GSTV
Home » News » INDvAUS: ટીમ ઇન્ડિયા આજે ઓસ્ટ્રેલિયાને હરાવે તો પણ આમા તો કાંગારૂઓ કરતાં પાછળ જ રહેશે

INDvAUS: ટીમ ઇન્ડિયા આજે ઓસ્ટ્રેલિયાને હરાવે તો પણ આમા તો કાંગારૂઓ કરતાં પાછળ જ રહેશે

India and Australia

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે બીજી વનડે રમવાની છે. હૈદરાબાદની પહેલી વનડે વખતે એવું લાગી રહ્યું હતું કે ભારતને રનચેઝ કરવામાં મુશ્કેલી પડશે, જોકે કેદાર જાધવ અને એમએસ ધોનીએ બાજી સંભાળી લીધી હતી.  ભારત અત્યાર સુધીમાં 962 વનડે રમ્યું છે. તેમાંથી 499 મેચ જીતી છે અને 414માં હારનો સામનો કર્યો છે. 9 મેચમાં ટાઈ પડી હતી, જયારે 40 મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું.

ભારત આજે નાગપુરની મેચ જીતે તો 500 મેચ જીતનારી બીજી ટીમ બનશે. આ સિદ્ધી હજુ પણ ઓસ્ટ્રેલિયાના નામે છે. કારણ કે 500 મેચ જીતનાર પ્રથમ ટીમ ઓસ્ટ્રેલિયા છે. તેથી જો આજે ભારત કાંગારૂઓને હરાવે તો પણ આ મામલે ઓસ્ટ્રેલિયા કરતાં પાછળ જ રહેશે.

ભારત નાગપુર ખાતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણેય મેચ જીત્યું છે. ભારત 2009માં 99 રને, 2013માં 351 રનચેઝ કરતા 6 વિકેટે અને 2017માં 7 વિકેટે જીત્યું હતું. ઓસ્ટ્રેલિયા અહીંયા ન્યુઝીલેન્ડ સામે 2011ની વર્લ્ડકપ મેચમાં જીત્યું હતું.નાગપુર ખાતે મહેન્દ્રસિંહ ધોનીએ સૌથી વધુ રન કર્યા છે. તેણે 4 ઈનિંગ્સમાં 2 સદી સહિત 268 રન કર્યા છે.

2009માં આ મેદાન પર રમાઇ હતી પ્રથમ મેચ

ભારતે આ ખૂબસુરત મેદાન પર 2009માં ઓસ્ટ્રેલિયા સામે પોતાની પહેલી મેચ રમી હતી. તે મેચમાં ભારતે 99 રને ઓસ્ટ્રેલિયાને માત આપી હતી અને અહીં ધોનીએ 124 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે બાદ ભારત તે વર્ષે ડિસેમ્બરમાં શ્રીલંકા સામે રમ્યુ હતું. ધોનીએ ફરી એકવાર અહીમ પોતાના બેટનો જાદુ દેખાડતાં 107 રન ફટકાર્યા હતા. જો કે આ મેચ ભારત 3 વિકેટે હાર્યુ હતું.


ધોની કરી શકે છે કમાલ

જો ધોની આ મેદાનમાં ધમાકેદાર બેટિંગ કરે તો તે ક્રિકેટના તમામ ફોર્મેટમાં 17 હજાર રન પૂરા કરી લેશે. સાથે જ તેંડુલકર, દ્રવિડ, કોહલી, ગાંગુલી અને સહેવાગ બાદ આ સિદ્ધી મેળવનાર તે છઠ્ઠો બેટ્સમેન બની જશે.

2017માં પણ ઓસ્ટ્રેલિયા હાર્યુ હતું

આ મેદાન પર ભારતે 2017માં ઓસ્ટ્રેલિયાનો સામનો કર્યો હતો અને તેને સાત વિકેટે હરાવ્યું હતુ. તે મેચમાં ભારત તરફથી રોહિત શર્માએ 125 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ મેદાનમાં આ કોઇપણ ભારતીયનો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે. ભારતે 2009માં ઓસ્ટ્રેલિયા સામે સાત વિકેટે 354 રન બનાવ્યાં હતાં જે આ મેદાન પર સર્વોચ્ચ સ્કોર હતો.

Read Also

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નાસાએ મંગળની ધરતી પર પ્રથમ વખત ધરતીકંપ નોંધ્યો

Path Shah

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar