GSTV
Home » News » વન ડેના બ્રેડમેન કોહલીએ ફટકારી 40મી સદી, ‘ક્રિકેટના ભગવાન’ને પણ છોડ્યા પાછળ

વન ડેના બ્રેડમેન કોહલીએ ફટકારી 40મી સદી, ‘ક્રિકેટના ભગવાન’ને પણ છોડ્યા પાછળ

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી જ્યારે ફુલ ફોર્મમાં હોય છે ત્યારે કોઇને કોઇ રેકોર્ડ પોતાના નામે કરી જ લે છે. મંગળવારે ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં રમાયેલી બીજી વનડે મેચમાં તેણે પોતાની 40મી વન ડે ઇન્ટરનેશનલ સદી ફટકારી છે.

આ સાથે જ વિરાટ કોહલીએ પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના સૌથી ઓછી ઇનિંગ્સમાં 40 વન ડે ઇન્ટરનેશનલ સદી ફટકારવાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

40 વન ડે સદીના રેકોર્ડ સુધી પહોંચવા માટે 30 વર્ષના કોહલીએ 224 વન ડેની 216 ઇનિંગ્સ રમી છે. જ્યારે ભારતના પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે 364 વન ડે ઇન્ટરનેશનલ મેચ રમીને 40 સદી ફટકારવાનો રેકોર્ડ સર્જ્યો હતો.

virat kohali

સચિને પોતાની 40 વન ડે સદીથી 49મી વન ડે સદી સુધી પહોંચવા માટે 6 વર્ષ ક્રિકેટ રમી હતી. આ દરમિયાન સચિને 9 સદી ફટકારી. 49મી વન ડે સદી ફટકારી તે સમયે સચિન 39 વર્ષના હતા. આ રેકોર્ડ તોડવા માટે કોહલીને કેટલો સમય લાગશે તે જોવું રહ્યું.

2015ના વર્લ્ડ કપ બાદ કોહલીએ 18 વન ડે ઇન્ટરનેશનલ સદી ફટકારી છે. 30 વર્ષના કોહલી આ સમયે સચિનના 49 વન ડે સદીના રેકોર્ડને તોડવાથી ફક્ત 10 સદી દૂર છે. તેવામાં 30 વર્ષીય કોહલી આગામી 2-3 વર્ષના ક્રિકેટમાં જ સચિનના વન ડે રેકોર્ડને પાછળ છોડી દેશે.

વિરાટે પોતાના 11 વર્ષના વન ડે કરિયરમાં 40 વન ડે સદી ફટકારવામાં સફળ રહ્યો છે. એટલે કે તે દર વર્ષે ઓછામાં ઓછી 3 સદી ફટકારે છે. 216 વન ડે ઇનિંગ્સમાં 60.02ની શાનદાર સરેરાશ અને 40 સદી સાથે કોહલીએ 10683 રન બનાવ્યાં છે.

Read Also

Related posts

છત્રી-રેઈનકોટ તૈયાર રાખજો, આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે

Mayur

સરકારી હોસ્પિટલમાં ઓપરેશન કરાવી કમલનાથે બેસાડ્યો દાખલો, શિવરાજે માર્યો ગજબ ટોણો

NIsha Patel

પહેલી જીતની શોઘમાં અફઘાનિસ્તાન, આજે બાંગ્લાદેશને આપશે ટક્કર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!