ઓસ્ટ્રેલિયા સામે રવિવારે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતે ત્રણ વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ જીત સાથે જ ઓસ્ટ્રેલિયાએ બે મેચની ટી-20 સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.
ટૉસ હારીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ સાત વિકેટના નુકસાન પર 126 રન બનાવ્યાં. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત ઓવરોમાં સાત વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસેલ કરી લીધો. ટીમ ઇન્ડિયાએ આ 5 વિલનના કારણે બારનો સામનો કરવો પડ્યો.
રોહિત શર્મા
ટૉસ હારીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત જ નિરાશાજનક રહી. ત્રીજી જ ઓવરમાં જેસન બેહરડૉર્ફે ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને (5રન) આઉટ કર્યો. પહેલી વિકેટ માટે તેણે રાહુલ સાથે 14 રનની પાર્ટનરશીપ કરી હતી.
ઋષભ પંત
ન્યૂઝીલેન્ડ સામે બીજી(40*) અને ત્રીજી (28) ટી-20મા શાનદાર પ્રદર્શન કરનારા ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંચે આ મેચમાં કંઇ ખાસ કમાલ ન કરી. તે 5 બોલમાં 3 રન બનાવીને પેવેલિયન ભેગો થઇ ગયો.
દિનેશ કાર્તિક
આ મેચમાં દિનેશ કાર્તિક ફક્ત 1 રન બનાવીને આઉટ થઇ ગયો. જણાવી દઇએ કે ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટી-20(33*) સિવાય તે કંઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી.
ઉમેશ યાદવ
આશરે ત્રણ મહિના બાદ ટી-20માં વાપસી કરનાર ફાસ્ટ બોલર ઉમેશ યાદવ પાસેથી ટીમને ઘણી આશાઓ હતી. પરંતુ યોગ્ય સમયે તે આશાઓ પર ખરો ન ઉતર્યો. તેણે ચાર ઓવરમાં 35 રન આપીને એક પણ વિકેટ ન લીધી. અંતિમ ઓવરમાં ભારતે જીતવા માટે 14 રનની જરૂર હતી અને ઉમેશે 14 રન કાંગારૂઓ પર લૂટવી દીધા. જો કે ટીમની હાર માટે અસલી વિલન ઉમેશ યાદવને જ માનવામાં આવે છે કારણ કે તે અંતિમ બે બોલ પણ ન બચાવી શક્યો.
મયંક માર્કંડેય
ઓસ્ટ્રેલિયા સામે પંજાબના યુવા લેગ સ્પિનર મયંક માર્કંડેયને તક આપવામાં આવી. આ તેની ડેબ્યૂ મેચ હતી. તે ટીમ ઇન્ડિયાનો 79મો ટી-20 ક્રિકેટર બની ગયો છે. જો કે તે મેચમાં કંઇ ખાસ ઉકાળી ન શક્યો. ચાર ઓવરમાં તેણે 31 રન આપ્યાં પરંતુ એક પણ વિકેટ લઇ ન શક્યો.
Read Also
- સંશોધનમાં દાવો: અપરિણીત લોકોની હાર્ટ એટેકથી મૃત્યુ થવાની શક્યતા વધુ , તેઓ રોગનો સામનો કરવામાં ઓછા સક્ષમ હોય છે
- હરિયાણાના ક્રિકેટરે ઋષભ પંત સાથે 1.5 કરોડથી વધુની છેતરપિંડી કરી, બ્રાન્ડેડ ઘડિયાળ આપવાના નામે પડાવ્યા લાખો રૂપિયા
- ઈન્ડિયા ઈન્ડસ્ટ્રી 4.0ની તૈયારી શરૂ, અમદાવાદમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટન્સી સેન્ટર શરૂ
- કફોડી સ્થિતિ/ મોંઘવારીએ માઝા મૂકતા ઘરનું માસિક બજેટ 10% વધ્યુ, મધ્યમવર્ગ ભરાયો
- હરિયાણાની રેશ્માએ બનાવો રેકોર્ડ, એક દિવસમાં 33.8 લિટર દૂધ આપી બની દેશની નંબર 1 ભેંસ