ભારતના ત્રણ ખેલાડીએ વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરોનો 34 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ક્રિકેટની દુનિયામાં એક સમયમાં વેસ્ટઈન્ડિઝના ફાસ્ટ બોલરોની બુમ હતી. માઈકલ હોલ્ડિંગ, મૈસ્કમ માર્શ અને જોઈલ ગાર્નરની બોલિંગ સામે સારા સારા બોલરો કાંપી જતા હતા. પરંતુ વર્તમાનમાં ફાસ્ટ બોલરોમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલરોએ વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરોનો 34 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આજે ફાસ્ટ બોલિંગમાં ટીમ ઈન્ડિયાની આગ લગાવતી બોલિંગમાં કોઈ આડે આવી શકે તેમ નથી.

એક કેલેન્ડર વર્ષમાં 131 વિકેટને પોતાના નામે કરી લીધી

જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમીની જોડીએ એક કેલેન્ડર વર્ષમાં 131 વિકેટને પોતાના નામે કરી લીધી છે. આ ત્રિપુટીએ વેસ્ટઈન્ડિઝની ત્રિપુટીનો(માર્શ,હોલ્ડિંગ અને ગાર્નર) 1984માં બનાવેલ 130 વિકેટનો રેકોર્ડને તોડી નાખ્યો છે. વર્ષ 1984માં વેસ્ટ ઈન્ડિઝના આ ત્રણ ફાસ્ટ બોલરોએ 130 વિકેટ લીધી હતી. ત્યારથી કોઈ પણ ટીમના ત્રણ ફાસ્ટ બોલરો કૅલેન્ડર વર્ષમાં 130-વિકેટ સુધી પહોંચી શક્યા ન હતા. પરંતુ આ વર્ષે, ભારતીય ટીમના ત્રણેય બોલરોએ આ આંકડો પાર કરી અને એક નવો રેકોર્ડ પ્રાપ્ત કર્યો હતો.

બૂમરાહે 9 ટેસ્ટમાં 46 વિકેટ લીધી

આ વર્ષે ટીમ ઇન્ડિયા માટે જસપ્રીત બૂમરાહએ 9 ટેસ્ટમાં 46 વિકેટ લીધી છે, જ્યારે મોહમ્મદ શમીએ 12 ટેસ્ટમાં પણ બૂમરાહ જેટલી જ વિકેટો લીધી હતી. પરંતુ તેમણે 46 વિકેટ પૂર્ણ કરવા માટે બુમરાહથી 3 ટેસ્ટ વધુ રમી હતી. આ સિવાય ઈશાંત 11 ટેસ્ટમાં 39 વિકેટ લીધી હતી.
એક વર્ષમાં સૌથી ઝડપી વિકેટ લેનાર ત્રિપુટીની વાત કરવામાં આવે તો ભારત, વેસ્ટ ઈન્ડિઝ પછી દક્ષિણ આફ્રિકા ત્રીજા સ્થાને આવે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter