GSTV
Home » News » કાશ્મીર મુદ્દે ટ્રમ્પે આપેલા નિવેદનથી ભારત-અમેરિકાનાં સંબંધોને નુકસાન થયું છે: રિચર્ડ વર્મા

કાશ્મીર મુદ્દે ટ્રમ્પે આપેલા નિવેદનથી ભારત-અમેરિકાનાં સંબંધોને નુકસાન થયું છે: રિચર્ડ વર્મા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પેન કાશ્મીરની મધ્યસ્થતા પર ટીપ્પણી ભારત અને અમેરિકાના સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. આ વાત ખુદ અમેરિકાના પૂર્વ ડિપ્લોમેટ્સ દ્વારા કહેવાઇ છે.

ભારત સરકારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના તે વિવાદાસ્પદ દાવાને સ્પષ્ટ રીતે ફગાવી દીધો છે. ભારતનું કહેવું છે કે કાશ્મીર દ્વિપક્ષીય મુદ્દો છે અને તેમાં ત્રીજા પક્ષની કોઇ ભૂમિકા નથી. હાલમાં તો ભારત અને અમેરિકાનું તંત્ર ટ્રમ્પના નિવેદન પર પાણીઢોળ કરી રહ્યું છે. પરંતુ ભારતમાં રહી ચુકેલા અમેરિકાના પૂર્વ રાજદૂત રિચર્ડ વર્માનું માનવું છે કે ટ્રમ્પની ટીપ્પણી બંને દેશોના સંબંધમાં ઘણી નુકસાનદાયક છે. રિચર્ડ વર્માનું કહેવું છે કે રાષ્ટ્રપતિએ નિવેદન આપીને મોટું નુકસાન કર્યું છે. કાશ્મીર અને અફઘાનિસ્તાન પર તેમની ટીપ્પણી સમજણથી વિપરીત છે.

તો બીજી તરફ અમેરિકામાં પાકિસ્તાનના પૂર્વ રાજદૂત હુસૈન હક્કાની મુજબ ટ્રમ્પને વહેલીતકે દક્ષિણ એશિયાઇ મુદ્દાઓની જટિલતાનો ખ્યાલ આવી જશે.

હુસૈન હક્કાનીએ કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અફઘાનિસ્તાન સમજૂતીમાં પાકિસ્તાનની મદદ ઇચ્છે છે. તેમણે તેવી જ રીતે ઇમરાન ખાનની પ્રશંસા કરી જેમ કે તેમણે ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનની પ્રશંસા કરી હતી. કરાર કરવાની કોશિશમાં આ તેમના માપદંડ છે. હક્કાનીએ કહ્યું કે જે રીતે ટ્રમ્પ કોરિયાઇ પ્રાંતમાં કોઇ સમજૂતી ન કરી શક્યા તેમને વહેલી તકે જાણ થઇ જશે કે દક્ષિણ એશિયાના ઐતિહાસીક મુદ્દાઓ રિયલ એસ્ટેટના કોન્ટ્રેક્ટ કરતા ઘણા વધારે જટિલ છે.

તો આ તરફ અમેરિકાના વિદેશ મંત્રાલયના પૂર્વ ડિપ્લોમેટ્સ એલિસા આયરેસ કે જે હવે કાઉન્સિલ ફોર ફોરેઇન રિલેશન્સની થિંક ટેંક છે તેમનું માનવું છે કે ટ્રમ્પ ઇમરાન ખાન સાથેની બેઠક માટે તૈયારી વગર જ આવ્યા હતા.જો કે ટ્રમ્પના નિવેદનને ગંભીરતાથી લેવામાં આવતું નથી. અગાઉ પણ તેઓ અનેક વખત અર્થવિહીન અને અપૂષ્ટ નિવેદનો આપી ચુક્યા છે.

READ ALSO

Related posts

જે હેડક્વાર્ટરનું ચિદંબરમે કર્યુ ઉદ્ઘાટન, તેમાં જ આરોપી બનાવીને લાવી CBI

Bansari

પી. ચિદંબરમને આજે કોર્ટમાં રજૂ કરશે CBI, કરી શકે છે રિમાન્ડની માગ

Bansari

તુઘલકાબાદમાં ભડકેલી હિંસાના પગલે ભીમ આર્મીના ચીફ સહિત 91 લોકોની ધરપકડ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!