GSTV
Home » News » INDvAUS: પર્થ ટેસ્ટના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 277/6, ઇશાંત-હનુમાની ઘાતક બોલીંગ

INDvAUS: પર્થ ટેસ્ટના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 277/6, ઇશાંત-હનુમાની ઘાતક બોલીંગ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી ઇનિંગમાં પહેલા દિવસની રમત પૂરી થવા સુધી 277/6 (90 ઓવર) રન બનાવ્યાં છે. કેપ્ટન ટિમ પેન (16) અને પેંટ સમિસ(11) ક્રીઝ પર છે. ભારત તરફથી અત્યાર સુધીમાં હનુમા વિહારીએ બે વિકેટ ઝડપી છે જ્યારે ઇશાંત શર્માના ખાતામાં પણ 2 વિકેટ છે. જસપ્રીત બુમરાહ અને ઉમેશ યાદવને 1-1 સફળતા મળી છે.

દિવસની અંતિમ અને છઠ્ઠી વિકેટ ટ્રેવિસ હેડ (58 રન)ની હતી, જેને ઇશાંત શર્માએ મોહમ્મદ શમીના હાથે કેચ કરાવ્યો. 251ના સ્કોર પર ઓસ્ટ્રેલિયાની છઠ્ઠી વિકેટ પડી. હેડે હાલની સીરીઝમાં બીજી અને ટેસ્ટ કરિયરની ત્રીજી સદી ફટકારી છે.

શોન માર્શ (45)ને હનુમા વિહારીએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. અંજ્કિય રહાણેએ સ્લિપમાં કેચ ઝડપ્યો હતો. 232ના સ્કોર પર ઓસ્ટ્રેલિયાએ પાંચમી વિકેટ ગુમાવી હતી. શોન માર્શ અને હેડ વચ્ચે પાંચમી વિકેટની 84 રનની ભાગીદારી થઈ હતી. ભાતર તરફથી હનુમા વિહારીએ બે વિકેટ ઝડપી છે, જ્યારે જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ અને ઈશાંત શર્માને 1-1 સફળતા મળી છે.

ટી બ્રેક બાદ પીટર બૈંડસ્કોમ્બ (7)ને વિરાટ કોહલીએ બીજી સ્લિપ પર શાનદાર કેચ કર્યો હતો. ઈશાંત શર્માએ ભારતને ચોથી સફળતા અપાવી હતી. 148ના સ્કોર પર કાંગારૂએ આ વિકેટ ગુમાવી હતી.

લંચ બાદ ઓસ્ટ્રેલિયાએ પોતાની બેટિંગ શાનદાર રીતે આગળ વધારી હતી. આ દરમિયાન ઓપનર માર્કસ હૈરિસે ઈનિંગની 30મી ઓવરમાં પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ અડધી સદી પૂરી કરી હતી. આ બંન્ને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 100 રનની ભાગીદારી પણ કરી હતી. ઈનિંગની 35મી ઓવરમાં ફિન્ચે તેના ટેસ્ટ કરિયરની બીજી અડધી સદી પૂરી કરી હતી. પરંતુ ત્યારબાદ મેચની 36મી ઓવરમાં બુમરાહે ફિન્ચને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ ઉસ્માન ખ્વાજા ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો. તેણે માત્ર પાંચ રન બનાવ્યા હતા.

લંચ બાદ ભારતીય બોલરોએ શાનદાર વાપસી કરી હતી. રોહિત શર્માના સ્થાને ટીમમાં રમી રહેલા હનુમા વિહારીએ સેટ થઈ ગયેલા ઓપનર માર્કસ હૈરિસ (70) રન પર આઉટ કરીને ભારતને મોટી સફળતા અપાવી હતી. હૈરિસે 141 બોલની ઈનિંગ દરમિયાન 10 ચોગ્ગા ફટકાર્યા હતા.

આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમે પોતાની અંતિમ ઈલેવનમાં બે ફેરફાર કર્યા છે. રોહિત શર્માની જગ્યાએ હનુમા વિહારી અને અશ્વિનના સ્થાને ઉમેશ યાદવનો સમાવેશ કરાયો છે. ભારતીય ટીમ ચાર ફાસ્ટ બોલરો સાથે ઉતરી છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની અંતિમ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. ભારતીય ટીમ સિરીઝમાં 2-0ની લીડ મેળવવા માટે મેદાને ઉતરી છે. ભારતીય ટીમે એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 31 રને હરાવી શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી.

ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ શરૂ

ઓસ્ટ્રેલિયા તરફથી માર્કસ હૈરિસ અને એરોન ફિન્ચે ઈનિંગની શરૂઆત કરી છે. ભારત તરફથી ઈશાંત શર્મા પ્રથમ ઓવરમાં બોલિંગ કરી રહ્યો છે.

વાકાના જૂના મેદાનની પિચ હંમેશા ફાસ્ટ બોલરોને અનુકૂળ માનવામાં આવતી હતી અને અહીં નવા મેદાન પર પણ આ પરંપરાને યથાવત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સ્ટેડિયમ પર આ પ્રથમ ટેસ્ટ મેચ છે. પિચ પર ઘાસ હોવાથી બંન્ને ટીમોએ પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો છે.

Read Also

Related posts

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel

એક વાઘણ માટે લડી પડ્યા બે વાઘ… લવ ટ્રાયંગલમાં આવ્યો રસપ્રદ ટ્વીસ્ટ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!