GSTV
Home » News » ઋષભ પંતના આ નિર્ણયમાં જોવા મળી ધોનીની ઝલક, વિશ્વાસ ન હોય તો જોઇ લો Video

ઋષભ પંતના આ નિર્ણયમાં જોવા મળી ધોનીની ઝલક, વિશ્વાસ ન હોય તો જોઇ લો Video

વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે. પંતે હજુ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી છે પરંતુ તે પોતાના પ્રદર્શનથી અમીટ છાપ છોડવામાં સફળ રહ્યો છે. ઑસ્ટ્રેલિયા સામે બીજી ટી-20માં પંતે પોતાના એક નિર્ણયથી ફરી એકવાર સાબિત કરી દેખાડ્યુ છે કે તે ધોનીની કમી પૂરી કરી શકે છે.

જણાવી દઇએ કે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ ટી-20 મેચ માટે ધોનીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. અનુભવી ધોનીને ટીમમાં સ્થઆન ન આપવાના નિર્ણય સામે સિલેક્ટર્સ પર સવાલો ઉભા થયાં હતા. જો કે હવે લાગી રહ્યું છે કે પંત આ જવાબદારીને ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યો છે. તેની ઝલક મેલબર્નમાં રમાયેલી બીજી ટી-20 દરમિયાન જોવા મળી. આ મેચમાં પંતની એક સલાહ ભારતની તરફેણમાં સાચી સાબિત થઇ અને ટીમ પોતાનો રિવ્યુ ગુમાવવાથી બચી ગઇ.

no drs_edit_0 from glen maxwekk on Vimeo.

મેચમાં ભારતીય બોલર સંપૂર્ણ રીતે હાવી હતાં અને યજમાન બેટ્મેનનો ટકવાની કોઇ તક આપતા ન હતાં. ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ 62 રન પર પેવેલિયન ભેગા થઇ ગયા હતાં જે બાદ બેટિંગ માટે ક્રિઝ પર એલેક્સ કેરી આવ્યો. કેરી કુલદીપ યાદવના બોલ પર પાછળની તરફ મારવાની ફરાકમાં ભૂલ કરી બેઠો અને બોલ તેના કાંડા પર વાગીને વિકેટકીપરના હાથમાં આવી ગયો.

પંત સહિત અનેક ફિલ્ડર્સે આઉટની અપીલ કરી પરંતુ અંપાયરે તેમની આ અપીલ નકારી. તે બાદ રિવ્યુ લેતા પહેલા પંત, કોહલી અને રોહિત શર્મા વચ્ચે વાતચીત થઇ અને આ ચર્ચા બાદ ભારતે રિવ્યુ ન લીધો જે યોગ્ય નિર્ણય સાબિત થયો. રિપ્લેમાં જોવા મળે છે કે બોલ કેરીના હાથ પર નહી પરંતુ કાંડા પર વાગ્યો હતો. જણાવી દઇએ કે ધોની દ્વારા રિવ્યુ લેવાની સલાહ હંમેશા ભારતની તરફેણમાં હોય છે. તેથી જ તેને ધોની રિવ્યુ સિસ્ટમ પણ કહેવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને સીડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી ત્રીજી અને અંતિમ વન ડે તથા અંતિમ ટી-20 મુકાબલામાં 6 વિકેટે હરાવીને 3 મેચની ટી-20 સીરીઝ 1-1થી સરભર કરી છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા ઑસ્ટ્રેલિયાની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યાં. ટીમ ઇન્ડિયા માટે કેપ્ટન કોહલીએ 41 બોલમાં અણનમ 61 રનની શાનદાર ઇનિંગ રમી. કોહલીએ ઇનિંગમાં 4 શાનદાર ચોક્કા અને 2 ગગનચુંબી સિક્સર પણ ફટકારી હતી. કોહલીએ 65મા ટી-20 મેચમાં કરિયરની 19મી અડધી સદી ફટકારી છે. આ ઉપરાંત શિખર ધવને (41) પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ઑસ્ટ્રેલિયાએ અગાઉ પ્રથમ ટી-20 મેચ જીતીને 1-0થી લીડ મેળવી હતી અને બીજી મેચ વરસાદના કારણે રમી શકાઇ ન હતી. ત્રીજી મેચમાં ભારતે જીતીને સીરીઝ 1-1થી સરભર કરી લીધી છે.

Read Also

Related posts

કોલકતા ટીમ જીતેલી બાજી હારી જતા ચોધાર આંસુએ રડવા માંડી ચીયરલીડર

Path Shah

મોદી સિવાય વારાણસીથી ભાજપના વધુ એક ઉમેદવારે ભર્યુ ફોર્મ, જાણો કારણ

Mansi Patel

ક્યુબન ગર્લ એના ડે અર્માસ ,ડેનિયલ ક્રેગની આગામી બોન્ડ ગર્લ હશે

Path Shah