GSTV
Home » News » INDvAUS : કોહલીના મનપસંદ ગ્રાઉન્ડ એડિલેડમાં થયું કંઇક એવું જે તેણે ક્યારેય વિચાર્યુ પણ નહી હોય

INDvAUS : કોહલીના મનપસંદ ગ્રાઉન્ડ એડિલેડમાં થયું કંઇક એવું જે તેણે ક્યારેય વિચાર્યુ પણ નહી હોય

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ક્યારેય વિચાર્યુ પણ નહી હોય કે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝમાં તેમની શરૂઆત આટલી ખરાબ હશે. સ્ટાર ખેલાડી સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નર વિના રમી રહેલી નબળી ઓસ્ટ્રેલિયાની ટીમ સામે એડિલેડમાં જ્યારે ભારતે ટૉસ જીત્યો અને પહેલા બેટિંગ પસંદ કરી તો લાગ્યું કે ભારતના બેચ્સમેન ખાસ કરીને કેપ્ચન વિરાટ કોહલી રનનો ખડકલો કરશે.


પરંતુ થયું કંઇક ઉલ્ટુ. ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝની પહેલી મેચમાં ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. પૃથ્વી શૉના ઇજાગ્રસ્ત થયા બાદ આ મેચમાં મુરલી વિજય અને કેએલ રાહુલ પર ઓપનિંગની જવાબદારી હતી. પરંતુ આ બંને ફ્લોપ સાબિત થયાં. મેચની બીજી જ ઓવરમાં 3 રનના કુલ સ્કોર પર જોશ હેઝલવુડે કેએલ રાહુલને એરોન ફિંચના હાથે કેચ આઉટ કરાવીને ભારતને પહેલો ઝટકો આપ્યો.


રાહુલ 2 રન બનાવીને આઉટ થયો. પ્રેક્ટિસ મેચમાં શતક ફટકારનાર મુરલી વિજયનો બલ્લો પણ મૌન રહ્યો અને રાહુલ બાદ તે પણ પેવેલિયન ફર્યો. મુરલી વિજય (11 રન)ને 15ના સ્કોર પર મિશેલ સ્ટાર્કે પોતાનો શિકાર બનાવ્યા. કેપ્ટન પેને વિકેટ પાછળ વિજયનો કેચ પકડ્યો હતો.

વિજયના આઉટ થયા બાદ પુજારા સાથ આપવા માટે કેપ્ટન કોહલી આવ્યો પરંતુ તે પણ વધારે સમય મેદાનમાં ટકી શક્યો નહી. પેટ કમિન્સે વિરાટને આઉટ કરીને ટીમ ઈન્ડિયાને ઝટકો આપ્યો. કુલ 19 રનના સ્કોર પર વિરાટના રૂપમાં ટીમ ઈન્ડિયાને ત્રીજો ફટકો લાગી ગયો હતો. વિરાટ માત્ર ત્રણ રન બનાવીને પેવેલિયન ફર્યો હતો.

પુજારાએ અજિંક્ય રહાણે (13) સાથે મળીને ચોથી વિકેટ માટે 22 રન જોડ્યા હતા કે, હેઝલવૂડે આ પાર્ટનરશીપ મજબૂત થાય તે પહેલા જ તોડી દીધી હતી. વાઈસ કેપ્ટન રહાણે (13)ને જોશ હેઝલવુડે પીટર હેંડ્સકોમ્બના હાથે કેચ આઉટ કરાવી દીધો. 41 રનના સ્કોર પર ભારતને ચોથો ઝટકો લાગ્યો હતો. 86 રનના કુલ સ્કોર પર નાથન લિયોને રોહિત શર્માને માર્કસ હેરિસના હાથે કેચ આઉટ કરાવીને ભારતને વધુ એક મોટો ઝટકો આપી દીધો હતો.


નાથન લિયોને ભારતને ઋષભ પંતના રૂપમાં છઠ્ઠો ફટકો આપ્યો હતો. પંત 25 રન બનાવીને કેપ્ટન પેનના હાથમાં કેચ આપી બેઠો હતો.


પ્લેઈંગ ઈલેવન
ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રોહિત શર્મા, રીષભ પંત, આર. અશ્વિન, ઈશાંત શર્મા, બૂમરાહ, મોહમ્મદ શામી


ઑસ્ટ્રેલિયા – ટિમ પેઇન (કેપ્ટન), માર્કસ હેરિસ, એરોન ફિંચ, ઉસ્માન ખવાજા, ટ્રેવિસ હેડ, શોન માર્શ, પીટર હેન્ડ્સકોમ્બ, નાથન લ્યોન, મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, જોશ હેઝલવૂડ

Read Also

Related posts

હાઈકોર્ટમાં આર.ટી.ઇ હેઠળ પ્રીસ્કૂલથી જ બાળકોને પ્રવેશ મળે, રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ

Path Shah

ચાલુ વાહને મોબાઇલ પર વાત કરો છો તો ચેતજો, નહિંતર RTOની આ કાર્યવાહીનો સામનો કરવો પડશે

Riyaz Parmar

પોલીસને મદદ કરીને નફો કરતું થયેલું ભારતીય સ્ટાર્ટઅપ,ઇન્ડિયન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફેસિયલ રેકગ્નિશન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!