GSTV
Home » News » ફેબ્રુઆરીમાં ટ્રમ્પ ભારત આવશે, 10 અબજ ડૉલરના વેપાર કરાર થવાની આશા

ફેબ્રુઆરીમાં ટ્રમ્પ ભારત આવશે, 10 અબજ ડૉલરના વેપાર કરાર થવાની આશા

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમવાર આગામી 24થી 26 ફેબ્રુઆરીની વચ્ચે ભારતની મુલાકાતે આવી શકે છે. જો કે હજી સુધી ટ્રમ્પની ભારત મુલાકાત અંગે સત્તાવાર જાહેરાત કરાઇ નથી. સુત્રોના કહેવા મુજબ રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની આ ભારત મુલાકાત બંને દેશો માટે મહત્વપૂર્ણ બની રહેશે. જેમાં ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા ઘણા મહિનાથી અટકેલી 10 અબજ ડોલરની ટ્રેડ ડીલની પણ જાહેર થઇ શકે છે. હાલ ટ્રમ્પની મુલાકાત પહેલા આ ટ્રેડ ડીલને અંતિમ ઓપ આપવાની ઝડપી કામગીરી ચાલી રહી છે.

ભારત સરકાર ટ્રમ્પની મુલાકાત દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર કરવા માટે ઉત્સુક છે અને વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે અમેરિકાના વેપાર પ્રતિનિધિ રોબર્ટ લાઇટાઇઝરને બોલાવ્યા આપ્યું છે જેમણે સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત પહેલા અટકેલા સંભવિત કરારની વિગતો અંગે ચર્ચા કરવા આમંત્રણ પાઠવ્યું છે. ટ્રમ્પની મુલાકાત દરમિયાન અમેરિકા સાથે સંરક્ષણ અને ઉર્જા ખરીદી વધારવા માટેના સોદા પર હસ્તાક્ષર થવાની અપેક્ષા ભારતને છે એવું સુત્રોએ જણાવ્યું છે.

ટ્રમ્પની આ મુલાકાત એક મહાભિયોગની કાર્યવાહની દરમિયાન આવી શકે છે અને જેનો કેસ હાલમાં વોશિંગ્ટનમાં ચાલી રહ્યો છે. સાક્ષીઓની લાંબી લાઇન અઠવાડિયા અથવા મહિનાઓ સુધી તપાસને ખેંચી શકે છે. નવી દિલ્હી અને વોશિંગ્ટન હજી પણ સંભવિત સોદાની રૂપરેખા પર કામ કરી રહ્યા છે અને ભારતે મેડિકલ ડિવાઇસની કિંમતો પરની મર્યાદાને સરળ બનાવવાની તૈયારી દર્શાવી છે. તેના બદલામાં અમેરિકા ગત વર્ષ સુધી જે 2000 પ્રોડક્ટની નિકાસ જકાત મૂક્ત હતી તેની ઉપર ઓછામાં ઓછી ડ્યૂટી લાદવા અંગે વિચારી શકે છે.

ભારતના વિદેશ મંત્રાલયે આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે વ્હાઇટ હાઉસ યુએસની ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ઓફિસે પણ કોઇ પ્રત્યુત્તર આપ્યો નથી. ચીન સાથેના “પ્રથમ તબક્ક”ના વેપાર કરાર બાદ, ભારત સાથેની આંશિક વેપાર સંધિ ટ્રમ્પને ચૂંટણીના વર્ષમાં બીજી નીતિગત વિજય નોંધાવવામાં મદદ કરી શકે છે. આ કરારથી મોદીને પણ મદદ મળશે જે અર્થતંત્રને આગળ વધારવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે, જે માર્ચ 2020ના અંતે સમાપ્ત થનાર નાણાંકીય વર્ષમાં 5% ની વૃદ્ધિ દર્શાવી શકશે, જે એક દાયકાનો સૌથી નોચી વિકાસદર છે.

બજેટ બાદ તરત જ લાઇટાઇઝર ભારત આવશે

1લી ફેબ્રુઆરીના રોજ બજેટની રજૂઆત બાદ અમેરિકાના વેપાર પ્રતિનિધિ લાઇટાઇઝર ભારતની મુલાકાતે આવી શકે છે. આ વેપાર કરાર એવા સમયે થઇ રહ્યો છે જ્યારે નવેમ્બરમાં ભારતે તેના એશિયન વેપાર ભાગીદારોને આંચકો આપ્યા હતો અને રાષ્ટ્રીય હિતનું કારણ આગળ ધરીને ચીન સમર્થિત વેપાર કરારમાંથી પીછેહઠ કરી હતી. રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ/RCEPના સભ્ય દેશો ખાસ કરીને જાપાન તરફથી ભારતને ફરી આ વેપાર કરારમાં જોડાવા દબાણ કરાઇ રહ્યું છે. USTR ઓફિસના આંકડા મુજબ વર્ષ 2018માં ભારત સાથેની અમેરિકાની ચીજવસ્તુઓ અને સેવાઓની વેપારખાધ 25.2 અબજ ડોલર હતી. ભારત વર્તમાનમાં વર્ષ 2018 દરમિયાનના કુલ (દ્વિપક્ષી) માલસામાનના કુલ વેપારમાં 87.9 અબજ ડોલરના ટ્રેડ પાર્ટનર સાથે અમેરિકાનો 9માં ક્રમનો સૌથી મોટો વેપાર ભાગદાર છે.

READ ALSO

Related posts

દિલ્હીના મૌજપુરમાં CAAના વિરોધમાં હિંસા: 37 પોલીસકર્મીઓ ઘાયલ, 1 કોન્સ્ટેબલનું મોત

Ankita Trada

ભારતમાં લોન્ચ થઈ શકે છે સેલ્ફી કેમેરા વગરનો MIનો આ સ્માર્ટફોન, ચીનમાં મચાવી રહ્યો છે ધુમ

Ankita Trada

ગુજરાતના આ ખેડૂતોએ તંત્રને આપ્યું આઠ દિવસનું અલ્ટીમેટમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!