GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

મોદી સરકાર આપશે ચીનને સૌથી મોટો ઝટકો, આ પ્રતિબંધ મૂકાયો તો ચીનના બાર વાગી જશે

ચીન

આત્મનિર્ભર ભારત યોજનાને પ્રોત્સાહન આપવા સરકાર 350થી વધુ ઉત્પાદનોની આયાત પર અમુક નિયંત્રણો લાદી શકે છે. આમાં સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુ, રમકડા, ફર્નિચર અને કપડાં સહિતના કેટલાક ઉત્પાદનો પર નોન ટેરિફ પ્રતિબંધો લાદવામાં આવશે. આ ઉપરાંત ઈમ્પોર્ટ મોનિટરિંગ સિસ્ટમ્સ દાખલ કરવાનું અને કેટલાક ઉત્પાદનોના આયાત માટે ફરજિયાત લાયસન્સ શામેલ હોઈ શકે છે.

આ વ્યૂહરચના પર કામ કરી રહી છે મોદી સરકાર

સરકારની આ યોજના આત્મનિર્ભર ભારત સાથે અનુરૂપ છે, આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને સ્થાનિક ઉત્પાદન અને માંગને વેગ આપવા ઉપર ધ્યાન ભાર મુકવામાં આવે છે. નાણાં, વાણિજ્ય, એમએસએમઇ જેવા મંત્રાલયો અને નીતિ આયોગ જેવા વિભાગો બિન-આવશ્યક આયાત ઘટાડવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) પણ ઉત્પાદનો માટે કડક ધારાધોરણો તૈયાર કરી રહ્યું છે.

આયાત પર કડક નોન-ડ્યુટી પ્રતિબંધો લાદવાની તૈયારી

સરકાર 371 ઉત્પાદનોની આયાત પર કડક નોન-ડ્યુટી પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહી છે આ ઉત્પાદનોની આશરે 127 અબજ ડોલરની આયાત છે. જે આ રમકડા અને પ્લાસ્ટિકની વસ્તુઓથી લઈને રમતગમતના માલ અને ફર્નિચર સુધીની છે. તેઓ મુખ્યત્વે ચીનથી આયાત કરવામાં આવે છે. સરકાર ચીનથી થતી આયાત પણ ઘટાડવા માંગે છે. પાછલા નાણાકીય વર્ષમાં ભારત-ચીન દ્વિપક્ષીય વેપાર આશરે 88 અબજ ડોલર હતો જેમાં 53.5 અબજ ડોલરનો માલ ચીને ભારતમાં મોકલ્યો હતો.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, આમાંના મોટાભાગના ઉત્પાદનો ચીનથી આવે છે અને અમે આ ઉત્પાદનોની આયાતનો વિકલ્પ શોધવાનો પ્રયાસ કરીશું. આ માટે કડક ઉત્પાદન ધોરણો સ્થાપિત કરવામાં આવશે, જેના માટે બીઆઈએસને કડક સમયમર્યાદા આપવામાં આવી છે.

Read Also

Related posts

સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ગાર્ડ ઓફ ઓનરમાં જોડાતા પહેલા દિલ્હીના 350 પોલીસ કર્મીઓને કર્યા કોરન્ટાઈન

Pravin Makwana

કેરળના ઇડુક્કીમાં થયેલ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 42, સતત રાહત કામગીરી ચાલું

Ankita Trada

દુનિયાનો એક એવો દેશ જ્યાં 100 દિવસમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો!

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!