GSTV
Business ટોપ સ્ટોરી

નાણામંત્રીનો દાવો / સૌથી ઝડપથી વિકસતી રહેશે ભારતની GDP, ક્રિપ્ટોકરન્સી પર ચિંતા વ્યક્ત કરી

નાણામંત્રી

નાણામંત્રી નિર્મલા સીતારણમે જણાવ્યું કે 2030ના સમાપ્ત થનારા દાયકામાં ભારતનું સ્થાન વિશ્વની સૌથી ઝડપથી વિકસી અર્થવ્યવસ્થામાં બનેલો રહેશે. તેમણે જણાવ્યું કે કોરોના મહામારી પહેલા અને બાદમાં કરવામાં આવેલા સુધારા તે સુનિશ્ચિત કરશે.

GDP

નાણામંત્રીએ ક્રિપ્ટોકરન્સીના વધતા જોખમ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે તેનો ઉપયોગ મની લોન્ડ્રિંગ અને ટેરર ફન્ડિંગ માટે થઈ શકે છે. સીતારમણે વોશિંગટન ડીસીમાં એટલાન્ટિક કાઉન્સિલ તરફથી આયોજિત ચર્ચામાં જણાવ્યું કે ભારતની આર્થિક સુધારણા વિશિષ્ટ અને સ્પષ્ટ રહી છે. કોરોના મહામારી પહેલા અને બાદમાં ભારતે ઘણા માળખાકિય સુધારા કર્યા અને મહામારીને પણ તકમાં ફેરવી..

જ્યારે સીતારમણે આંતરરાષ્ટ્રીય નાણાકિય ભંડોળ (IMF) તરફથી મની પર આયોજિત અન્ય એક ચર્ચામાં મની લોન્ડ્રિંગ અને ટેરર ફન્ડિંગને તમામ દેશો માટે ખૂબજ જોખમી ગણાવતા ક્રિપ્ટોકરન્સીને રેગ્યુલેટ કરવા માટે ગ્લોબલ ફ્રેમવર્ક બનાવવાની અપીલ કરી. તેમણે જણાવ્યું કે કોઈ પણ દેશ એકલા હાથે આ જોખમનો સામનો નથી કરી શકતો. તમામ દેશો માટે આ મુદ્દો ચિંતાનો વિષય છે.

વૈશ્વિક રણનીતિ બનાવવાની રહેશે

IMF પ્રમુખ ક્રિસ્ટાલિના જોર્જીવાની આગેવાનીમાં યોજાઇ રહેલા આ સત્રમાં નિર્મલા સીતારમણે જણાવ્યું કે આ જોખમને અટકાવવા માટે વૈશ્વિક રણનીતિ બનાવવાની રહેશે. નાણામંત્રીએ આ વાત એવા સમયે કહેવામાં આવી છે, જ્યારે ભારત ક્રિપ્ટોકરન્સી સહિત વર્ચ્યુઅલ ડિજિટલ સંપત્તિને રેગ્યુલેટ કરવા માગે છે. સરકાર 6 મહિનામાં આ દિશામાં કોઈ કડક પગલા લઇ શકે છે. ભારતે 21 એપ્રિલથી ક્રિપ્ટોકરન્સીને 30 ટકા ટેક્સના દાયરામાં પણ નાખી દીધો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ભરતી મેળો / ભાજપ ઓબીસી સેલના પ્રમુખ સહિત અનેક નેતાઓ આપમાં જોડાયા, વિધાનસભાની ચૂંટણી પહેલામોટો આંચકો

Zainul Ansari

નસીબ આને કહેવાય! રોકેટની જેમ વધી રહી છે ગૌતમ અદાણીની સંપત્તિ : મસ્ક અને બેઝોસને પણ પાછળ રાખી દીધા

GSTV Web Desk

મોટા સમાચાર / રાજકોટના સોની બજારની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 10 લોકો ફસાયા: સ્થાનિકોનો તંત્ર પર ગંભીર આરોપ

Zainul Ansari
GSTV