GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

ઓસ્ટ્રેલિયાએ 35 રનોથી ભારતને હરાવ્યું, શ્રેણી 3-2થી જીતી

ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને દિલ્હીના ફિરોજ શાહ કોટલા મેદાન પર 5મી અને અંતિમ વન-ડેમાં 35 રનોથી હરાવ્યું. મહેમાન ટીમે પ્રથમ બેટિંગ કરીને નિર્ધારીત 50 ઓવરોમાં 9 વિકેટ ગુમાવીને 272 રનનો સ્કોર ઉભો કર્યો. જવાબમાં ભારતીય ટીમ નિરંતર સમયે વિકેટ ગુમાવતી રહી અને વિકેટ ગુમાવીને 237 રન બનાવ્યાં. આ જ રીતે કેપ્ટન વિરાટ કોહલીને હોમ ગ્રાઉન્ડ પર 35 રનની હારની સાથે સીરીઝ પણ ગુમાવવી પડી. શ્રેણીના પહેલા બે મુકાબલા ભારતે જીત્યા હતાં, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમે ધમાકેદાર વાપસી કરીને સતત 3 મેચ જીતીને સીરીઝ પર 3-2થી પ્રભુત્વ જમાવ્યું.

ભારતની ખરાબ શરૂઆત, શિખર-વિરાટ સસ્તામાં આઉટ

273 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ કંગાળ રહી હતી. ભારતીય ટીમે લોકલ બૉય શિખર ધવનના રૂપમાં 5મી ઓવરમાં પ્રથમ ઝાટકો લાગ્યો. શિખર ધવન અને વિરાટ કોહલી અનુક્રમે 15 બોલમાં 12 રન અને 22 બોલમાં 20 રન ખૂબ જ સસ્તામાં આઉટ થયા હતાં. રીષભ પંત અને વિજય શંકર પણ અનુક્ર્મે 16 બોલમાં 16 રન, 21 બોલમાં 16 રન કરી આઉટ થયાં હતાં અને રમતમાં નિષ્ફળ રહ્યા હતાં. તો ભારતીય ટીમ તરફથી સૌથી વધારે રોહિત શર્માએ 89 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 56 રન કર્યા હતાં. જોકે, જામ્પાની બોલિંગમાં તેઓ આઉટ થયા હતાં. ત્યારબાદ કેદાર જાધવે 57 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 44 રન કર્યા હતાં. રીચાર્ડસનની બોલિંગમાં મેક્સવેલ કેચ કરતા જાધવ પેવેલિયન પરત ફર્યા હતાં.

પડતી વિકેટોની વચ્ચે રોહિતના 8000 વન-ડે રન

કેપ્ટન આઉટ થયા બાદ એક મોટી ભાગીદારીની જરૂર હતી, પરંતુ આવુ થયુ નહીં. રિષભ પંતે સારી શરૂઆત કર્યા બાદ ફક્ત 16 રન બનાવીને નાથન લિયોનની બોલિંગમાં આઉટ થયો તો વિજય શંકર 16 રન કરીને ઉસ્માન ખ્વાજાને કેચ આપીને પેવેલિયન પરત ફર્યોં. હવે આ સમયે ભારતનો સ્કોર 120 પર 4 વિકેટ થઇ. આ દરમ્યાન રોહિત શર્માએ વન-ડે કારકિર્દીના 8000 રન પૂર્ણ કર્યાં. તો વિરાટ કોહલી (175 ઈનિંગ), એબી ડિ વિલિયર્સ (182 ઈનિંગ), બાદ સૌરભ ગાંગુલી (200 ઈનિંગ)ની સાથે સંયુક્ત રૂપથી ત્રીજી સૌથી ઝડપી 8000 વન-ડે રન બનાવનાર બેટ્સમેન બન્યાં. તો ભુવનેશ્વર કુમારે 54 બોલમાં 46 રન કર્યા હતાં. ક્યુમિન્સની બોલિંગમાં ફીન્ચે કેચ કરતાં તેઓ પેવેલિયન પરત ફર્યા હતાં.

Related posts

મલાઇકા અરોરા જીમમાં બહેન અમૃતા સાથે વર્કઆઉટ કરતી જોવા મળી, વાયરલ થઈ રહ્યો છે વીડિયો

Ankita Trada

મેઘ મહેર: વરસાદી માહોલ વચ્ચે વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ પશ્ચિમ તરફ ફંટાઈ, આવતી કાલથી વરસાદનું ઘટશે જોર

pratik shah

કોણ છે ઓડિશાની આ ‘અપ્સરા’ ? જેના પર ફિદા છે રામ ગોપાલ વર્મા અને તેના ફેન્સ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!