GSTV

ભારત વસ્તીના મામલે ચીનની હરોળમાં પહોંચશે, 2027 સુધી થશે વસ્તી અધધધ…

ભારત વસ્તીની સંખ્યા મામલે દુનિયામાં બીજા નંબરનો દેશ છે. આજે નંબર વન પર ચીન આવે છે, પરંતુ જે રીતે ભારતમાં વસ્તીમાં વધારો નોંધાઇ રહ્યો છે તે જોતા આવનારા વર્ષ 2027 સુધીમાં ભારત ચીનને પછાડી દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની શકે છે.

ભારતમાં વર્ષ 2050 સુધીમાં 27.3 કરોડ લોકો ઉમેરાશે સંયુક્ત રાષ્ટ્રના નવા અહેવાલમાં અંદાજ લગાવાયો છે કે વર્ષ 2050 સુધીમાં ભારતમાં બીજા 273 મિલિયન (27.3 કરોડ) લોકોનો ઉમેરો થશે. હાલમાં ભારતની જનસંખ્યા 137 કરોડ છે. બીજી તરફ ચીનની જનસંખ્યાની વાત કરીએ તો તે 143 કરોડ છે. આ સાથે જ ભારત સદીના અંત સુધી વિશ્વનો સૌથી વધુ વસતિ ધરાવતો દેશ બની જશે એવો અંદાજ પણ અહેવાલમાં લગાવાયો છે.

યુનાઈટેડ નેશન્સના પોપ્યુલેશન ફંડના અહેવાલમાં કહેવાયું હતું કે ભારતની વસ્તી વૃદ્ધિનો દર ચીન કરતા પણ બમણો છે. ભારતની વસતિ વર્ષે સરેરાશ ૧.૨ ટકાના દરે વધે છે અને હવે વસ્તી નો આંકડો વધીને ૧૩૬ કરોડે પહોંચી ગયો છે. ભારતમાં વસ્તી વધારાનો દર ચીન કરતા બમણો સંયુક્ત રાષ્ટ્રસંઘના પોપ્યુલેશન-૨૦૧૯ના અહેવાલમાં ચિંતાજનક રીતે વધી રહેલી ભારતની વસ્તી પ્રત્યે દિશા નિર્દેશ કરવામાં આવ્યો હતો.

૨૦૧૦થી ૨૦૧૯ દરમિયાન ભારતની વસ્તી ૧.૨ ટકાના સરેરાશ વાર્ષિક દરે વધી રહી હોવાનું અહેવાલમાં કહેવાયું હતું. ચીનના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર કરતા ભારતનો વસ્તી વધારાનો દર બમણો છે. ચીનનો વર્તમાન વાર્ષિક વસ્તી વૃદ્ધિ દર ૦.૫ ટકા છે. ભારતની વસ્તી ૨૦૧૯માં ૧૩૬ કરોડે પહોંચી ગયાનું યુએનના રીપોર્ટમાં નોંધાયું હતું. વિશ્વની વસતિ પણ એક વર્ષમાં નોંધપાત્ર રીતે વધી હતી.

એક વર્ષ પહેલાંના અહેવાલમાં વિશ્વની વસતિ ૭૬૩ કરોડ હતી, જે વધીને ૭૭૧ કરોડ થઈ હતી. છેલ્લા 25 વર્ષમાં ચીનમાં 20 કરોડ તો ભારતમાં 42 કરોડ લોકોનો વધારો ભારતની વસતિ ૧૯૯૪માં ૯૪.૨૨ કરોડ હતી. ૧૯૬૯માં દેશની વસતિ ૫૪.૧૫ કરોડ હતી. ચીનની વસ્તી અત્યારે ૧૪૨ કરોડે પહોંચી ચૂકી છે.

૧૯૯૪માં ચીનની વસ્તી ૧૨૩ કરોડ હતી અને ૧૯૬૯માં ૮૦ કરોડ હતી. ૧૯૯૪માં ૧૨૩ કરોડે વસ્તીનો આંકડો પહોંચી ગયા પછી ચીને નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળતા મેળવી હતી. છેલ્લા ૨૫ વર્ષમાં કુલ વસ્તી માં ૧૯-૨૦ કરોડનો વધારો થયો હતો. જ્યારે ભારતની વસ્તી માં ૨૫ વર્ષમાં ૪૨ કરોડ માથા ઉમેરાયા હતા.

યુએનના અહેવાલમાં ભારતના બાળમૃત્યુ દરમાં આવેલા ઘટાડાની નોંધ લેવામાં આવી હતી અને ભારતનું સ્વાસ્થ્ય સેક્ટર સુધર્યું હોવાનો સંકેત અપાયો હતો. પ્રસુતાના મૃત્યુદરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો. ભારતના નાગરિકોનું સરેરાશ આયુષ્ય ૨૦૧૯માં ૬૯ વર્ષ થયું હતું, જે ૧૯૯૪માં ૬૦ વર્ષ હતું. ભારતીયોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે અને વિશ્વના સરેરાશ આયુષ્ય ૭૨ની નજીક પહોંચ્યું છે.

Read Also

Related posts

ચીનમાં આવી ગયો નવો કોરોના, પહેલા કરતા પણ છે વધારે ખતરનાક

Nilesh Jethva

કેનેડામાં કોરોનાનો ખોફ, રોડ પર દૂધની નદીઓ વહી, પશુપાલકો બેહાલ

Pravin Makwana

રેકોર્ડ સ્તરે પહોંચ્યું સોનું, Coronaને કારણે આર્થિક મંદીમાં લોકોને સોનામાં રસ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!