GSTV
Home » News » વેસ્ટઇન્ડિઝ સામે ગુજરાતના આ શહેરથી વિજય અભિયાન શરૂ કરશે ભારત, 4 ઓક્ટોબરે પ્રથમ મેચ

વેસ્ટઇન્ડિઝ સામે ગુજરાતના આ શહેરથી વિજય અભિયાન શરૂ કરશે ભારત, 4 ઓક્ટોબરે પ્રથમ મેચ

વિન્ડિઝ ટીમ ભારતમાં બે ટેસ્ટ, પાંચ વન-ડે, બે ટી20 રમશે.ઇંગ્લેન્ડના પ્રવાસ બાદ એશિયા કપ વન-ડે ટુર્નામેન્ટમાં રમ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઘરઆંગણાની સિઝનનો પ્રારંભ વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝથી કરશે. સાત સપ્તાહની આ સિરીઝનો પ્રારંભ રાજકોટમાં ચોથી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટ સાથે થશે.

વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારતના પ્રવાસમાં બે ટેસ્ટ ઉપરાંત પાંચ વન-ડે અને ત્રણ ટી20 મેચ રમશે.ભારતીય ક્રિકેટ બોર્ડે મંગળવારે વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી હતી. આ સિરીઝ 11મી નવેમ્બર સુધી ચાલશે.બીસીસીઆઈના સેક્રેટરી અમિતાભ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારત અને વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટ બોર્ડે આ કાર્યક્રમને મંજૂરી આપી છે. ચોથી ઓક્ટોબરથી 11મી નવેમ્બર દરમિયાન યોજાનારી આ સિરીઝમાં પહેલા બે ટેસ્ટ રમાશે અને ત્યાર બાદ મર્યાદિત ઓવરની મેચોનો પ્રારંભ થશે.

ચારથી આઠ ઓક્ટોબર દરમિયાન રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે પ્રથમ ટેસ્ટ રમાયા બાદ 12મી ઓક્ટોબરથી હૈદરાબાદ ખાતે બીજી ટેસ્ટનો પ્રારંભ થશે.પ્રવાસી ટીમ ત્યાર બાદ ભારત સામે પાંચ વન-ડે રમશે જેનો પ્રારંભ 21મી ઓક્ટોબરથી થશે. પ્રથમ વન-ડે ગુવાહાટી ખાતે રમાશે જ્યારે બાકીની મેચો ઇન્દોર, પૂણે, મુંબઈ અને થિરુવનંથપુરમ ખાતે યોજાશે. પહેલી નવેમ્બરે વન-ડે સિરીઝ પૂર્ણ થશે. કોલકાતા, લખનૌ અને ચેન્નાઈ ખાતે પ્રવાસની ત્રણ ટી20 મેચ અનુક્રમે ચાર, છ અને 11મી નવેમ્બરે રમાશે.ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડમાં રમી રહી છે અને પાંચ ટેસ્ટની સિરીઝમાં તે 1-3થી પાછળ છે. આમ ઓવલ ખાતે સાતમીથી શરૂ થઈ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ  ઇંગ્લેન્ડ માટે ઔપચારિક બની રહી છે.

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ બાદ ભારતીય ટીમ એશિયા કપ માટે યુનાઇટેડ આરબ અમિરાત જશે જ્યાં વિરાટ કોહલીને સ્થાન વન-ડે ટીમના સુકાની તરીકે રોહિત શર્મા ફરજ બજાવશે. કોહલીને આ ટુર્નામેન્ટમાંથી આરામ આપવામાં આવ્યો છે. એશિયા કપમાં ભારતને બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમવાનું છે. આ ઉપરાંત એક ક્વોલિફાયર ટીમ પણ તેમાં રમવાની છે.

Related posts

વિવિયન રિચર્ડસે વિરાટ કોહલીને જણાવ્યું રહસ્ય, શા માટે હેલ્મેટ પહેર્યા વિના કરતા હતા બેટીંગ

Path Shah

ક્રિકેટ છોડીને રાજકારણમાં એન્ટ્રી કરશે ધોની, આ તસવીર વાયરલ થયા બાદ થઇ રહી છે આવી ચર્ચા

Bansari

ભારતની આ હોટ લેડી પર આવી ગયું ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનું દિલ, ટૂંક સમયમાં કરશે લગ્ન

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!