GSTV

ચીન-પાકિસ્તાન હદ પર કરશે તો આવી બનશે, ભારત અમેરિકા સાથે કરશે 30 પ્રિડેટર ડ્રોન્સની ડીલ

Last Updated on September 23, 2021 by Pritesh Mehta

ભારતની સૈન્ય શક્તિ વધારવા માટે અમેરિકા પાસેથી 30 પ્રિડેટર ડ્રોન ખરીદવાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 સપ્ટેમ્બરના રોજ વોશિંગટન ખાતે ટોચની ચાર અમેરિકન કંપનીના સીઈઓની સાથે સાથે સશસ્ત્ર ડ્રોન નિર્માતા જનરલ એટોમીકસના પ્રમુખ સાથે પણ મુલાકાત કરશે. જણાવી દઈએ કે પીએમ મોદી ત્રણ દિવસની અમેરિકા યાત્રા પર વોશિંગટન પહોંચ્યા છે અને ભારતીય સમય અનુસાર આજે 23 સપ્ટેમ્બરના રોજ સાંજે 7 વાગે ટોચના અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે.

પ્રિડેટર

આ કંપનીના CEO સાથે કરશે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ ચાર સીઈઓ સાથે આમને સામને બેઠક કરવાના છે. આ તમામ એવી કંપનીઓ છે જે પોતપોતાના ક્ષેત્રમાં નેતૃત્વ કરી રહી છે. અમેરિકન કંપની Qualcommના CEO ક્રિસ્ટીયાનો આર એમોન, એડોબ (Adobe)ના શાંતનુ નારાયણ, ફર્સ્ટ સોલારના માર્ક વિડમર, જનરલ એટોમીકસના વિવેક લાલ, બ્લેકસ્ટોનના સ્ટીફન એ શ્વાર્જમેન આજે પીએમ મોદી સાથે મુલાકાત કરશે. પીએમ મોદી આ તમામ સાથે અલગ અલગ મુલાકાત કરશે.

સરહદ પર દુશ્મનના દાંત થશે ખાટા

સૂત્રો મુજબ, ભારત સરકાર પોતાની સૈન્ય ક્ષમતા વધારવા માટે ત્રણ અરબ ડોલર ખર્ચ કરીને 30 સશસ્ત્ર ડ્રોન કરીદવાની યોજના બનાવી રહી છે. આ યોજના હેઠળ ભારતની ત્રણેય સેનાઓ માટે 10-10 મેક્યુ-9 રિપન ડ્રોન ખરીદવામાં આવશે. અમેરિકા પાસેથી ડ્રોન ખરીદ્યા બાદ ભારતીય સેનાની શક્તિ અનેકગણી વધી જશે અને સરહદ પર દુશ્મનો પર સરળતાથી નજર રાખી શકાશે.

પ્રિડેટર ડ્રોનની ખાસિયત

પ્રિડેટર ડ્રોનની ખાસિયતોની વાત કરીયે તો તે અનેક ખૂબીઓ ધરાવે છે, આ ડ્રોન 9 હાર્ડ પોઇન્ટ સાથે આવે છે અને તે હવામાં સતત લગભગ 27 કલાક સુધી ઉડી શકે છે. આ ડ્રોન હવા માંથી જમીન પર પ્રહાર કરવા વાળા સેન્સરથી સજ્જ હોય છે અને લેઝર નિર્દેશિત બોમ લઇ જવા માટે પણ સક્ષમ છે. તો UAV 50 હાજર ફૂટની ઊંચાઈએ પણ સંચાલિત કરી શકાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ,ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

Breaking / 28 ઓક્ટોબરથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ગુજરાત પ્રવાસે, PM આવાસ યોજનાના ઉદ્દઘાટન સમારોહમાં આપશે હાજરી

Zainul Ansari

પાકિસ્તાની સેનાએ છીનવી લીધો ઇમરાનની સરકારનો ‘અધિકાર’ , નદીમને બનાવ્યો ISI ચીફ

Vishvesh Dave

1.5 લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખુલશે, કેન્સર-ડાયાબિટીસ જેવા ગંભીર રોગોની થશે સારવાર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!