GSTV
Home » News » INDvAUS: ધોનીએ કાચબાની સ્પીડે કરી બેટિંગ, ‘માહી’ના નામે સૌથી શરમજનક રેકોર્ડ

INDvAUS: ધોનીએ કાચબાની સ્પીડે કરી બેટિંગ, ‘માહી’ના નામે સૌથી શરમજનક રેકોર્ડ

ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે પહેલી જ ટી-20માં 3 વિકેટે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. વિશાખાપટ્ટનમમાં મેચનો નિર્ણય અંતિમ બોલ પર થયો. મેચમાં કેએલ રાહુલની શાનદાર હાફ સેન્ચુરી સિવાય ટીમ ઇન્ડિયાના બેટ્સમેને ધબડકો જ વાળ્યો. જેના કારણે ટીમનો સ્કોર 126 રન સુધી સિમિત રહ્યો. એક સમય એવો હતો કે એવું લાગી રહ્યું હતું કે ટીમનો સ્કોર 160-170 આસપાસ પહોંચી જશે. તેવામાં સ્લૉગ ઓવર્સમાં વિકેટ ગુમાવવા અને ધોનીની સ્લો બેટિંગના કારણે સ્કોર ફક્ત 126 રન સુધી સિમિત રહ્યો.

મેચમાં ભારત સતત વિકેટ ગુમાવી રહ્યું હતું પરંતુ ધોની હજુ પણ ક્રીઝ પર હતો. જેના કારણે એક મજબૂત ટોટલની આશા હતી. સ્લૉગ ઓવર શરૂ થઇ અને પૂંછડિયા બેટ્સમેન ઉમેશ યાદવ ક્રીઝ પર આવી ચુક્યો હતો. ધોનીએ શરૂઆતમાં મોટા શૉટ્સ રમવાના પ્રયાસ કર્યા પરંતુ બોલ કનેક્ટ થઇ ન શક્યા. જેના કારણે તેણે સિંગલ્સથી કામ ચલાવવું પડ્યુ. પરંતુ તે વધુ સમય ક્રીઝ પર ટકી ન શક્યો.

સતત મિસ થયા શૉટ

ઉમેશના આઉટ થયાં બાદ ધોનીએ સંપૂર્ણ રીતે બેટિંગની જવાબદારી ઉપાડી લીધી. રિચર્ડસનની 18મી ઓવરમાં ધોની મોટા શૉટ્સ ફટકારવામીં નિષ્ફળ રહ્યો અને અંતમાં તેણે ચોથા બોલ પર સિંગલ લઇને યુજવેનદ્ર્ ચહલને સ્ટ્રાઇક આપી. 19મી ઓવરમાં પણ ધોની જ સ્ટ્રાઇક પર હતો. કમિન્સની બીદી બોલ પર રન લીધા બાદ 5મા બોલ પર સિંગલમાં સંતોષ કરવો પડ્યો.

અંતિમ ઓવરમાં પણ રન ન આવ્યાં

ઇનિંગ્સની અંતિમ ઓવરમાં ધોનીએ ચહલને સિંગલ લેવા માટે ઇનકાર કર્યો અને બીજા બોલ પર સિક્સર ફટકારી. 9મી ઓવર બાદ ભારતની આ પહેલી બાઉન્ડ્રી હતી. પરંતુ તે પછી ધોની લાચાર નજરે પડ્યો. તેના પરિણામે અંતિમ 12 ઓવરમાં ભારતે ફક્ત 61 રન બનાવ્યાં. એક સમયે 22 બોલ પર 19 રન બનાવી ચુકેલા ધોની અંતે 37 બોલમાં 29 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.

ધોનીના નામે શરમજનક રેકોર્ડ

આ સાથે જ ધોની ભારત માટે બીજી સૌથી ધીમી ઇનિંગ (35 બોલથી વધુની ઇનિંગ) રમનાર બેટ્સમેન બની ગયો છે. આ કોઇપણ ભારતીયની ઇન્ટરનેશનલ મેચમાં સૌથી ધીમી બેટિંગ (37 બોલમાં 29 રન) છે. રવિન્દ્ર જાડેજાએ 2009માં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્ઝ સ્ટેડિયમમાં 35 બોલ પર 71.42ના સ્ટ્રાઇક રેટથી 25 રન બનાવ્યાં હતા.

Read Also

Related posts

ગુજરાતનાં CM વિજય રૂપાણીનાં કાફલાને અકસ્માત નડ્યો,અંબાજીથી પરત ફરતા બની ઘટના

Riyaz Parmar

ભાવનગરમાં ગુંગળાઈ જવાથી ત્રણનાં મોત,પાણીનાં સેમ્પલ લેવા જતા બની ઘટના

Path Shah

દુનિયા 8 અજાયબ વૃક્ષો જેમાં છે જેલ, સુરંગ અને દરવાજા

Path Shah