માટે તૈયાર છે.

Read Also

Related posts

આવા લગ્ન કોણ કરે! આ ભાઇએ ‘ખતરો કે ખિલાડી’ સ્ટાઇલમાં ગર્લફ્રેન્ડને બનાવી જીવનસાથી, ધબકારો ચુકી જવાય એવી છે તસવીરો

Bansari

અફઘાનિસ્તાનમાં સતત ત્રીજા દિવસે નરસંહાર : બે હુમલામાં 29નાં મોત

Mayur

ગુલાબજળ સાથે આ એક વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાવો, 7 જ દિવસમાં ગાયબ થઇ જશે ખિલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!