GSTV
Home » News » INDvAUS: નાગપુર વનડેમાં કાંગારૂઓ સામે ટીમ ઇન્ડિયાની જીત છે નિશ્વિત, આ છે મોટુ કારણ

INDvAUS: નાગપુર વનડેમાં કાંગારૂઓ સામે ટીમ ઇન્ડિયાની જીત છે નિશ્વિત, આ છે મોટુ કારણ

Team India

ટીમ ઇન્ડિયા પર બે ટી-20 મેચની સીરીઝમાં 2-0થી શરમજનક હાર બાદ ઘણું દબાણ હતું. પરંતુ તેણે પાંચ વન ડે મેચમાં સીરીઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટથી હરાવીને સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. જ્યારે સીરીઝની બીજી મેચ મંગળવારે નાગપુરમાં રમાશે.

આ મેદાનમાં કાંગારૂઓની ટીમે યજમાનની સામે ત્રણ મેચ રમી છે અને ત્રણેય મેચમાં તેને હાર મળી છે. આ જ કારણ છે કે વિરાટ સેનાને સીરીઝમાં 2-0થી લીડ મળે તેવી પૂરી શક્યતા છે.

પ્રથમ મેચમાં રોહિત શર્મા(37), વિરાટ કોહલી (44), મહેન્દ્ર સિંહ ધોની (51 અણનમ), અને કેદાર જાધવે (81 અણનમ) દમ દેખાડીને સાબિત કર્યુ કે ટીમ પોતાના મિશન વર્લ્ડ કપ તરફ યોગ્ય રીતે આગળ વધી રહી છે. આખરે 99 રન પર ટૉપની ચાર વિકેટ ગુમાવ્યા બાદ ધોની અને કેદારે પાંચવી વિકેટ માટે 141 રનની પાર્ટનરશીપ કરી ભારતનો વિજય નિશ્વિત બનાવ્યો. તેનાથી ભારતના મિડલ ઓર્ડરને લઇને પણ શુભ સંકેત મળ્યાં છે.

નિશ્વિતરૂપે ધોનીએ એકવાર ફરીથી સાબિત કર્યુ કે તેને શા માટે દુનિયાનો સર્વશ્રેષ્ઠ ફિનિશર કહેવામાં આવે છે. સાથે જ જાધવના રૂપમાં પણ ભારતને એક નવો ફિનિશર મળ્યો. જે ધોનીનું સ્થાન લેવા સક્ષમ  છે.  આ બંનેએ ઓસ્ટ્રેલિયામાં પણ ભારતને મુશ્કેલ સ્થિતીમાંથી બહાર લાવતાં વિજયી બનાવી હતી. જ્યારે કાંગારૂઓની ટીમ પણ પ્રથમ મેચ હાર્યા બાદ વળતો પ્રહાર કરવા સજ્જ છે. જેથી વર્લ્ડ કપમાં મજબૂત મનોબળ સાથે ઉતરી શકાય.

Read Also

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar

આ રાજનિતી છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

Riyaz Parmar