GSTV
Home » News » INDvAUS : લંચ સુધી ઓસ્ટ્રેલિયા 66/0, ફિંચ-હેરિસ વિકેટ બચાવવામાં સફળ

INDvAUS : લંચ સુધી ઓસ્ટ્રેલિયા 66/0, ફિંચ-હેરિસ વિકેટ બચાવવામાં સફળ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ભારતના ચારેય ફાસ્ટ બોલર વિકેટ ઝડપવામાં અસફળ રહ્યાં છે.ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી ઇનિંગમાં લંચ સુધી 26 ઓવરોમાં 66/0 રન બનાવ્યાં છે. ઓપનિંગ બેટ્સમેન એરોન ફિંચ (28) એમો માર્કસ હેરિસ (36)ક્રીઝ પર છે. ઓસ્ટ્રેલિયાએ 15મી ઓવરમાં ઇનિંગની અડધી સદી પૂરી કરી.

ફક્ત બીજી ટેસ્ટ રમી રહેલા 26 વર્ષીય હેરિસે અત્યાર સુધીમાં 6 સિક્સર ફટકારી છે. ઇનિંગની સાતમી ઓવરમાં હેરિસે ઇશાંત શર્માની બોલીંગમાં સતત 2 ચોગ્ગા ફટકાર્યા.

આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમે પોતાની અંતિમ ઈલેવનમાં બે ફેરફાર કર્યા છે. રોહિત શર્માની જગ્યાએ હનુમા વિહારી અને અશ્વિનના સ્થાને ઉમેશ યાદવનો સમાવેશ કરાયો છે. ભારતીય ટીમ ચાર ફાસ્ટ બોલરો સાથે ઉતરી છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની અંતિમ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.ભારતીય ટીમ સિરીઝમાં 2-0ની લીડ મેળવવા માટે મેદાને ઉતરી છે. ભારતીય ટીમે એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 31 રને હરાવી શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી.

ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ શરૂ

ઓસ્ટ્રેલિયા તરફથી માર્કસ હૈરિસ અને એરોન ફિન્ચે ઈનિંગની શરૂઆત કરી છે. ભારત તરફથી ઈશાંત શર્મા પ્રથમ ઓવરમાં બોલિંગ કરી રહ્યો છે.

વાકાના જૂના મેદાનની પિચ હંમેશા ફાસ્ટ બોલરોને અનુકૂળ માનવામાં આવતી હતી અને અહીં નવા મેદાન પર પણ આ પરંપરાને યથાવત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સ્ટેડિયમ પર આ પ્રથમ ટેસ્ટ મેચ છે. પિચ પર ઘાસ હોવાથી બંન્ને ટીમોએ પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો છે.

ટીમ

ભારતીય ટીમઃ વિરાટ કોહલી, મુરલી વિજય, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અંજ્કિય રહાણે, હનુમા વિહારી, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.

ઓસ્ટ્રેલિયન ટીમઃ એરોન ફિન્ચ, માર્કસ હૈરિસ, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પીટર હૈંડ્સકોમ્બ, ટ્રેવિસ હેડ, ટિમ પેન (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, પૈટ કમિન્સ, નાથન લાયન, જોશ હેઝલવુડ.

Read Also

Related posts

વેસ્ટઇન્ડીઝમાં ન ચાલ્યા આ 4 ખેલાડીઓ તો, કાયમ માટે કપાઇ જશે પત્તુ

NIsha Patel

જિયો લોન્ચ કરશે નવો પ્રોજેક્ટ, વપરાશકર્તાને થશે અનેક ફાયદા

Dharika Jansari

મુંબઈમાં ભારે વરસાદના કારણે લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનને અસર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!