GSTV
Gujarat Government Advertisement

વડાપ્રધાન મોદીએ જેને લીલી ઝંડી આપી હતી તે વંદે ભારત ટ્રેન પાટા પર લપસી પડી, શરૂ થયાના બીજા જ દિવસે બે વાર બ્રેક ડાઉન

Last Updated on February 17, 2019 by

વડાપ્રધાન મોદીએ જેને લીલી ઝંડી આપી રવાના કરી હતી તે ખૂબ જ ચર્ચાસ્પદ બનેલી વંદે ભારત ટ્રેન તેની વળતી મુસાફરીમાં આજે અટવાઇ ગઇ હતી અને વારાણસીથી દિલ્હી પરત ફરતાં  તે પાટા પર લપસી પડી હતી.

જો કે ઘટનામાં કોઇને ઇજા થઇ ન હતી. ટ્રેન આજે બપોરે આશરે એક વાગે દિલ્હી પહોંચી હતી અને હવે રવિવારે તે પાછી વારાણસી જશે જેની તમામ ટિકિટો વેચાઇ ગઇ હતી.

અધિકારીઓએ કહ્યું હતું કે વ્હીલ લપસી જતાં સમસ્યા ઊભી થઇ હતી. કેટલાકે બ્રેક ખરાબ હોવાનું કહ્યું હતું. ટ્રેન-૧૮ જેને વંદે ભારત નામ અપાયું હતું તે શુક્રાવરે પ્રથમ વખતે વારાણસી પહોચ્યાની ૪૫ મિનિટ પછી ગઇ કાલે વારાણસીથી સવારે સાડા દસ વાગે નીકળી હતી.

પ્રથમ વાર ઉત્તર પ્રદેશના તુંડલા જંકશનથી આશરે ૧૫ કિમી દૂર તેમાં બ્રેકડાઉન સર્જાયો હતો.’ ટ્રેનની નીચે કોઇ ઢોર આવી જતાં તેના વ્હીલ ચીકણી બની ગયા હતા. સૂત્રો અને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કેટલાક પત્રકારો અનુસાર, ટ્રેન શરૂ થયાના પ્રથમ કલાકમાં જ તેમાં બ્રેકડાઉન સર્જાયો હતો.

તેમણે કહ્યું હતું કે ટ્રેન થોભી તેની પહેલાં ટ્રેનના કોચ એકબીજા સાથે અથડાયા હતા.’છેલ્લા ચાર કોચમાં ગંધ આવતી હતી જેમાં પાવર હતો જ નહીં. ઉપરાંત  તેમાંથી થોડો ધુમાડો પણ નીકળ્યો હતો. લોકો પાયલોટોએ થોડા સમય માટે તેની ગતી પણ ઓછી કરી નાંખી હતી.

અધિકારીઓને  બ્રેકફેલ થવાની વાત કરતા સાંભળ્યા હતા ‘એમ આ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક પેસેન્જરે કહ્યું હતું. ૮:૧૫ મિનિટે રિપેર કર્યા પછી તેને ફરી શરૂ કરાઇ હતી, પરંતુ ૮:૫૫ મિનિટે ફરી તેમાં ખામી સર્જાતા તેને ફરી રોકવી પડી હતી. ડાબેરી નેતા સિતારામ યેચુરીએ કહ્યું હતું કે આ ટ્રેન મોદી સરકારની કામગીરીનો ઉત્તમ નમુનો.

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ, જનતા કરફ્યુ સાથે નીકળશે ભગવાન નગરચર્યાએ

Pritesh Mehta

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને ગુજરાતમાં કેવી રીતે મળ્યું હતું પીએમ નરેન્દ્ર મોદીની સ્પીચ લખવાનું કામ, આવી છે રસપ્રદ હિસ્ટ્રી

Harshad Patel

2014માં સત્તા મેળવવા ભરપૂર ઉપયોગ કર્યા બાદ ભાજપના તેવર બદલાયા, પ્રશાંત કિશોર જે કોલેજમાં ભણે છે, અમિત શાહ ત્યાંના પ્રિન્સિપાલ છે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!