GSTV
India News Trending

રાણી એલિઝાબેથનું નિધન: ભારત 11મી સપ્ટેમ્બરે એક દિવસીય શોક પાળશે

બ્રિટનના રાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર શુક્રવારે ભારત સરકારે 11મી સપ્ટેમ્બરના રોજ એક દિવસીય શોક પાળવાની જાહેરાત કરી છે. કેન્દ્રિય ગૃહમંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે રાણી એલિઝાબેથના નિધનના દુખમાં એક દિવસ માટે 11મી સપ્ટેમ્બરના રોજ શોક જાહેર કરવામાં આવ્યું છે.

એલિઝાબેથ

બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી રાણી એલિઝાબેથે શાસન કર્યું છે. તેમણે બ્રિટનના સામરાજ્યના પડતીના દિવસો પણ જોયા છે. સ્કોટલેન્ડમાં આવેલા બાલમોરલ કેસલમાં તેમની તબિયત ખરાબ થતાં શાહી પરિવારના સભ્યો ત્યાં દોડી ગયા હતા. બ્રિટનનું શાહી પરિવાર સાત દિવસ સુધી શોક પાળશે, જેનું અંત તેમના અંતિમ સંસ્કાર સાથે થશે.

કિંગ ચાલર્સની ઈચ્છા મુજબ સાત દિવસ સુધી શોક પાળવામાં આવશે. તેમણે નિવેદનમાં જણાવ્યું હતું કે લંડનના સમય પ્રમાણે બપોરે એક વાગ્યે રાણી એલિઝાબેથને બંદૂકથી સલામી આપવામાં આવશે. બકિંગહામ પેલેસ દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે રાણીનું અંતિમ સંસ્કાર ક્યારે કરવામાં આવસે પરતું તેમના મૃત્યુના 11 દિવસ સુધીમાં કરવામાં આવી શકે છે.

આ સિવાસ વડાપ્રધાન લિઝ ટ્રુઝ અને કેટલાક વરિષ્ઠ મંત્રીઓ લંડનના સેન્ટ પોલ કેથેડ્રલ ખાતે રાણીની યાદમાં રાખવામાં  આવેલા કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. માતાના નિધન બાદ ચાલર્સને તરત જ કિંગ જાહેર કરવામાં આવ્યા છે.

Also Read

Related posts

તમાલપત્રની મદદથી દરેક મનોકામના પૂર્ણ થશે, આજે જ કરો આ ઉપાયો

Siddhi Sheth

ઓડિશા રેલવે અકસ્માત / રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળે પહોંચીને માહિતી લીધી, જાણો વિપક્ષના સવાલ પર શું કહ્યું

Hina Vaja

BSF / બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ભરતી માટે કઈ લાયકાત છે જરૂરી? ઉમેદવારની પસંદગી કેવી રીતે થાય છે?

Drashti Joshi
GSTV