GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

શુભ શરૂઆત: ધોનીએ ફરીવાર સાબિત કરી બતાવ્યું, ભારતે 6 વિકેટે મેળવી જીત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ 1.30 વાગ્યાની આજુબાજુ શરૂ થઈ હતી. ભારતે પહેલા બોલિંગ અને ઓસ્ટ્રેલિયાએ બેટિંગ કરી હતી.

બોલરોના શાનદાર પ્રદર્શન બાદ કેદાર જાધવ (અણનમ 81) અને મહેન્દ્રસિંહ ધોની (અણનમ 59)ની અડધી સદીની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડેમાં 6 વિકેટે વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 6 વિકેટે 236 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 48.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી જીત મેળવી લીધી હતી. આ જીત સાથે ભારતે પાંચ વન-ડે મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી છે. બંને વચ્ચે બીજી વન-ડે 5 માર્ચના રોજ નાગપુરમાં રમાશે.

વિરાટ કોહલી 44 રન બનાવી ઝમ્પાની ઓવરમાં એલબી આઉટ થયો હતો. ધવન ખાતુ ખોલાયા વિના આઉટ થયો હતો. રોહિત શર્મા 37 અને રાયડુ 13 રને આઉટ થતા ભારતે 99 રને ચોથી વિકેટ ગુમાવી હતી. આ પછી ધોની અને જાધવે અણનમ 141 રનની ભાગીદારી નોંધાવી ટીમને જીત અપાવી હતી. જાધવે 87 બોલમાં 9 ફોર અને 1 સિક્સર સાથે 81 રન બનાવ્યા હતા. ધોનીએ 72 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે 59 રન બનાવ્યા હતા.

જસુપ્રીત બુમરાહે એરોન ફિન્ચ (00)ને આઉટ કરી પહેલી સફળતા અપાવી હતી. આ પછી સ્ટોઈનિસ (37)રને જાધવનો શિકાર બન્યો હતો. હેન્ડ્સકોમ્બ 19 રન બનાવી કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. ટર્નર 21 રને મોહમ્મદ શમીનો શિકાર બન્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 169 રને 5 વિકેટ ગુમાવી હતી. મેક્સવેલે 51 બોલમાં 5 ફોર સાથે 40 રન બનાવ્યા હતા. કારેય અને કુલ્ટર નાઇલે સાતમી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી સ્થિતિ સુધારી હતી. ભારત તરફથી શમી, બુમરાહ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો.

READ ALSO

Related posts

કોરોના મહામારીમાં ધોનીનો ચોંકાવનારો નિર્ણય, કમાણીને બદલે આ વસ્તુ પર આપશે વધુ ધ્યાન

Ankita Trada

ઇંગ્લેન્ડ-વિન્ડિઝ ટેસ્ટના પ્રારંભે જ વરસાદનું વિઘ્ન

Mansi Patel

સુપ્રીમ કોર્ટનો આદેશ: જેણે પણ આ વાહનો ખરીદ્યા હશે તે તમામને લાગશે આંચકો, રજીસ્ટ્રેશન નહીં થાય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!