GSTV

કામની વાત/ 30 ટકા સસ્તી થઈ જશે નવી કારો, મોદી સરકાર લાવી રહી છે આ નવી પોલિસી

કાર

સ્ક્રેપેજ પોલિસીના લાગુ થતાની સાથે દેશની મંદ અર્થવ્યવસ્થાને નવો વેગ મળશે. નવી ગાડીઓની માગ વધવાથી ઓટો મોબાઈલ સેક્ટર ગતિમાં આવશે.ગ્રાહકોને નવા વાહનો 30 ટકા વધારે સસ્તા મળશે. જૂના વાહનોથી વાયુ પ્રદૂષણમાં 25 ટકાનો ઘટાડો થશે. જ્યારે સ્ક્રેપ સેન્ટર પર મોટા પ્રમાણમાં રોજગાર મળી શકશે.

2.80 કરોડ વાહન સ્ક્રેપેજ પોલિસીના અંતર્ગત આવશે

મીડિયા રિપોર્ટના અનુસાર આ નિર્ણય લગભગ 2.80 કરોડ વાહન સ્ક્રેપેજ પોલિસીના અંતર્ગત આવશે. આ નીતિની સાથે દેશમાં મોટા પાયા પર વાહન કબાડ કેન્દ્રો બનશે. જેનાથી મોટી સંખ્યામા નવા રોજગાર મળી શકશે.

જ્યારે ઓટો મોબાઈલ સેક્ટરને રિસાઈકલમાં સસ્તામાં સ્ટીલ, એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિકના પાર્ટ્સ મળી શકશે. ન્યૂઝ એજન્સીના આધારે સ્ક્રેપેજ પોલિસીને જલ્દી કેબિનેટમાં પાસ કરાશે.અહીંથી મંજૂરી મળ્યા બાદ તેને લાગુ કરવાની પ્રક્રિયા શરૂ કરાશે. મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે મહામારીના સમયમાં સ્ક્રેપેજ પોલિસી અર્થવ્યવસ્થા માટે સંજીવનીનું કામ કરશે.

ઓટોમોબાઈલ સેક્ટર રફ્તાર પકડશે

માનવામાં આવી રહ્યુ છે કે, સ્ક્રેપેજ પોલિસી લાગુ થવાથી સસ્તી અને ઘટાડાનો સામનો કરી રહી છે દેશની અર્થવ્યવસ્થાને તાકત મળશે. નવી ગાડીઓની માગ વધવાથી ઓટોમોબાઈલ સેક્ટર રફ્તાર પકડશે. ગ્રાહકોને નવા વાહન 30 ટકા સુધી સસ્તા મળશે. જૂના વાહનોથી વાયુ પ્રદુષણમાં 25 ટકાની ખામી આવશે. તો સ્ક્રેપ સેન્ટરોમાં પર મોટા પ્રમાણમાં રોજગાર ઉપલબ્ધ હશે.

નવી કારનું મફતમાં થશે રજિસ્ટ્રેશન

જૂની કારની સ્ક્રેપેજ સેન્ટરને વેચ્યા બાદ એક પ્રણામ પત્ર મળશે. તેનાથી જોઈને નવી કાર ખરીદનાર કાર રજિસ્ટ્રેશન મફતમાં કરવામાં આવશે. આ નીતિની સાથે દેશમાં મોટા પ્રમાણ પર વાહન કબાડ કેન્દ્ર બની જશે. જેનાથી મોટી સંખ્યામાં નવા રોજગારની તક ઉત્પન્ન થશે. તો ઓટોમોબાઈલ સેક્ટરને રિસાઈકિલમાં સસ્તામાં સ્ટીલ, એલ્યુમીનિયમ, પ્લાસ્ટિક જેવા પાર્ટ્સ મળી શકશે.

અર્થવ્યવસ્થા માટે સંજીવનીનું કામ કરશે સ્ક્રેપેજ પોલિસી

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, સ્ક્રેપેજ નીતિને ટૂંક સમયમાં કેબિનેટની પાસે મોકલવામાં આવશે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ તેનો અમલ કરવાની પ્રક્રિયા શરૂ થશે. ઘણા મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, રોગચાળાના વર્તમાન સમયમાં સ્ક્રેપ નીતિ અર્થવ્યવસ્થા માટે સંજીવનીનું કામ કરશે.

તમારી જૂની કારનું શું થશે?

સ્ક્રેપેજ નીતિમાં 15 વર્ષ જુના વાહનોને રસ્તાઓ પરથી દૂર કરવાની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ આવી ગાડીઓને ચલાવવા માટે દર વર્ષે ફીટનેસ સર્ટિફિકેટ લેવું પડશે. તે સાથે જ રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવવાની ફીને વધારી બેથી ત્રણ ગણી કરી દેવામાં આવી છે. આ વાહન માલિકોને જૂના વાહનોનું વેચાણ કરીને નવા વાહનો ખરીદવા આકર્ષિત કરશે.

Read Also

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!